તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોની મેદાનની બહાર પણ 'સુપર કેપ્ટન':કહ્યું- જ્યાં સુધી ટીમના ખેલાડીઓ સુરક્ષિત ઘરે નહીં પહોંચે, ત્યાં સુધી હું પણ ચેન્નઈ ટીમને છોડીને હોટલમાંથી નહીં જાઉં

2 મહિનો પહેલા
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની. એમની ટીમ IPL 2021 સીઝનના પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમાંક પર છે.
  • ઈંગ્લેન્ડના 11માંથી 8 ખેલાડીઓ બુધવારે ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા લંડન પહોંચી ગયા છે

કોરોના મહામારીના પરિણામે IPLને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. અત્યારે મોટાભાગના દેશોએ ભારતથી આવતી તમામ ફ્લાઈટ્સને રદ કરી દીધી હતી. જેથી BCCIએ વિદેશી ખેલાડીઓને ચાર્ટર્ડ પ્લેન મારફતે પોતાના વતન મોકલવાનું આયોજન કર્યું છે, તો બીજી બાજુ ભારતીય ખેલાડીઓને બસ દ્વારા પોતાના ઘરે લઈ જવામાં આવે છે. આ દરમિયાન CSKના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનનું સુપર કેપ્ટન વાળું રૂપ મેદાનની બહાર પણ જોવા મળ્યું હતું. તેઓએ કહ્યું હતું કે જ્યાં સુધી ટીમના અન્ય ખેલાડીઓ સુરક્ષિત ઘરે નહીં પહોંચે ત્યાં સુધી તે પણ હોટલ છોડીને જશે નહીં.

39 વર્ષીય ધોની અત્યારે ચેન્નઈ ટીમ સાથે દિલ્હીની એક હોટલમાં રોકાયા છે. ધોનીની સાથે ફાફ ડુપ્લેસીસ અને ડ્વેન બ્રાવો જેવા અન્ય વિદેશી ખેલાડીઓ પણ સામેલ છે. CSKના મેનેજમેન્ટે ખેલાડીઓને શિફ્ટ કરવા માટે 10 સીટર ચાર્ટર્ડ ફ્લાઈટની પણ વ્યવસ્થા કરી છે.

પહેલા વિદેશી ખેલાડીઓેને મોકલવમાં આવશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધોનીએ કહ્યું હતું કે પહેલા વિદેશી ખેલાડીઓને એમવા વતનમાં સુરક્ષિત પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારપછી જ ભારતીય ખેલાડીઓને ઘરે પરત ફરવું જોઈએ. ધોનીએ વધુમાં કહ્યું હતું કે જ્યાં સુધી ટીમનો પ્રત્યેક ખેલાડી પોતાના ઘરે સુરક્ષિત નહીં પહોંચે ત્યાં સુધી તે પણ હોટલમાં જ રહેશે. સૌથી છેલ્લે તેઓ પોતાના ઘર તરફ જવા પ્રયાણ કરશે.

વિરાટ કોહલી ઘરે પહોંચ્યો
RCBનો કેપ્ટન વિરાટ કોહલી મંગળવારના રોજ પોતાના મુંબઈના ઘરે પહોંચ્યો છે. એમની ટીમના અન્ય વિદેશી ખેલાડીઓ પણ જલ્દીથી ઘરે પહોંચશે.

સંક્રમિત માઈક હસી અને બાલાજીને ચેન્નઈ શિફ્ટ કરાયા
ચેન્નઈની ટીમના માઈક હસી અને એલ બાલાજી કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેઓને એર એમ્બુયલન્સના માધ્યમથી ચેન્નઈ લઈ જવામાં આવ્યા છે. અહીંયા એમને યોગ્ય સારવાર આપવામાં આવશે. હસીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ એને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવશે.

CSKની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમાંક પર
ધોનીની ટીમ આ સીઝનમાં સારૂં પ્રદર્શન દાખવી રહી છે. ચેન્નઈએ 7માંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજુ સ્થાન મેળવ્યું છે. ચેન્નઈની ટીમના ઓપનર ફાફ ડુપ્લેસીસે ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા છે.

ઈંગ્લેન્ડના 8 ખેલાડી લંડન પહોંચી ગયા છે
ઈંગ્લેન્ડના 11માંથી 8 ખેલાડીઓ બુધવારે ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા લંડન પહોંચી ગયા છે. જ્યારે અન્ય 3 ખેલાડીઓ 1-2 દિવસમાં ઘર તરફ પ્રયાણ કરશે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડના ખેલાડીઓને માલદીવ મોકલ્યા પછી, ત્યાંથી પોતાના વતન રવાના કરાશે. આ બન્ને દેશોએ ભારતમાંથી આવતી તમામ ફ્લાઈટને રદ કરી દીધી છે. ન્યૂઝિલેન્ડના કેટલાક ખેલાડીઓ 10 મેએ સીધા ઈંગ્લેન્ડ જવા માટે નીકળી જશે. ત્યાં એમને ભારત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે.

વિરાટ કોહલીની કેપ્ટનશિપ વાળી RCB ટીમના વિદેશી ખેલાડીઓ પણ પોતાના વતન પહોંચી જશે. સાઉથ આફ્રિકાના ખેલાડીઓને મુંબઈ અને દોહાના રસ્તે પોતાના વતન મોકલવામાં આવશે. વિવિધ ટીમના મેનેજમેન્ટ પણ અત્યારે આ માટે BCCI અને સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડના સંપર્કમાં છે.

અન્ય સમાચારો પણ છે...