કિરોન પોલાર્ડ અને અમ્પાયર વચ્ચે મોટાભાગે વિવાદો સર્જાતા હોય છે. જેના કારણે તે અલગ-અલગ સમયે વિવિધ કારણોસર અમ્પાયર સાથે ઝઘડતો જોવા મળે છે. આવું જ કંઈક મુંબઈ અને કોલકાતાની મેચમાં થયું હતું. કિરોન પોલાર્ડના હાથમાંથી બોલિંગ દરમિયાન ભૂલથી બોલ છટકી ગયો હતો અને સીધો અમ્પાયરને વાગ્યો હતો. આ જોઈને બે ઘડી તો પોલાર્ડ અને રોહિત હસવા લાગ્યા હતા. જોકે ત્યારપછી બીજા અમ્પાયર સાથે પોલાર્ડને ઝઘડો પણ થઈ ગયો હતો. ચલો આ બંને ઘટનાક્રમ પર નજર કરીએ...
10મી ઓવરમાં અમ્પાયર ડઘાઈ ગયા
IPL 2022ની 56મી મેચના 10 ઓવરમાં મુંબઈનો પોલાર્ડ બોલિંગ કરી રહ્યો હતો. ત્યારે પાંચમા બોલ પર કિરોન પોલાર્ડના ફોલો થ્રૂ દરમિયાન અચાનક તેના હાથમાંથી બોલ છટકી ગયો અને તે સીધો અમ્પાયરને વાગ્યો હતો. આ ઘટના થતા અમ્પાયર પણ ડઘાઈ ગયા અને બાજુમાં ખસી ગયા હતા.
રોહિત-પોલાર્ડ હસવા લાગ્યા
અમ્પાયરને બોલ વાગતાની સાથે જ રોહિત અને પોલાર્ડ પહેલા એકબીજાને જોવા લાગ્યા હતા. પરંતુ તેમને કંઈ ખાસ ઈજા ન પહોંચી હોવાથી બંને હસવા લાગ્યા હતા.
પોલાર્ડ વાઈડ બોલ મુદ્દે અમ્પાયર સાથે ઝઘડ્યો
કિરોન પોલાર્ડ વાઈડ બોલ મુદ્દે બીજા અમ્પાયર સાથે બાખડી પડ્યો હતો. 13મી ઓવરમાં જ્યારે નીતીશ રાણા બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે ઓફ સાઈડ તરફ જઈને શોટ રમવાના પ્રયત્નો કરવા લાગ્યો હતો. આ જોઈને પોલાર્ડે આઉટ સાઈડ ઓફ સ્ટમ્પનો બોલ નાંખ્યો જે બેટરથી થોડો દૂર હતો. જેને અમ્પાયરે વાઈડ આપી દીધો હતો.
વાઈડ બોલનો ઈશારો જોતા પોલાર્ડ અમ્પાયર સામે જોઈને નારાજ થઈ ગયો હતો અને પછી બંને એકબીજાને જોવા લાગ્યા હતા. સ્ટેડિયમની બિગ સ્ક્રિન પર જ્યારે રિપ્લે દેખાડવામાં આવ્યો ત્યારે પોલાર્ડને વધારે ગુસ્સો આવ્યો અને તે તાત્કાલિક અમ્પાયર પાસે ગયો અને બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.
પોલાર્ડના ચર્ચિત કિસ્સાઃ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.