કોહલીએ કહ્યું- કિંગ ઇઝ બેક:ચેન્નઈની જીત બાદ સાક્ષી અને બે બાળક રડી પડ્યાં; ધોનીએ ઓટોગ્રાફવાળો વિનિંગ બોલ ભેટ આપ્યો

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • ધોનીએ 6 બોલમાં 18 રન બનાવ્યા
  • દિલ્હીને 4 વિકેટથી હરાવીને ચેન્નઈ ફાઈનલમાં

IPLની પહેલી ક્વોલિફાયર મેચ ચેન્નઈ (CSK) અને દિલ્હી (DC) વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ધોનીએ પોતાની ફિનિશિંગ સ્ટાઈલમાં મેચ પૂરી કરી અને દિલ્હીને 4 વિકેટથી હરાવીને ચેન્નઈને ફાઈનલમાં પહોંચાડ્યું હતું. આ દરમિયાન ધોનીએ 6 બોલમાં 18 રન બનાવ્યા હતા. એને પગલે સ્ટેડિયમમાં બેઠેલા બે બાળકો અને સાક્ષી રડી પડ્યાં હતાં. ધોનીએ મેચ બાદ આ બન્ને બાળકોને પોતાના ઓટોગ્રાફ વાળો બોલ ભેટ આપ્યો હતો. ધોનીની બેટિંગ જોઈ કોહલી પણ ખુરશી પરથી કૂદકા મારવા લાગ્યો અને કહ્યું કે કિંગ ઈઝ બેક, તે રમતનો શ્રેષ્ઠ ફિનિશર છે.

પત્ની સાક્ષી અને બાળકી બંન્ને રડ્યા
જે સમયે ધોનીએ છક્કા અને ચોક્કા લગાવવાના શરૂ કર્યા તો તેમની પત્ની સાક્ષી ધોની રડી પડી હતી. આ દરમિયાન તેમણે માસ્ક પહેરેલુ હતું. એટલું જ નહિ મેચ જીત્યા પછી એક બાળકી પણ રડતી દેખાઈ હતી.

છેલ્લી ઓવરનો રોમાન્ચ
છેલ્લી ઓવરમાં ચેન્નઈને 13 રનની જરૂર હતી. બોલર હતો ટોમ કરન અને સ્ટ્રાઈક પર હતો મોઈન અલી.
પ્રથમ બોલ: મોઈન અલી કેચ આઉટ થયો હતો.
બીજો બોલ: ધોની સ્ટ્રાઈક પર આવ્યો, 5 બોલમાં 13 રનની જરૂર હતી. ધોનીએ ચોગ્ગો માર્યો.
ત્રીજો બોલ: ધોનીએ ફરી ચોગ્ગો ફટકાર્યો.
ચોથો બોલ: ધોનીથી કરન એટલો ડરી ગયો કે બોલ વાઇડ ફેક્યો અને એ પછીના બોલમાં ધોનીએ ચોગ્ગો મારી મેચને પૂરી કરી દીધી.

ચેન્નઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી
ચેન્નઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાદમાં દિલ્હીએ બેટિંગ કરતાં 173 રનનો ટાર્ગેટ ચેન્નઈ સમક્ષ મૂક્યો. દિલ્હી તરફથી પૃથ્વી શોએ 34 બોલમાં 60 રન, કેપ્ટન રિષભ પંતે 35 બોલમાં 51 રન અને હેટમાયરે 24 બોલમાં 37 રન બનાવ્યા. તેના જવાબમાં ચેન્નઈ તરફથી ગાયકવાડે 50 બોલમાં 70 રન, રોબિન ઉથપ્પાએ 44 બોલમાં 63 રન અને અંતે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 6 બોલમાં 18 રન બનાવીને ટીમને જીત અપાવી.

જીત બાદ ધોનીનું ટીમના સભ્યોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.
જીત બાદ ધોનીનું ટીમના સભ્યોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.

ટીમને 11 બોલમાં 23 રનની જરૂર હતી
મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં આવ્યો ત્યારે ટીમને 11 બોલમાં 23 રનની જરૂર હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ જેવી સિક્સ અને ફોર મારવાની શરૂ કરી કે તરત જ દિલ્હીના ફેન્સના મોઢા પડી ગયા હતા, કારણ કે ધોની દિલ્હી બોલરો પર બિલકુલ પણ દયા ભાવ રાખી નહોતી. ધોનીને જૂની રીતે રમતા જોઈને ચેન્નઈના ફેન્સ પણ રડવા લાગ્યા હતા.

કે. ગૌતમ અને મોઇન અલી.
કે. ગૌતમ અને મોઇન અલી.

ધોનીએ રડી પડેલા બાળકોને ગિફ્ટ કર્યો વિનિંગ બોલ
બાદમાં ધોની મેદાન પર આવ્યા અને ચોક્કો અને છક્કો લગાવીને બાળકોના આશુને ખુશીમાં ફેરવી નાંખ્યા. ધોનીએ માત્ર CSKને મેચ જીતાડી એટલું જ નહિ પરંતુ બંને બાળકોનો દિવસ પણ બનાવ્યો. ધોનીએ મેચ પછી તરત જ બંને બાળકોને પોતાના ઓટોગ્રાફની સાથે વિનિંગ બોલ પણ આપ્યો. આ ક્ષણ બંને બાળકો ક્યારેય ભૂલી શકશે નહિ. બંને બાળકોના ચહેરા પર ધોની પાસેથી બોલ મેળવવાની ખુશી દેખાઈ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...