તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 શરૂ થાય એ પહેલાં દિલ્હી કેપિટલ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હીની ટીમ સાથે જોડાયેલા સૂત્રએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું હતું કે "અક્ષર અત્યારે આઇસોલેશનમાં છે અને પ્રોટોકોલ્સનું પાલન કરી રહ્યો છે."
ઉલ્લેખનીય છે કે અક્ષર પટેલ પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સનો નીતીશ રાણા અને વાનખેડે સ્ટેડિયમના 8 ગ્રાઉન્ડ્સમેન પણ સંક્રમિત થયા હતા. આમ, ઇન્ડિયન પ્રીમિયર લીગ ધીરે-ધીરે કોરોના પ્રીમિયર લીગ બનવા તરફ આગળ વધી રહી છે. મુંબઈ ખાતે 10-25 એપ્રિલ દરમિયાન દિલ્હી કેપ્ટિલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પોતાની લીગ મેચીસ રમશે.
વાનખેડે સ્ટેડિયમ ખાતેના 8 ગ્રાઉન્ડ્સમેન પોઝિટિવ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતેના 8 ગ્રાઉન્ડસ્ટાફ મેમ્બર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વાનખેડે ખાતે કુલ 19 ગ્રાઉન્ડસ્ટાફ મેમ્બર્સ છે, જેમનો ગયા અઠવાડિયે RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેમાંથી 26 માર્ચના રોજ 3નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 1 એપ્રિલે અન્ય 5 પણ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. વાનખેડે ખાતે 10થી 25 એપ્રિલ દરમિયાન કુલ 10 લીગ મેચીસ રમાવાની છે.
મુંબઈ ક્રિકેટ એસોસિયેશન ગ્રાઉન્ડસ્ટાફ રિપ્લેસ કરશે
ધ હિન્દુમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, મુંબઈ ક્રિકેટ એસોસિયેશન બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સના શરદ પવાર એકેડમી અને કાંદિવલીના સચિન તેંડુલકર જિમખાના મેમ્બર્સને વાનખેડે બોલાવી હાલના સ્ટાફ સાથે રિપ્લેસ કરી શકે છે. જોકે એ પણ જોવાનું રહેશે કે BCCI આ મામલે શું પગલાં લે છે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે 47 હજાર+ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના 47, 913 કેસ નોંધાયા હતા. 481 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 29.04 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 24.57 લાખ લોકો સાજા થયા, જ્યારે 55,379 મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ 90 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે, જોકે તેમ છતાં BCCI મુંબઈમાં દર્શકો વગર IPLની મેચો રમાડવા માટે મક્કમ છે.
KKRનો નીતીશ રાણા પોઝિટિવ આવ્યો હતો
કોલકાતા નાઈટ રાઈડર્સનો બેટ્સમેન નીતીશ રાણા કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ અંગે KKR તરફથી કહેવાયું હતું કે રાણા 22 માર્ચના રોજ પોઝિટિવ આવ્યો હતો. અમુક દિવસ આઈસોલેશનમાં રહ્યા પછી તેનો રિપોર્ટ 1 એપ્રિલના રોજ નેગેટિવ આવ્યો હતો. IPLની 14મી સીઝન 9 એપ્રિલથી શરૂ થાય છે. ફાઈનલ 30 મેના રોજ થશે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ(MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)ની વચ્ચે રમાવાની છે. KKRની પ્રથમ મેચ 11 એપ્રિલ સનરાઈઝર્સ હૈદરાબાદની સાથે છે.
પ્લેયર્સનું GPS ટેગિંગ કરાશે
BCCIએ કોવિડ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં તમામ ખેલાડીઓ બાયો બબલમાં રહીને આખી સીઝન રમી શકે એવી વ્યવસ્થા કરાઈ છે. કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન થાય એ માટે GPS ડિવાઈઝની સહાયતા લેવામાં આવી છે. બાયો બબલનું ઉલ્લંઘન ન થાય એ માટે પ્રત્યેકની ટીમમાં 4-4 કોરોના અધિકારીઓની ટુકડી આપવામાં આવી છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.