IPLનો રાઈઝિંગ સ્ટાર શિવમ દુબે:વધારે વજનના કારણે દુબેને રમવાનું છોડવું પડ્યું હતું, 5 વર્ષ પછી કમબેક કર્યું; હવે બન્યો મેચ વિનર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વધારે વજનના કારણે ક્રિકેટને અલવિદા કરનારા શિવમ દુબેએ ચેન્નઈ સુપર કિંગ્સને પહેલી જીત મેળવવામાં ખાસ ઈનિંગ રમી હતી. 28 વર્ષીય શિવમે જૂની ટીમ બેંગ્લોર સામે 46 બોલમાં 95* રનની ઇનિંગ રમી હતી. આ તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ છે. 2019માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરનાર શિવમે એક ODI અને 13 T20 ઈન્ટરનેશનલ રમી છે. તેવામાં શિવમે મેન ઓફ ધ મેચનો એવોર્ડ તેના પિતાને સમર્પિત કર્યો છે.

શિવમને બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ
શિવમને નાનપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો. તે આ ગેમમાં જ કરિયર બનાવવા માંગતો હતો, પરંતુ જ્યારે શિવમ 14 વર્ષનો હતો ત્યારે તેણે વધારે વજનના કારણે ક્રિકેટ છોડવું પડ્યું હતું. તેવામાં પાંચ વર્ષ પછી, તે અંડર-23 ટ્રાયલમાં પાછો ફર્યો હતો. આ દરમિયાન સિલેક્ટર્સે તેના પ્રદર્શનથી ખૂબ પ્રભાવિત થયા હતા.

બેઝ પ્રાઈઝ 50 લાખ હતી, શિવમ 4 કરોડમાં વેચાયો
50 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા શિવમને ચેન્નઈએ 4 કરોડમાં ખરીદ્યો હતો. હરાજીમાં ચેન્નઈ સહિત ઘણી ટીમોએ શિવમ માટે બોલી લગાવી હતી, પરંતુ અંતે ચેન્નઈએ બોલી જીતી લીધી હતી. અગાઉ 2021માં રાજસ્થાને શિવમને 4.40 કરોડમાં ખરીદ્યો હતો, જ્યારે 2019માં બેંગલુરુએ તેને 5 કરોડમાં ખરીદ્યો હતો.

શિવમે આ સિઝનની 5 મેચમાં 200થી વધુ રન કર્યા
શિવમે વર્તમાન સિઝનમાં માત્ર 5 મેચમાં 200થી વધુ રન ફટકાર્યા છે. ગયા વર્ષે રાજસ્થાન તરફથી રમતા શિવમે 9 ઇનિંગ્સમાં 230 રન કર્યા હતા. શિવમ 2020 અને 2019માં બેંગલુરુ તરફથી રમતો હતો. તેણે 2020માં 11 ઇનિંગ્સમાં 129 રન અને 2019માં 4 ઇનિંગ્સમાં 40 રન કર્યા હતા. તેણે 29 મેચમાં 27.55ની એવરેજથી 606 રન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...