ધોનીએ લીધો 'વિરાટ'નો વારસો!:સ્પાઇડર કેમના કારણે શુભમન નોટઆઉટ જાહેર થતાં ધોની નારાજ, શાર્દૂલે 10 બોલની ઓવર ફેંકતાં કેપ્ટન કૂલ અકળાયો

એક મહિનો પહેલા
  • IPL ફાઇનલમાં ધોનીના સુપરકિંગ્સનો 27 રનથી ભવ્ય વિજય

IPL 2021ની ફાઇનલમાં ચેન્નઈ સુપરકિંગ્સે કોલકાતાને 27 રનથી હરાવીને ટાઈટલ જીતી લીધું છે. આ મેચ દરમિયાન કોલકાતાના ઓપનર્સે વિસ્ફોટક શરૂઆત કરી ચેન્નઈના બોલર્સને મુશ્કેલીમાં મૂક્યા હતા. તેવામાં 10મી ઓવરમાં શુભમનનો કેચ રાયડુએ પકડ્યો હતો, પરંતુ બોલ સ્પાઈડર કેમને ટચ થયા પછી કેચ થયો હોવાથી અમ્પાયર્સે ડેડ બોલ જાહેર કર્યો હતો. તેવામાં વિકેટ માટે તરસી રહેલી ચેન્નઈ સાથે આ ઘટના બન્યા પછી ધોની પણ નારાજ થઈ ગયો હતો. એટલું જ નહીં, નિર્ણાયક મેચની 19મી ઓવરમાં શાર્દૂલે વાઈડ-નોબોલને કારણે 10 બોલ ફેંકવા પડતાં ધોની ગુસ્સે થયો હતો.

રવીન્દ્ર જાડેજાની ઓવરમાં થઈ જોવાજેવી
કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર્સને પાવરપ્લેમાં 3થી વધારે જીવનદાન મળ્યા હોવાથી ચેન્નઈની ટીમ વિકેટ માટે તરસી રહી હતી. તેવામાં મહેન્દ્ર સિંહ ધોનીએ 10મી ઓવર કરવા માટે રવીન્દ્ર જાડેજાને પસંદ કર્યો હતો. જેના ત્રીજા બોલ પર સ્લોગ સ્વિપ મારવા જતાં શુભમન ગિલના બેટ સાથે યોગ્ય સંપર્ક ના થતાં ચેન્નઈના ફિલ્ડિર રાયડુએ કેચ પકડી લીધો હતો, પરંતુ આ બોલ ફંટાઈ જતાં ફિલ્ડ અમ્પયારે સ્પાઈડર કેમ સાથે એનો સંપર્ક થયો છે કે નહીં તેની ચકાસણી કરવા માગ કરી હતી. જેમાં બોલ સ્પાઈડક કેમના વાયર સાથે ટચ થયો હોવાથી બેટરને નોટઆઉટ જાહેર કરાયો હતો. એટલું જ નહીં આને ડેડ બોલ જાહેર કરીને ગિલને વધુ એક તક મળી હતી.

ચેન્નઈના કેપ્ટન ધોની પણ નારાજ
ટાઈટલ મેચમાં વિકેટ માટે તરસી રહેલી ટીમની સાથે આવી ઘટના બનતા ચેન્નઈના કેપ્ટન કૂલ ધોની પણ નારાજ થઈ ગયા હતા. પહેલા તો થર્ડ અમ્પાયરે યોગ્ય નિર્ણય નહોતો આપ્યો ત્યારે તે ફિલ્ડ અમ્પાયર સાથે ચર્ચા કરતો જોવા મળ્યો હતો. આ ચર્ચા દરમિયાન ટીમના અન્ય ખેલાડી પણ સામેલ થયા હતા. તેવામાં જ્યારે અમ્પાયરે આને ડેડ બોલ જાહેર કરી શુભમન ગિલને નોટઆઉટ આપતા ધોની નારાજ થયો હતો.

મેચ દરમિયાન ધોની શાર્દૂલ ઠાકુર પર પણ ભડક્યો
કોલકાતા નાઈટ રાઈડર્સે 18 ઓવર સુધી 145/8નો સ્કોર કર્યો હતો. તેવામાં તેણે 12 બોલમાં 48 રનની જરૂર હતી. ઉલ્લેખનીય છે કે ઈનિંગની નિર્ણયાક ઓવર કરવા માટે શાર્દૂલ ઠાકુરને બોલિંગ આપી હતી. જોકે આ ઓવરમાં તેણે 10 બોલ ફેંક્યા હતા. જેમાં તેણે 3 વાઈડ અને 1 નો બોલ ફેંક્યો હતો. તેની આ ઓવર પૂરી કરતા-કરતા શાર્દૂલની આંખે પાણી આવી ગયા હતા. તેવામાં મહેન્દ્ર સિંહ ધોનીએ પણ પોતાનો શાંત સ્વભાવ જાણે બાજુમાં મૂકીને શાર્દૂલને ગુસ્સામાં ટકોર કરી હતી કે આમ બોલિંગ ના કરી, તું બેઝિક યાદ રાખ અને નોર્મલ બોલ નાંખ.

એક મહિના પહેલાં પણ ધોની બ્રાવો સામે અકળાયો
IPL 2021ના બીજા ફેઝની પહેલા મેચમાં દર્શકોને કંઈક એવું જોવા મળ્યું જે ક્રિકેટના મેદાનમાં બહું ઓછું જોવા મળે છે. તેવામાં એક મહિના પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં કેપ્ટન કુલના નામે ઓળખાતા ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ડ્વેન બ્રાવોની ભૂલના કારણે ખૂબ જ ગુસ્સે થયા હતાં. તે દરમિયાન મુંબઈનો એકમાત્ર બેટર જે સારુ રમી રહ્યો હતો, તેવા સૌરવ તિવારીનો કેચ જ્યારે છુટ્યો ત્યારે ધોનીએ બંને હાથ ફેલાવીને બ્રાવો વિરુદ્ધ પોતાનો ગુસ્સો જાહેર કર્યો. સ્થિતિ એવી બની ગઈ હતી કે બ્રાવો પોતાના કેપ્ટન સામે આંખ મિલાવી જોઈ પણ નહોતો શકતો. ધોની- બ્રાવોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

ધોનીના સુપરકિંગ્સનો 27 રનથી ભવ્ય વિજય
ચેન્નઈ સુપરકિંગ્સે IPL 2021ની ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 27 રનથી હરાવીને ચોથી વાર ટ્રોફી જીતી લીધી છે. ટોસ હાર્યા પછી ચેન્નઈએ 192/3નો સ્કોર કર્યો હતો, જેના જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 165 રન જ કરી શકી હતી, જેથી ચેન્નઈએ 27 રનથી KKRને હરાવી મેચની સાથે ચોથી IPL ટ્રોફી જીતી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...