આ મેચ દરમિયાન ખેલાડીના પ્રદર્શન કરતા સ્ટેડિયમમાં દર્શકો ચર્ચાનો વિષય બની ગયા છે. તમને જણાવી દઈએ કે આ સિઝનમાં ફેન્સની એન્ટ્રી પછી ઘણા લોકો વિવિધ પોસ્ટરો લઈને ઊભા રહેતા હોય છે. શુક્રવારે રમાયેલી મેચમાં 2થી 3 ફેન્સના વિચિત્ર મેસેજ વાળા પોસ્ટર વાઈરલ થઈ રહ્યા છે. જેમાં શાહુરખની દીકરીથી લઈ ફેન્સે પાર્ટનરને કિસ કરવાની વાત પણ કરી હતી. તો ચલો આપણે આ સમગ્ર ઘટના પર તસવીરો દ્વારા નજર ફેરવીએ....
દર્શકે કહ્યું- ગર્લફ્રેન્ડને દગો આપીને આવ્યો છું
મેચ જોવા પહોંચેલા એક દર્શકે પોસ્ટરમાં લખ્યું હતું કે હું મને મારી ગર્લફ્રેન્ડે પુછ્યું કે મારા અથવા IPLમાંથી કોને પસંદ કરીશ તો મેં આ લીગ જોવાનું પસંદ કર્યું. એટલે જ આજે અહીંયા આવ્યો છું. તો એની બાજુમાં બીજા દર્શકે કહ્યું કે આમ તો હું હૈદરાબાદનો ફેન છું પરંતુ અહીંયા સુહાના માટે મેચ જોવા આવ્યો છું. શાહરુખની દીકરીએ મારુ મન જીતી લીધું છે.
દર્શકે કહ્યું- કોલકાતા જીતશે તો પાર્ટનરને કિસ કરીશ
તો બીજી બાજુ એક દર્શકે કહ્યું કે જો કોલકાતા નાઈટ રાઈડર્સ મેચ જીતી જશે તો હું મારા પાર્ટનરને સ્ટેડિયમમાં બધા વચ્ચે કિસ કરીશ.
KKR v/s SRHની મેચ તસવીરોમાં....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.