દિલ્હીએ પંજાબને 6 વિકેટે માત આપી:DC બીજી જીત સાથે પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબરે, ધવન 8 રન માટે સદી ચૂક્યો, રાહુલ-મયંકની ફિફટી પાણીમાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધવને 92 રનની ઇનિંગ્સ દરમિયાન 13 ફોર અને 2 સિક્સ મારી. - Divya Bhaskar
ધવને 92 રનની ઇનિંગ્સ દરમિયાન 13 ફોર અને 2 સિક્સ મારી.

દિલ્હી કેપિટલ્સની ટીમે IPL 2021ની 11મી મેચમાં પંજાબ કિંગ્સ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 196 રનનો પીછો કરતાં 18.2 ઓવરમાં 4 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો. આ મેચ જીતીને દિલ્હીની ટીમ 3 મેચમાં 4 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબરે આવી ગઈ છે. 3 મેચમાં 6 પોઈન્ટ્સ સાથે બેંગલોરની ટીમ ટોપ પર છે.

દિલ્હી માટે રનચેઝમાં શિખર ધવને સર્વાધિક 92 રન બનાવ્યા હતા. તેણે 49 બોલની ઇનિંગ્સ દરમિયાન 13 ફોર અને 2 સિક્સ મારી હતી. તે સિવાય પૃથ્વી શોએ પણ ટીમને આક્રમક શરૂઆત અપાવતા 17 બોલમાં 32 રન બનાવ્યા હતા. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

ધવન 8 રન માટે સદી ચૂક્યો
શિખર ધવને પોતાના IPL કરિયરની 43મી ફિફટી ફટકારતાં 49 બોલમાં 13 ફોર અને 2 સિક્સની મદદથી 92 રન બનાવ્યા હતા. તે રિચાર્ડસનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. અગાઉ પૃથ્વી શો અર્શદીપ સિંહની બોલિંગમાં સ્કવેર લેગ પર ક્રિસ ગેલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 17 બોલમાં 2 ફોર અને 3 સિક્સની મદદથી 32 રન કર્યા હતા. તે પછી સ્ટીવ સ્મિથ 9 રને મેરેડીથની બોલિંગમાં રિચાર્ડસન દ્વારા કેચ આઉટ થયો હતો.

પંજાબે 196 રનનો ટાર્ગેટ આપ્યો
પંજાબ કિંગ્સે IPL 2021ની 11મી મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં 4 વિકેટે 195 રન કર્યા છે. પંજાબ માટે મયંક અગ્રવાલે 69 અને લોકેશ રાહુલે 61 રન બનાવ્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન 25 રનનો આંક વટાવી શક્યો નહોતો. દિલ્હી માટે ક્રિસ વોક્સ, લૂકમેન મેરીવાલા, કગીસો રબાડા અને આવેશ ખાને 1-1 વિકેટ લીધી. ​​​​​​

વિન્ડીઝના બંને બેટ્સમેન ફ્લોપ રહ્યા
ક્રિસ ગેલ 9 બોલમાં 11 રન કરીને આઉટ થયો હતો. ક્રિસ વોક્સની બોલિંગમાં સબ્સ્ટિટયૂટ રીપલ પટેલે તેનો કેચ કર્યો હતો. જ્યારે નિકોલસ પૂરન 8 બોલમાં 9 રન જ બનાવી શક્યો હતો. તે આવેશ ખાનની બોલિંગમાં રબાડા દ્વારા કેચ આઉટ થયો હતો. વિન્ડીઝના બંને હીટર્સ કોઈ પ્રભાવ પાડી શક્યા નહોતા.

મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી.
મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી.

બર્થડે બોય રાહુલની ફિફટી
બર્થડે બોય લોકેશ રાહુલે લીગમાં પોતાની 23મી ફિફટી ફટકારતાં 51 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 61 રન કર્યા હતા. તે કગીસો રબાડાની બોલિંગમાં માર્કસ સ્ટોઈનિસ દ્વારા કેચ આઉટ થયો હતો.

કેચ ડ્રોપ: લોકેશ રાહુલ 50 રને રમી રહ્યો હતો ત્યારે આવેશ ખાનની બોલિંગમાં એક્સ્ટ્રા કવર પર માર્કસ સ્ટોઈનિસે તેનો સરળ કેચ છોડ્યો હતો.

મેરીવાલાની પ્રથમ વિકેટ બન્યો મયંક
મયંક અગ્રવાલે પોતાના IPL કરિયરની આઠમી ફિફટી ફટકારતાં 36 બોલમાં 7 ફોર અને 4 સિક્સની મદદથી 69 રન કર્યા હતા. તે લૂકમેન મેરીવાલાની બોલિંગમાં શિખર ધવનના હાથે કેચ આઉટ થયો હતો. આ લૂકમેનની લીગમાં પહેલી વિકેટ લીધી હતી .

ડેબ્યુ મેચની પ્રથમ ઓવરમાં લૂકમેન મેરીવાલાએ 20 રન આપ્યા છે.

કેચ ડ્રોપ: લોકેશ રાહુલ 9 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે લૂકમેન મેરીવાલાની બોલિંગમાં પોઇન્ટ પર સ્મિથે તેનો કેચ છોડ્યો હતો.

દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ લીધી
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે IPL 2021ની 11મી મેચમાં પંજાબ કિંગ્સ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીએ પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. અજિંક્ય રહાણે અને ટોમ કરનની જગ્યાએ સ્ટીવ સ્મિથ અને લૂકમેન મેરીવાલા રમી રહ્યા છે. વડોદરાના ફાસ્ટ બોલર મેરીવાલાનું આ IPLમાં ડેબ્યુ છે. જ્યારે પંજાબની ટીમમાં લેગ સ્પિનર મુરુગન અશ્વિનની જગ્યાએ જલજ સક્સેના રમી રહ્યો છે.

પંજાબ કિંગ્સની પ્લેઈંગ-11: લોકેશ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, દિપક હુડા, શાહરુખ ખાન, ઝે. રિચાર્ડસન, જલજ સક્સેના, મોહમ્મદ શમી, રિલે મેરેડીથ અને અર્શદીપ સિંહ

દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ-11: પૃથ્વી શો, શિખર ધવન, સ્ટીવ સ્મિથ, ઋષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, ક્રિસ વોક્સ, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, લલિત યાદવ, લૂકમેન મેરીવાલા અને આવેશ ખાન

અન્ય સમાચારો પણ છે...