તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CSK vs DCનો મહાસંગ્રામ તસવીરોમાં:ધોની IPLમાં ચોથી વખત 0 પર આઉટ થયો, પૃથ્વીને 2 જીવનદાન આપવા CSKને મોંઘા પડ્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

IPLની 14મી સીઝનમાં રિષભ પંતની કેપ્ટનશિપમાં દિલ્હી કેપિટલ્સે આ લીગની પ્રથમ મેચને જીતી લીધી છે. આ મેચ મુંબઈમાં રમાઈ રહી હતી, જેમાં DCએ ધોનીની ટીમ CSKને 7 વિકેટે હરાવ્યું હતું. ધોની આ મેચમાં સાતમા ક્માંક પર બેટિંગ કરવા ઊતર્યો હતો. પરંતુ આ મેચમાં ધોની માત્ર 2 બોલમાં 0 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. DCના ફાસ્ટ બોલર આવેશ ખાને ધોનીને ક્લીન બોલ્ડ કર્યો હતો. ધોની IPLમાં ચોથી વખત 0ના સ્કોર પર આઉટ થયો હતો. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લીક કરો.....

આ મેચમાં ઘણા વળાંકો આવ્યા હતા. શરૂઆતમાં ટોસ હારીને ચેન્નઈની ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઊતરી હતી. જેમાં તેમની પહેલી 2 વિકેટો તો માત્ર 7 રનમાં પડી ગઈ હતી. ત્યાર પછી ચેન્નઈની ટીમને મોઈન અલી અને સુરેશ રૈનાએ મળીને સંભાળી હતી. CSKએ DCને 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં દિલ્હીની શરૂઆત ઘણી સારી રહી હતી. ઓપનર શિખર ધવન અને પૃથ્વી શૉએ 61 બોલમાં 100 રનની ભાગીદારી નોંધાવીને જીત તરફ ટીમને અગ્રેસર કરી દીધી હતી.

આ દરમિયાન ચેન્નઈની ટીમ પાસે મેચમાં પ્રભુત્વ બનાવવાના ઘણા અવસરો પણ આવ્યા હતા. જેમાં CSKના ફીલ્ડર્સે પૃથ્વી શૉના 2 કેચ છોડ્યા હતા, જો તેઓએ આ તકનો લાભ ઉઠાવ્યો હોત તો આજે મેચનું પરિણામ કદાચ ચેન્નઈના પક્ષમાં ગયું હોત.

ધોનીને ગુરૂ ગણતા પંતે પોતાની કેપ્ટનશીપની પહેલી જ મેચમાં માહીને પ્રથમ ટોસમાં હરાવ્યો અને ત્યારપછી મેચમાં પણ પરાજય આપ્યો હતો.

ટોસ દરમિયાન દિલ્હીના કેપ્ટન રિષભ પંત સાથે ચેન્નઈનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની.

મેચ જીત્યા બાદ પંતને ભેટીને ચેન્નાઈની ટીમના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ અભિનંદન આપ્યા હતા.

પંતે દિલ્હીની પહેલી મેચ જીતવા માટે 12 બોલમાં અણનમ 15 રન બનાવ્યા હતા.

ધોની 7 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને 2 બોલ રમીને ખાતું ખોલી પણ શક્યો ન હતો.

ફાસ્ટ બોલર આવેશ ખાને ધોનીને ક્લિન બોલ્ડ કર્યો હતો.

બે વર્ષ પછી, આઈપીએલ રમતા સુરેશ રૈનાએ 36 બોલમાં 54 રનની સર્વોચ્ચ ઇનિંગ્સ રમી હતી.

રૈનાએ IPLમાં પોતાના કારકિર્દીની 39મી અડધી સદી ફટકારી. સૌથી વધુ 50 રન બનાવવામાં રૈનાએ વિરાટ અને રોહિતની બરાબરી કરી લીધી છે. ત્રણેય સંયુક્તરૂપે ત્રીજા નંબર પર છે. IPLમાં સૌથી વધુ ફિફ્ટી ડેવિડ વોર્નરના નામે છે, એણે અત્યાર સુધી 48 વખત અડધી સદી મારી છે. શિખર ધવન આ લિસ્ટમાં 42 ફિફ્ટીની સાથે બીજા નંબર પર છે.

રવિચંદ્રન અશ્વિન ઘણો મોંઘો સાબિત થયો. તેણે 4 ઓવરમાં 47 રન આપ્યા અને માત્ર 1 વિકેટ લીધી હતી.

ધવન અને પંતે ઓપનર ફાફ ડુ પ્લેસીસને એલબીડબલ્યુ આઉટ કરવા અપીલ કરી હતી.

DC ટીમના ઓપનર પૃથ્વી શો અને શિખર ધવન વચ્ચે 138 રનની ભાગીદારી નોંધાઈ હતી.

189 રનના ટાર્ગેટને સરળતાથી DCએ 3 વિકેટના નુકસાન પર 190 રન બનાવીને ચેઝ કરી લીધું હતું. આ મેચમાં ઓપનર શિખર ધવને 54 બોલમાં 85 રન અને પૃથ્વી શૉએ 38 બોલમાં 72 રન માર્યા હતા.

શિખર ધવને તેની આઈપીએલ કારકિર્દીની 42 મી ફીફ્ટી ફટકારી હતી.

મિશેલ સેન્ટનરે 8મી ઓવરના બીજા બોલ પર પૃથ્વી શોનો કેચ બાફ્યો હતો. આ ઓવર મોઇન અલીની હતી. તે સમયે પૃથ્વી 38 રનમાં રમી રહ્યો હતો.

પૃથ્વીનો બીજો કેચ ઋતુરાજ ગાયકવાડે 10મી ઓવરના ત્રીજો બોલ પર છોડ્યો હતો. આ ઓવર પણ મોઇનની હતી અને પૃથ્વી 47 રનમાં રમી રહ્યો હતો.

ચેન્નઈનો એકમાત્ર ઝડપી બોલર શાર્દુલ ઠાકુર સફળ રહ્યો હતો. તેણે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.

દિલ્હી ટીમનો ખેલાડી સ્ટીવ સ્મિથ અને સહાયક કોચ મોહમ્મદ કૈફ ડગ આઉટમાં બેઠા છે.

મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે કોરોના મહામારીના પગલે એકપણ દર્શક વગર મેચ યોજાઈ હતી.