• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Delhi Captain Rishabh Pant Very Unhappy With The Team's Defeat; After The Match He Said That We Will Play As A Stronger Team Next Year

હારનું દુ:ખ:દિલ્હીના કેપ્ટન રીષભ પંત ટીમની હારથી ખૂબ જ નાખુશ; મેચ બાદ કહ્યું આવતા વર્ષે વધુ મજબૂત ટીમ બનીને રમીશું

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
રિષભ પંત (ફોટો-iplt20.com) - Divya Bhaskar
રિષભ પંત (ફોટો-iplt20.com)

કોલકાતા નાઈટ રાઈડર્સ KKR વિરુદ્ધ ખૂબ જ રસાકસીભરી મેચમાં જીતની એકદમ નજીક પહોંચીને હારનો સામનો કરનારી દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રીષભ પંતે આશા જતાવી છે કે ટીમ આવતા વર્ષે મજબૂતાઈથી કમબેક કરશે. પૂરી સિઝનમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કરીને ટોપ 2માં રહેલી દિલ્હીને ક્લોલિફાયર-2માં બુધવારે KKRએ 3 વિકેટથી હરાવી દીધું. KKRને 136 રનોનો તદ્દન સરળ ટાર્ગેટ આપ્યા બાદ પણ બોલરોએ દિલ્હીને મેચમાં પાછી લાવી હતી પરંતુ દિલ્હીએનો ફાયદો ન ઉઠાવી શકી.

હાર બાદ ભાવુક થયો રીષભ પંત
છેલ્લા બે બોલમાં KKRને 6 રનની જરુર હતી અને દિલ્હીનો બોલર રવિચંદ્રન અશ્વિન હેટ્રિક પર હતો, પરંતુ રાહુલ ત્રિપાઠીએ છગ્ગો લગાવીને KKRને જીત અપાવી દીધી. રીષભ પંતે કહ્યું મેચ બાદ કશું નથી બદલાઈ શકાતું. અમે છેલ્લા સમય સુધી મેચમાં બની રહેવા માગતા હતાં. બોલરો અમને મેચમાં પરત લાવ્યાં અને મીડલ ઓવરોમાં શાનદાર બોલિંગ કરી. બેટર સ્ટ્રાઈક રોટેટ કરવામાં નિષ્ફળ રહ્યાં. અમે સમગ્ર ટૂર્નામેન્ટમાં સારુ પ્રદર્શન કર્યું અને એકબીજાનો સાથ આપ્યો. આવનારા વર્ષોમાં વધુ સારું પ્રદર્શન કરીશું.

ફેન્સને આશ્વાસન આપ્યું
દિલ્હીના યુવા કેપ્ટન રીષભ પંત આ હાર પછી ખૂબ જ નિરાશ દેખાયો. સવાલોના જવાબ આપતા સમયે તેના ચહેરા પર દુ:ખ નજરે આવી શકતું હતું. રીષભ પંતે પોતાના ફેન્સને વાયદો આપ્યો કે આવતા વર્ષે વધુ મજબૂતાઈથી કમબેક કરીશું. રીષભ પંતે આગળ કહ્યું જો તમે મને પૂછશો કે હું કેવું અનુભવી રહ્યો છું તો તેનો મારી પાસે કોઈ જવાબ નથી. 6 વિકેટ પડ્યા પછી મને વિશ્વાસ હતો કે અમે મેચને આગળ લઈ જઈશું, પરંતુ અમે તે ન કરી શક્યાં. KKRએ મીડલ ઓવર્સમાં સારી બોલિંગ કરી અને અમે સ્ટ્રાઈક રોટેટ ન કરી શક્યા. આ સિઝનમાં અમે સારી ક્રિકેટ રમી.

રાહુલ ત્રિપાઠીએ છગ્ગો મારીને મેચને પૂરી કરી
આવેશ ખાને 17મી ઓવરમાં શુભમન ગીલને આઉટ કર્યો અને બે રન આપ્યાં. પછી 18મી ઓવરમાં કગિસો રબાડાએ દિનેશ કાર્તિકને શૂન્ય રન પર આઉટ કર્યો અને એક રન આપ્યો. અને એના પછીની બોલિંગમાં નોર્ત્યાએ કેપ્ટન મોર્ગનને આઉટ કરીને મેચમાં રસાકસી લાવી દીધી. છેલ્લી ઓવર અશ્વિને નાખી તેણે શાકિબ અને નરેનને આઉટ કરીને હેટ્રિકની તક ઉભી કરી પરંતુ રાહુલે છગ્ગો મારીને દિલ્હી પાસેથી જીત છીનવી લીધી.

અન્ય સમાચારો પણ છે...