માહી મેજિક સામે વિરાટ ફ્લોપ:કોહલીને આઉટ કરવા ધોનીએ રણનીતિ બનાવી, એવી ફિલ્ડિંગ ગોઠવી કે વિરાટ પેવેલિયન ભેગો; વીડિયો વાઈરલ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચેન્નઈ સુપર કિંગ્સે મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને સિઝનની પહેલી જીત નોંધાવી હતી. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નઈએ દરેક સેશનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેવામાં મહેન્દ્ર સિંહ ધોનીએ વિરાટ કોહલીને આઉટ કરવા માટે ખાસ રણનીતિ બનાવી હતી. જાડેજા કેપ્ટન હોવા છતા ધોનીએ તાત્કાલિક વિરાટ માટે ખાસ ફિલ્ડિંગ ગોઠવી જેના કારણે તે કેચઆઉટ થઈ ગયો હતો.

ધોનીનો માસ્ટર સ્ટ્રોક

મેચ દરમિયાન ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોનીની સમજ અને અનુભવનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું હતું. CSKના ભૂતપૂર્વ કેપ્ટન, જે ઘણીવાર વિકેટકીપર તરીકે સક્રિય રહીને વ્યૂહરચના બનાવે છે, તેણે આ વખતે પણ વિરાટ સામે કંઈક આવું જ કર્યું અને તે સફળ રહ્યા હતા. ધોનીએ RCBના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને આઉટ કરવા માટે મેચ દરમિયાન જ ખાસ ફિલ્ડિંગ ગોઠવી હતી અને તેમાં તે સફળ રહ્યો હતો.

વાસ્તવમાં, ડુપ્લેસિસના આઉટ થયા પછી વિરાટ કોહલી બેટિંગ કરવા પહોંચ્યો હતો. તેણે તિક્ષણા અને મોઈન તરફથી એક-એક બોલ રમી અને એક રન કર્યો હતો. ત્યારપછી મુકેશ ચૌધરી પાંચમી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો અને વિરાટ તેની સામે હતો.

આ દરમિયાન ધોનીએ ફિલ્ડિંગમાં કેટલાક ફેરફારો કર્યા અને ડીપ સ્ક્વેર લેગ પર શિવમ દુબેને રાખ્યો હતો. ત્યારપછી ચૌધરીએ લેગ સાઇડમાં વિરાટ કોહલીના પેડ પાસે લેન્થ બોલ ફેંક્યો, જેના પર વિરાટે પુલ શોટ રમ્યો અને સીધો દુબેના હાથમાં કેચ ગયો હતો. અત્યારે સોશિયલ મીડિયામાં માહીના મેજિકલ ગેમ પ્લાનનો વીડિયો અત્યારે વાઈરલ થઈ રહ્યો છે.

ચેન્નઈની આ સિઝનની પહેલી જીત
CSK માટે શિવમ દુબે અને રોબિન ઉથપ્પાએ 165 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. આ દરમિયાન બંને ખેલાડીઓએ પોતાની ફિફ્ટી પણ ફટકારી હતી. બીજી ઇનિંગમાં તિક્ષણા અને જાડેજાની સ્પિન જોડીએ મળીને 7 વિકેટ લીધી હતી. આના સિવાય અલગ-અલગ ખેલાડીઓએ CSKની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

ચાર વખતની ચેમ્પિયન CSKની દરેક રણનીતિ આક્રમક રહી હતી અને RCBને ગેમમાં કમબેક કરવા લગભગ કોઈપણ તક આપી નહોતી. ચેન્નઈના 217 રનના વિશાળ ટાર્ગેટના જવાબમાં બેંગ્લોરની ટીમ 9 વિકેટના નુકસાને 193 રન જ કરી શકી હતી.

અન્ય સમાચારો પણ છે...