• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Dhanvarsha Will Be On Both The Finalist Teams Of IPL, The Runner up Team Will Get Increment This Season; Learn Detailed Information

વિજેતા ટીમ બનશે કરોડપતિ:IPLની બંને ફાઇનલિસ્ટ ટીમ પર થશે ધનવર્ષા, ઉપવિજેતા ટીમની પ્રાઇઝ મનીમાં વધારો થયો; જાણો વિગતવાર માહિતી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. લીગ સ્ટેજ પછી 24 મે મંગળવારથી પ્લેઓફ શરૂ થઈ રહી છે. આ સીઝનની ઈનામી રકમની ચર્ચા પણ તેજ થઈ ગઈ છે. જોકે આ વર્ષે વિજેતા ટીમ માટે ગત સીઝન જેટલી જ રકમ નક્કી કરવામાં આવી છે, પરંતુ રનર્સ અપ ટીમને 50 લાખનો ફાયદો થશે. આ સિવાય ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ઇમર્જિંગ પ્લેયર, ડ્રીમ 11 ગેમ ચેન્જર, પાવર પ્લેયર, મોસ્ટ વેલ્યુએબલ સહિત ઘણાં વ્યક્તિગત ઈનામોની રકમમાં પણ 2 લાખ રૂપિયાનો વધારો થઈ શકે છે.

IPL 2022માં આ ટીમોને નુકસાન થશે
ગત સીઝનમાં ત્રીજા સ્થાને અને ચોથા સ્થાને રહેલી ટીમ બંનેને સમાન 8 કરોડ 75 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે આ રકમમાં ઘટાડો થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ વખતે ત્રીજા સ્થાનની ટીમને 7 કરોડ અને ચોથા સ્થાનની ટીમને 6.5 કરોડ મળી શકે છે. ગયા વર્ષે દિલ્હી કેપિટલ્સ ત્રીજા સ્થાને અને આરસીબી ચોથા સ્થાને હતી. આ વખતે આમાંથી માત્ર RCB પ્લેઓફમાં છે, અન્ય બે નવી ટીમો અને એક રાજસ્થાન રોયલ્સ છે જે ગત વખતે પ્લેઓફમાં નહોતી.

IPLની એક સીઝનમાં સૌથી વધુ રન કરનારા ખેલાડીને ઓરેન્જ કેપ તથા સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીને પર્પલ કેપ મળશે.
IPLની એક સીઝનમાં સૌથી વધુ રન કરનારા ખેલાડીને ઓરેન્જ કેપ તથા સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીને પર્પલ કેપ મળશે.

આઈપીએલ 2021માં આ ઈનામી રકમ હતી
IPL 2021ની વાત કરીએ તો વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સને 20 કરોડની રકમ મળી હતી, જ્યારે રનર અપ KKRને 12.5 કરોડની રકમ મળી હતી. જોકે IPL 2022માં રનર અપ ટીમને મળવા પાત્ર રકમ વધારી દેવામાં આવી છે. આ સીઝનથી હવે 12 કરોડ 50 લાખના સ્થાને રનર અપને 13 કરોડ રૂપિયાની રકમ મળશે. આ સિવાય ફાઇનલમાં મેન ઓફ ધ મેચ રહેલા ફાફ ડુ પ્લેસિસને 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ઉપરાંત ઓરેન્જ કેપ, પર્પલ કેપ, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન, મોસ્ટ ઇમર્જિંગ પ્લેયર, પાવર પ્લેયર, કેચ ઓફ ધ સીઝન સહિતના તમામ વ્યક્તિગત અવોર્ડ જીતનારા ખેલાડીઓ પૈકી દરેકને 10 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગની 15મી આવૃત્તિમાં ઘણી રસપ્રદ મેચો જોવા મળી હતી. આમાં ઘણા નવા ખેલાડીઓ પણ ઊભર્યા છે. આઈપીએલમાં ખર્ચવામાં આવેલી રકમને લઈને લીગ હંમેશાં ચર્ચામાં રહે છે. ટીમોને મળેલી ઈનામી રકમ ઉપરાંત બીજા ઘણા અવોર્ડ પણ આપવામાં આવે છે, જેમાં ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ફેર પ્લેનો સમાવેશ થાય છે. ચાલો... આપણે તમામ અવોર્ડ્સ અને એમાં આપવામાં આવતી ઈનામની રકમ પર નજર કરીએ.....

  • IPL ઓરેન્જ કેપ : આ અવોર્ડ તે બેટરને આપવામાં આવે છે, જેણે સમગ્ર IPL સીઝનમાં સૌથી વધુ રન કર્યા હોય.
  • ફેર પ્લે અવોર્ડ (FAIR PLAY AWARD): આ અવોર્ડ એવી ટીમને આપવામાં આવે છે, જે આખી ટૂર્નામેન્ટમાં સારો લય જાળવી રાખ્યો હોય અને કોઈ ફાઉલ પ્લે ન કર્યું હોય.
  • સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન: સમગ્ર IPL ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ ધરાવતા બેટરને આ અવોર્ડ આપવામાં આવે છે.
  • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરઃ આ અવોર્ડ તે ખેલાડીને આપવામાં આવે છે, જેણે સમગ્ર આઈપીએલ સીઝન દરમિયાન બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હોય.
  • IPL પર્પલ કેપઃ આ અવોર્ડનો વિજેતા તે બોલર છે, જેણે સમગ્ર IPL સીઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હોય.
  • સૌથી વધુ છગ્ગા માર્યા હોય એનો અવોર્ડ (મોસ્ટ સિક્સેસ અવોર્ડ): આ અવોર્ડ એવા બેટરને આપવામાં આવે છે, જેણે સીઝન દરમિયાન સૌથી વધુ સિક્સર ફટકારી હોય.
સ્ટેજપ્રાઇઝ મની
(યુએસ ડૉલર)
રકમ રૂપિયામાં
ચેમ્પિયન્સ2.9 મિલિયન20 કરોડ
રનર અપ1.8 મિલિયન13 કરોડ
ત્રીજું સ્થાન1.3 મિલિયન6.5 કરોડ
ચોથું સ્થાન1.3 મિલિયન6.5 કરોડ
વિજેતા ટીમને ટ્રોફીની સાથે 20 કરોડ રૂપિયાની રકમ મળશે.
વિજેતા ટીમને ટ્રોફીની સાથે 20 કરોડ રૂપિયાની રકમ મળશે.

IPL 2022ના અન્ય અવૉર્ડ્સ

અવૉર્ડ્સપ્રાઇઝ મની (રૂ.)
પર્પલ કેપ વિજેતા15 લાખ
ઓરેન્જ કેપ વિજેતા15 લાખ
સીઝનનો સુપર સ્ટ્રાઇકર15 લાખ
ક્રેક ઇટ સક્સેસ ઓફ ધ સીઝન12 લાખ
પાવર પ્લેયર ઓફ ધ સીઝન12 લાખ
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન12 લાખ
ગેમ ચેન્જર ઓફ સીઝન12 લાખ
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન20 લાખ
અન્ય સમાચારો પણ છે...