કેપ્ટન કૂલને આવ્યો ગુસ્સો:SRH વિરુદ્ધ 20મી ઓવરમાં મુકેશે ફિલ્ડ પ્રમાણે બોલિંગ ન કરી, માહીએ ખખડાવી નાખ્યો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેન્દ્ર સિંહ ધોની હંમેશો પોતાના શાંત સ્વભાવના કારણે ઓળખાય છે. IPL 2022માં પહેલીવાર કેપ્ટનશીપ કરતા માહી સાથે કઈંક એવુ થયુ કે તે બોલર પર રોષે ભરાયો. સનરાઈઝર્સ હૈદરાબાદ અને CSK વચ્ચે રમાયેલી મેચનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

છેલ્લી ઓવરમાં પ્રેશર જોવા મળ્યું
ચેન્નઈના 8 મેચમાં ખરાબ પ્રદર્શન બાદ જાડેજાએ માહીને કેપ્ટનશિપ સોંપી હતી . આવી સ્થિતિમાં, જરુરી હતું કે કેપ્ટન ધોની ટીમને ત્રીજી જીત અપાવી પ્લેઓફની રેસ ચાલુ રાખે. ચેન્નઈએ શાનદાર બેટિંગ કરી હતી. પરિણામ એ આવ્યું કે હૈદરાબાદને જીતવા માટે 203 રનનો ટાર્ગેટ મળ્યો.

સનરાઇઝર્સને જીતવા માટે છેલ્લી ઓવરમાં 38 રનની જરૂર હતી. સામે કેરેબિયન હાર્ડ હિટર નિકોલસ પૂરન હતો, જે મોટો શોટ રમવા માંગતો હતો. પરંતુ 6 બોલમાં 38 રન મેળવવા માટે વાઈડ અને નો-બોલની જરૂર હતી. આવી સ્થિતિમાં ધોનીએ ઓફ-સાઇડ ફિલ્ડને સંપૂર્ણ રીતે પેક કરી દીધી.

ધોની બોલરને હંમેશા ફિલ્ડને અનુરુપ બોલિંગ કરવાની સલાહ આપતો રહે છે
ધોની બોલરને હંમેશા ફિલ્ડને અનુરુપ બોલિંગ કરવાની સલાહ આપતો રહે છે

ફિલ્ડના હિસાબે બોલિંગ ન કરવા પર રોષે ભરાયો
મુકેશ ચૌધરીએ 20મી ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી. બીજા બોલે ચોગ્ગો ફટકાર્યો હતો. ત્રીજો બોલ ડોટ બોલ નીકળ્યો. ચોથો બોલ મુકેશે ડાબોડી બેટ્સમેન પૂરનના પગ તરફ ફેંક્યો હતો, જેને વાઈડ જાહેર કરવામાં આવ્યો હતો. ધોનીએ આ બોલ પકડ્યો પણ તે ગુસ્સે થઈ ગયો.

આ પછી ધોનીએ પોતાના હાથથી ઓફ-સ્ટમ્પ તરફ ઈશારો કરીને કહ્યું કે જો ત્યાં ફિલ્ડરોને રાખવામાં આવ્યા છે તો તમે લેગ સાઇડ પર શા માટે બોલિંગ કરો છો?

આ પછી ગુસ્સામાં પોતાના ગ્લોવ્ઝ ઉતારીને ધોનીએ મુકેશને મગજનો ઉપયોગ કરવાનું કહ્યું. તેણે ઈશારા સાથે એ જ વાત ફરી કીધી કે જો ફિલ્ડર ઑફ-સ્ટમ્પ પર હોય તો ત્યાં પણ બોલિંગ કરો. આ બધા પછી માહીએ મુકેશને સ્ટમ્પની લાઈનમાં બોલિંગ કરવાની સલાહ આપી.

મેચની સ્થિતિ
IPL 2022ની 46મી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા CSKએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 203 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના બદલામાં હૈદરાબાદ 189 રન બનાવવામાં સફળ રહી હતી. આ મેચમાં CSKના ઓપનર ઋતુરાજ ગાયવાડે 99 રન બનાવ્યા હતા, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.