• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • First Dhoni's Daughter Stood Between Jiva, Then At The Last Moment Brought 'Uncle G' Between The Heads; The Face Proposed To The Girlfriend After The Match

પર્ફેક્ટ ફોટોશૂટની ચાહરની ઈચ્છા અધૂરી રહી:પહેલાં ધોનીની પુત્રી જીવા, પછી છેલ્લી ક્ષણે 'અંકલ જી' માથું વચ્ચે લાવ્યા; ચાહરે મેચ બાદ ગર્લફ્રેન્ડને કરી દીધું પ્રપોઝ

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાહરે સ્ટેડિયમમાં બેસેલી ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરીને તેનું દિલ જીતી લીધું

ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર બોલર દીપક ચાહરે સ્ટેડિયમમાં બેસેલી એક યુવતીને પ્રપોઝ કરીને તેનું દિલ જીતી લીધું હતું. પંજાબ કિંગ્સ સામેની મેચ સમાપ્ત થયા બાદ દોડીને ગયો અને સ્ટેડિયમમાં બેસેલી જયા ભારદ્વાજની સામે ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું હતું. તેણે જયાને પ્રપોઝ કરતાં રિંગ કાઢી અને પૂછી લીધું- વિલ યુ મેરી મી?

જયા સ્ટેન્ડમાં VVIPમાં બેસેલી હતી. એકદમ ત્યાં, જ્યાં સાક્ષી-ધોની બેસે છે. શક્યતા છે કે કદાચ તે દીપકના કહેવા પર જ તેની ગર્લફ્રેન્ડ આવી હોય.

આઈપીએલ 2021માં ગુરુવારે એક ખાસ નજારો જોવા મળ્યો હતો. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ સમાપ્ત થઈ, ત્યારે સ્ટેન્ડમાં કંઈક એવું બન્યું, જેણે હેડલાઇન્સ બનાવી. ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચાહરે મેચ પૂરી થતાં જ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી દીધું હતું. જ્યારે દીપકે આવું કર્યું ત્યારે તેની ગર્લફ્રેન્ડ અને આસપાસના લોકો ચોંકી ગયા હતા, ખાસ વાત એ હતી કે આ દૃશ્ય ટીવી પર લાઇવ બતાવવામાં આવી રહ્યું હતું.

હવે દરેકના મનમાં પ્રશ્ન એ છે કે આખરે દીપક ચાહરની ગર્લફ્રેન્ડ કોણ છે? તમને જણાવી દઈએ કે દીપકની ગર્લફ્રેન્ડનું નામ જયા ભારદ્વાજ છે. દીપકે સ્ટેન્ડમાં પ્રપોઝ કર્યું અને જયાએ બધાની સામે દીપકના પ્રપોઝનો સ્વીકાર કર્યો. દીપક રોમેન્ટિક અંદાજમાં ઘૂંટણ પર બેસીને બધાની સામે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું અને તેનું દિલ જીતી લીધું હતું.

એ ઉપરાંત દીપક પોતાના જીવનભરની આ યાદગાર ક્ષણની સૌથી મુખ્ય તસવીર પ્લાન કરી શક્યો ન હતો. એ તો આભાર IPL બ્રોડકાસ્ટિંગ ટીમનો, જેણે મેચ દરમિયાન 32થી વધુ કેમેરા લગાવ્યા હતા. કોઈ રીતે એ તસવીર બીજા એંગલથી મળી ગઈ, નહીં તો એક અંકલજીએ આવા પ્રસંગે કેમેરા સામે માથું લાવી દીધું, જેમાં દીપક ક્યાંયથી પણ રિંગ પહેરાવતો જોવા મળ્યો ન હતો. આવો, આ સમગ્ર ક્ષણોની રિવિઝિટ કરીએ-

મેચ સમાપ્ત થઈ. દીપક ડ્રેસિંગ રૂમ તરફ દોડ્યો. તેણે ત્યાંથી રિંગ લીધી અને જયા પાસે આવ્યો, પરંતુ એ જ જગ્યાએ આવ્યો, જ્યાં તે ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરવાનો હતો. એ જ જગ્યાએ આવીને ધોનીની દીકરી જીવા આવીને ઊભી રહી ગઈ. દીપક થોડો સમય રોકાયો પછી તેણે જીવાને ત્યાંથી હટાવી હતી.

જયા ભારદ્વાજ બોલિવૂડ અભિનેતા અને વીજે સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે. સિદ્ધાર્થ ભારદ્વાજ બિગ બોસની સીઝન 5માં દેખાયો છે. તે રિયાલિટી શો Splitsvillaનો પણ ભાગ રહ્યો છે.

આઈપીએલ મેચ બાદ જ્યારે દીપક ચાહરે જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું ત્યારે સિદ્ધાર્થે તેની બહેન અને દીપકને પણ અભિનંદન પાઠવ્યાં હતાં. સિદ્ધાર્થે લખ્યું કે જયા અને દીપકને અભિનંદન. સિદ્ધાર્થે લાઇવ ટીવી પર પ્રપોઝ કરવા બદલ દીપકને શાબાશી આપી હતી.

દીપક ચાહરની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ.
દીપક ચાહરની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ.
રિંગ પહેરાવ્યા બાદ દીપકે બેસ્ટ ફોટાનો પ્લાન કર્યો હતો. આ ફોટો તેણે પૂરા દિલથી લીધો છે.
રિંગ પહેરાવ્યા બાદ દીપકે બેસ્ટ ફોટાનો પ્લાન કર્યો હતો. આ ફોટો તેણે પૂરા દિલથી લીધો છે.

એ ઉપરાંત દીપક પોતાના જીવનભરની આ યાદગાર ક્ષણની સૌથી મુખ્ય તસવીર પ્લાન કરી શક્યો ન હતો. એ તો આભાર IPL બ્રોડકાસ્ટિંગ ટીમનો, જેણે મેચ દરમિયાન 32થી વધુ કેમેરા લગાવ્યા હતા. કોઈ રીતે એ તસવીર બીજા એંગલથી મળી ગઈ, નહીં તો એક અંકલજીએ આવા પ્રસંગે કેમેરા સામે માથું લાવી દીધું, જેમાં દીપક ક્યાંયથી પણ રિંગ પહેરાવતો જોવા મળ્યો ન હતો. આવો, આ સમગ્ર ક્ષણોની રિવિઝિટ કરીએ-

ત્યાર બાદ તેણે કેમેરાનો શોધ્યો. તે ઈચ્છતો હતો કે તેની આ યાદગાર ક્ષણ કેમેરામાં કેદ થઈ જાય. જ્યારે તેને ખાતરી થઈ કે કેમેરા તેની તરફ વળ્યા છે, ત્યારે તે ઘૂંટણિયે બેસી ગયો. ખિસ્સામાં હાથ નાખી તેણે રિંગ કાઢી અને હાથ લંબાવ્યો અને જયાને તેના દિલની વાત કહી દીધી.

જયા આ જોઈને ખુશીની મારી અને શરમાઈને પોતાના બંને હાથોથી ચહેરો છુપાવવા લાગી. ચહેરા પર છલકાયેલી ખુશીથી તેમાં મોઢમાંથી એક બૂમ પણ પડી ગઈ, તેણે પોતાનો હાથ આગળ લંબાવીને દીપકનું પ્રપોઝનો સ્વીકાર પણ કર્યો હતો.

જેવો જ દીપક જયાને રિંગ પહેરાવવાની શરૂ કરી, બરાબર એ જ સમયે કેમેરાની સામે એક સફેદ વાળ વાળા અંકલજીનું માથું આવી ગયું હતું. તમે દરેક ક્ષણના ફોટા જોશો, પણ રિંગ પહેરાવતા સમયે આ અંકલજીનું માથું જોવા મળશે.

જ્યારે અમે ઘણા જુદા જુદા ટ્વિટર હેન્ડલ્સ દ્વારા શેર કરેલા આ વીડિયોની શોધ કરી, ત્યારે માત્ર એક જ જગ્યાએ આ ફોટો મળ્યો, જેમાં દીપક રિંગ પહેરાવતો જોવા મળે છે. કદાચ ત્યાં કોઈ વ્યક્તિએ પોતાના ફોન પરથી વીડિયો બનાવ્યો છે.

આ તસવીર આ ક્ષણની સમગ્ર કહાની છે. એમાં દીપકે રિંગ પહેરાવી દીધી હતી. તેણે પોતાના દિલની વાત જયાને કરી દીધી છે. તેના પ્રપોઝને સ્વીકાર્યું હતુ. બંને ખુશ છે. રિંગ પહેરાવવાની વિધિ સમાપ્ત થઈ ગઈ છે. હવે લગ્નની તારીખની રાહ જોવાશે.

અન્ય સમાચારો પણ છે...