• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Dhanashree Viral Video In The Match Between Rajasthan And Hyderabad In IPL, Yuzvendra's Wife Caught Everyone's Attention, The Team Was Seen Cheering

ચહલે વિકેટ લેતાં જ ઝૂમી ધનશ્રી, VIDEO:IPLમાં રાજસ્થાન-હૈદરાબાદ વચ્ચેની મેચમાં યુઝવેન્દ્રની પત્નીએ બધાનું ધ્યાન ખેચ્યું, ટીમને ચિયર કરતી જોવા મળી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાન રોયલ્સ-210/6, હૈદરાબાદ-149/7

IPL 2022માં મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે મેચ હતી. રાજસ્થાને આ મેચને 61 રનથી જીતી લીધી હતી. મેચમાં લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 22 રન આપી 3 વિકેટ લીધી. આ દરમિયાન ચહલની પત્ની સ્ટેન્ડમાં બેસીને ટીમ અને પતિને ચિયર કરતી નજરે પડી હતી. ચહલે જેવી વિકેટ લીધી કે ધનશ્રી ઝૂમી ઊઠી હતી, તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયો છે. આ મેચમાં ધનશ્રી આકર્ષણનું કેન્દ્ર બની હતી અને તમામ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.

સમગ્ર મેચ દરમિયાન ધનશ્રી સ્ટેન્ડમાં હાજર રહી હતી અને અલગ અલગ પોઝ આપતી નજરે પડી હતી. તેના ઘણા ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયા છે. આવું પહેલીવાર બન્યું છે કે ચહલ રાજસ્થાન રોયલ્સ તરફથી રમવા માટે મેદાનમાં ઊતર્યો છે. આ પહેલાં ચહલ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો હિસ્સો હતો.

પ્રોફેશનલ ડાન્સર છે ધનશ્રી, યુટ્યૂબ પર લોકપ્રિય છે
ધનશ્રી પ્રોફેશનલ ડાન્સર છે. ડાન્સ રિલેટેડ તેની એક યુટ્યૂબ ચેનલ પણ છે. ધનશ્રી પોતાની ચેનલ પર બોલિવૂડ ગીતને રિક્રેએટ કરે છે. ધનશ્રીએ 2014માં ડીવાઈ પાટીલ ડેન્ટલ કોલેજ નવી મુંબઈમાં અભ્યાસ કર્યો હતો. ચહલ સાથે તેણે 2020માં લગ્ન કર્યા છે.

ચહલે T20માં પોતાની 250 વિકેટ પૂરી કરી
ચહલે આ મેચમાં ત્રણ વિકેટ લેતાંની સાથે જ T20માં 250 વિકેટ પણ પૂરી કરી લીધી છે. ચહલે અભિષેક શર્મા (9), અબ્દુલ સમદ (4) અને રોમારિયો શેફર્ડ (24)ને આઉટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે 2021માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ચહલને તક મળી ન હતી. ત્યાર પછી ટીમ મેનેજમેન્ટની ભારે ટીકા થઈ હતી. ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પણ પહોંચી શકી ન હતી. વર્લ્ડ કપ પછી ચહલને ટીમ ઈન્ડિયામાં ફરી તક મળી, જેમાં તેનું પ્રદર્શન સારું રહ્યું.

રાજસ્થાન રોયલ્સની શાનદાર જીત:211 રન ચેઝ કરી રહેલી SRH ટીમના ટોપ-4 બેટર્સ ડબલ ડિજિટનો સ્કોર પણ ન કરી શક્યા; ચહલે 3 વિકેટ ઝડપી

અન્ય સમાચારો પણ છે...