• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Dhoni's Eye Will Be On The Fitness Of Hardik Pandya And Varun Chakraborty In The Meeting, There May Be A Change In The Team!

T20 WC પહેલા ટીમ ઇન્ડિયાની બેઠક:બેઠકમાં હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીની ફિટનેસ પર રહેશે ધોનીની નજર, ટીમમાં થઈ શકે છે બદલાવ!

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોની, કોહલી, રોહિત શર્મા અને કોચ રવિ શાસ્ત્રીની બેઠક મળશે

IPLમાં શુક્રવારે મુંબઈ અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન ફોર્મમાં જોવા મળ્યા હતા. તેનાથી ભારતને ટી-20 વર્લ્ડકપમાં ઘણો ફાયદો થવાનો છે, પરંતુ હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીની ફિટનેસ હજુ પણ ભારત માટે ચિંતાનો વિષય બની રહી છે. જો કે, વરુણની ફિટનેસ કોઈ મોટી ચિંતાની વાત નથી, કારણ કે તેને માત્ર ચાર જ ઓવર ફેંકવી પડે એમ છે, પરંતુ હાર્દિકની ફિટનેસ વિશે વિચારવા જેવી બાબત છે. ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા અને ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી આ અંગે નિર્ણય લેવા માટે બેઠક કરશે.

પંડ્યાની ફિટનેશ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય
ટી-20 વર્લ્ડ કપ હવે થોડા જ દિવસોમાં શરૂ થવાનો છે, પરંતુ હજી સુધી તે નક્કી નથી થયું કે શું હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાં બોલિંગ કરશે. આ સવાલનો જવાબ હજી સુધી મળી શક્યો નથી.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ હાર્દિકની બોલિંગ બાબતે જે વાત જણાવી છે તેનાથી ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. રોહિત શર્માએ કહ્યું કે તેને નથી લાગી રહ્યું કે હાર્દિક હજી પણ બોલિંગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હાર્દિકે IPLના બીજા પાર્ટમાં એક પણ બોલ ફેંક્યો નથી. એવામાં ટી-20 વર્લ્ડ કપમાં તેની બોલિંગ કરવાની આશા ઘણી જ ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...