મુંબઈ ઈન્ડિયન્સના યુવા ખેલાડી તિલક વર્માએ એક ફની પ્રેન્ક કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં યુવા પ્રતિભાશાળી ખેલાડી તિલક તેના સાથી ખેલાડીઓને મૂર્ખ બનાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં, તિલક ક્રીમ બિસ્કિટમાં ટૂથપેસ્ટ ભરીને સાથી ખેલાડીઓને ખવડાવે છે. સૌથી પહેલા તિલક આ બિસ્કિટ ટિમ ડેવિડને ખવડાવે છે, જેને સિંગાપુરનો આ ખેલાડી શાંતિથી ખાઈ જાય છે.
આ પછી ડેવાલ્ડ બ્રેવિસ પણ આ બિસ્કીટ ખાય છે. આ ખેલાડીઓ બિસ્કીટ ખાધા પછી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપતા નથી. પરંતુ જ્યારે તિલક જણાવે છે કે તેણે બિસ્કિટમાં ક્રીમને બદલે ટૂથપેસ્ટ ભરીને તમને બધાને ખવડાવ્યું છે, ત્યારે મુંબઈ ઈન્ડિયન્સના તમામ ખેલાડીઓ હસવા લાગે છે.
તે જ સમયે, ટૂથપેસ્ટથી ભરેલા બિસ્કિટ ખાનારા તમામ ખેલાડીઓ પણ જોરથી હસવા લાગે છે પરંતુ કોઈ ખેલાડી ગુસ્સે થતો નથી. ફેન્સ પણ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે તિલકે IPLની આ સીઝનમાં શાનદાર રમત બતાવી છે અને 9 મેચમાં 309 રન બનાવવામાં સફળ રહ્યો છે. આ સિઝનમાં તેણે બે અડધી સદી પણ ફટકારી છે. IPL મેગા ઓક્શનમાં તિલકને મુંબઈ ઈન્ડિયન્સે 1.70 કરોડમાં ખરીદીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.