રાજસ્થાન રોયલ્સની ટીમે ટોપ 2માં જગ્યા બનાવી દીધી છે. તેની શાનદાર રમત ઘણી બધી ટીમો પર ભારે પડી. આવી સ્થિતિમાં, RRના 3 વિદેશી ખેલાડીઓ જીમી નીશમ, ટ્રેન્ટ બોલ્ટ અને ડેરેલ મિશેલનો બોલીવુડ ગીતો પર એક્સપ્રેશન સાથે ડાન્સ કરતો વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.
હેરા ફેરી ફિલ્મના ગીત 'એ મેરે જોહરાઝમી' માં ત્રણેય ખેલાડીઓ બ્લેક હાફ પેન્ટ અને સફેદ વેસ્ટ પહેરીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વખતે ટીમ 4 વર્ષ બાદ પ્લેઓફમાં પહોંચી છે. છેલ્લી વખત આ ટીમ 2018માં પ્લેઓફમાં પહોંચી હતી. ઉજવણીના માહોલમાં ડૂબેલા ખેલાડીઓની સ્ટાઈલ જોવા જેવી છે.
લોકો કીવી ટ્રાયોની એક્ટિંગની ખૂબ મજા લઈ રહ્યા છે
હિમેશ રેશમિયાના અવાજમાં આ ગીત એક સમયે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. બાળકોથી લઈને વૃદ્ધો તેના પર ઝૂમતા જોવા મળ્યા હતા. હવે ન્યુઝીલેન્ડના આ 3 ખેલાડીઓએ ફરી લોકોને ભૂતકાળની યાદ અપાવી છે.
કોમેન્ટ કરતી વખતે ચાહકો આ ત્રણને કિવી રાજુ, બાબુ રાવ અને ઘનશ્યામ કહી રહ્યા છે. હેરા ફેરી ફિલ્મના આ ત્રણેય પાત્રો ખૂબ જ લોકપ્રિય રહ્યા છે. જીમી નીશમ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. ચાહકો છેલ્લા કેટલાક સમયથી તેની અનોખી સ્ટાઈલ જોઈ રહ્યા છે. જોકે, ટ્રેન્ટ બોલ્ટ જેવા દિગ્ગજ બોલરને આ અવતારમાં જોવો એ ચાહકો માટે એક નવો અનુભવ છે.
2008 બાદ પહેલી વાર ટોપ-2માં રાજસ્થાન
રાજસ્થાન રોયલ્સે IPL 15ની 68મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવી 2008 પછી પ્રથમ વખત ટોપ 2માં સ્થાન મેળવ્યું હતું . 2008માં રમાયેલી પ્રથમ સિઝન બાદ રાજસ્થાનની ટીમ પ્રથમ વખત ટોપ 2 ટીમોમાં પ્રવેશી છે.
અશ્વિને રાજસ્થાન માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી અને માત્ર 23 બોલમાં 40 રન બનાવ્યા. તે જ સમયે યશસ્વીએ 59 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી પ્રશાંત સોલંકીએ 2 વિકેટ લીધી હતી.
પહેલા ક્વોલીફાયરમાં હાર્દિક VS સેમસન
IPL 2022ના પ્રથમ ક્વોલિફાયરમાં રાજસ્થાનનો સામનો ગુજરાત સાથે થશે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે.
પ્રથમ ક્વોલિફાયર મેચ 24 મેના રોજ રમાશે. ચેન્નઈ સામેની જીત સાથે રાજસ્થાનના 18 પોઈન્ટ થઈ ગયા છે. આ સાથે જ ગુજરાતના 20 પોઈન્ટ છે. 2008 બાદ રાજસ્થાનની ટીમ ટોપ-2માં પહોંચી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.