ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ IPL-2022ની શરૂઆત પહેલા નવું સોન્ગ રિલીઝ કર્યું છે. આને બ્રાવોએ કોલિન વેડરબર્ન સાથે મળીને લખ્યું છે. આ અંગે ડ્વેન બ્રાવોએ કહ્યું આ સોન્ગ મેં દિલથી ગાયું છે, ડાન્સિંગ નંબર-1 સિવાય મારા મોટાભાગના ગીતો મહત્ત્વપૂર્ણ રહેતા હોય છે. ફેન્સને કહ્યું કે હું મારા બીજા ઘર એવા ભારતમાં આ સોન્ગ રિલીઝ કરીને ઘણો ખુશ છું.
ચેમ્પિયન સોન્ગ સુપરહિટ રહ્યું
આની પહેલા ડ્વેન બ્રાવોનું ચેમ્પિયન-ચેમ્પિયન સોન્ગ ઘણું વાઈરલ થયું હતું. ભારતમાં આ સોન્ગનો ક્રેઝ કઈક અલગ જ જોવા મળ્યો હતો. તેવામાં બ્રાવોએ કહ્યું કે ડાન્સિંગ નંબર-1 સોન્ગના પોસ્ટર અને ટીઝરને ઘણો પ્રેમ મળ્યો છે. મને આશા છે આ પણ વધારે ફેમસ થશે. આમાં ડ્વેન બ્રાવોનું ટ્રેડમાર્ક સ્ટેપ વાઈરલ થઈ શકે છે.
જ્યારે બ્રાવોને ચેન્નઈ સુપર કિંગ્સના નવા કેપ્ટન રવીન્દ્ર જાડેજા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, 'હું જાડેજા માટે ખૂબ જ ખુશ છું. તે તેની કારકિર્દીમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરી રહ્યો છે. અમે બધા તેમના માટે ખૂબ જ ખુશ છીએ. તે આ સિદ્ધિ માટે યોગ્ય ખેલાડી છે. મહેન્દ્ર સિંહ ધોનીનો વારસો લેવા માટે તે શ્રેષ્ઠ વિકલ્પ છે. અમે જાડેજાને સમર્થન આપીશું તથા તેને એક સફળ લીડર બનાવવા માટેના તમામ પ્રયાસો કરીશું.
ધોની સાથે મારો સંબંધ ઘણો મજબૂત છે
બ્રાવોએ ધોની સાથેના તેના સંબંધો વિશે કહ્યું કે અમારો સંબંધ ઘણો મજબૂત છે. આ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અને દર વર્ષે વધુ મજબૂત થઈ રહ્યું છે. એક ક્રિકેટર તરીકે, એક કેપ્ટન તરીકે અને માણસ તરીકે મારી કારકિર્દી પર તેની ખૂબ જ અસર પડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.