પૃથ્વી શોનો કેરી ચોરતો વીડિયો વાઇરલ:પહેલા ખિસ્સામાં કેરીઓ ભરી, પછી સાથી ખેલાડીઓને પૂછ્યું, આને કઈ રીતે ખાઈ શકાય

મુંબઈએક મહિનો પહેલા

દિલ્હી કેપિટલ્સનો સ્ટાર બેટ્સમેન પૃથ્વી શો કેરીની ચોરી કર્યા પછી એને કેવી રીતે ખાઈ શકાય એ શીખી રહ્યો છે. પહેલા વીડિયોમાં ધનાધન કેરી ચોરીને પોતાના ખિસ્સામાં ભરતો જોવા મળી રહ્યો છે. નવા વીડિયોમાં પૃથ્વી નિર્દોષપણે કહે છે કે તેને કેરી કાપીને કેવી રીતે ખાવી એ આવડતું નથી. પૃથ્વીના સાથી ખેલાડીઓ આશ્ચર્યમાં પૂછે છે કે તેં ક્યારેય કેરી નથી ખાધી? આ સવાલના જવાબમાં તે કંઈ બોલી શકતો નથી અને હસી રહ્યો છે.

ગુજરાત અને લખનઉ સામે સતત બે ઈનિંગમાં બેટિંગ કરનાર પૃથ્વી ત્યાર બાદ કેરીને સૂંઘીને પછી પૂછે છે કે હવે શું કરવું યાર! જવાબમાં ઓલરાઉન્ડર લલિત યાદવ તેને કેરી ઘોળીને ચૂસીને ખાતા બતાવે છે. ત્યાર પછી પૃથ્વી કેરી પર તૂટી પડે છે.

એંઠી ગોટલી પૃથ્વી અન્યને આપતો જોવા મળ્યો
એક વખત કેરી ખાવાનું શરૂ કર્યા બાદ પૃથ્વી ગોઠલી બહાર કાઢીને ચૂસતો નજરે પડી રહ્યો છે. તેને આટલી ઝડપથી શીખતો જોઈને દિલ્હીના અન્ય ખેલાડીઓ પૂછે છે કે સરળ છે ને? પૃથ્વીના હાથમાં ગોટલી જોઈને કહેવામાં આવે છે કે આમ હાથ અને મોં ગંદું કરીને કેરી ન ખાવી જોઈએ. અત્યારસુધી કેરીના રસમાં ડૂબી ગયેલો પૃથ્વી સાથી ખેલાડીના હાથમાં એંઠી ગોયલી પકડાવી દે છે, સાથે જ કહે છે કે હવે તમે પણ ખાઓ. આ જોઈને બધા હસવા લાગે છે.

પૃથ્વીએ આ સીઝનમાં 40ની એવરેજ અને 170ની સ્ટ્રાઈક રેટથી 160 રન બનાવ્યા છે. જો દિલ્હી કેપિટલ્સે પ્લેઓફ સુધીની યાત્રા નક્કી કરવી હોય તો પૃથ્વીની ભૂમિકા મહત્ત્વની રહેશે. તમે પણ જુઓ કેરીચોર પૃથ્વીની કેરી ખાવાની રીત..

અન્ય સમાચારો પણ છે...