ચેન્નાઈની સામે ગુજરાત જ કિંગ:CSKને રોમાંચક મેચમાં 5 વિકેટે પરાજય આપ્યો; GTએ IPLમાં સતત ત્રીજી મેચમાં ધોની બ્રિગેડને હરાવી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન આજથી શરૂ થઈ રહી છે. પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાઈ ગઈ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સને 179 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ગુજરાતે 19.2 ઓવરમાં 5 વિકેટના નુક્સાને ચેઝ કરી લીધો હતો. ગુજરાતની આ જીતના હીરો શુભમન ગિલ, વિજય શંકર, રાશિદ ખાન અને મોહમ્મદ શમી રહ્યા છે. ચેન્નાઈએ આપેલા 179 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ગુજરાતની શરૂઆત ખરાબ રહી હતી. ડેબ્યૂ મેચ રમી રહેલા રાજવર્ધન હાંગરગેકરે સાહાને આઉટ કર્યો હતો. આ પછી ગિલ અને ઇમ્પેક્ટ પ્લેયર સુદર્શને ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે 35 બોલમાં 53 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ દરમિયાન શુભમન ગિલે IPL કરિયરની 15મી ફિફ્ટી ફટકારી હતી. તે ખરા સમયે આઉટ થયો હતો. તેણે શાનદાર 36 બોલમાં 63 રન બનાવ્યા હતા. જોકે આ પછી વિજય શંકરે ટીમને જીતની નજીક પહોચાડી હતી, અને અંતે રાશિદ ખાને એક જ ઓવરમાં એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારીને ટીમને જિતાડી દીધી હતી. રાશિદે 3 બોલમાં 10* રન કર્યા હતા. CSK તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલા રાજવર્ધન હાંગરગેકરે 3 વિકેટ ઝડપી હતી, તો રવીન્દ્ર જાડેજા અને તુષાર દેશપાંડેને 1-1 વિકેટ મળી હતી.

આવી રીતે પડી ગુજરાત ટાઇટન્સની વિકેટ...

પહેલી: હાંગરગેકરે સાહાને આઉટ કર્યો હતો. સાહાથી એડ્જ વાગતા બોલ થર્ડમેન પાસે ગયો હતો, જ્યાં ઊભેલા શિવમ દુબેએ કેચ કર્યો હતો.

બીજી: હાંગરગેકરે સાંઈ સુદર્શનને આઉટ કર્યો હતો. ઑફ સ્ટમ્પની બહાર બોલ નાખ્યો હતો, જેને સુદર્શન કટ શોટ મારવા ગયો હતો, પણ એડ્જ વાગતા વિકેટકીપર ધોનીએ કેચ કરી લીધો હતો.

ત્રીજી: રવીન્દ્ર જાડેજાએ આર્મ બોલ નાખ્યો હતો, જેને હાર્દિક સ્વિપ શોટ મારવા ગયો હતો, જે બોલ સીધો રહેતા હાર્દિક બોલ્ડ થયો હતો.

ચોથી: તુષાર પાંડેએ નાખેલા બોલ પર ગિલ પુલ શોટ મારવા ગયો હતો, પણ ટાઇમિંગ ના હોવાના કારણે મિડ વિકેટ પર ઊભેલા રૂતુરાજે આસાન કેચ કર્યો હતો.

પાંચમી: રાજવર્ધને ત્રીજી વિકેટ લેતા વિજય શંકરને આઉટ કર્યો હતો. તેણે સ્લોઅર બોલ નાખ્યો હતો, જેમાં ટાઇમિંગ ના હોવાના કારણે બોલ મિડ-ઑફ પર ગયો હતો, અને મિચેલ સેન્ટરને કેચ કર્યો હતો.

ડેબ્યૂ મેચમાં રાજવર્ધને 3 વિકેટ ઝડપી.
ડેબ્યૂ મેચમાં રાજવર્ધને 3 વિકેટ ઝડપી.

ચેન્નાઈ સુપર કિંગ્સની ઇનિંગ...
ચેન્નાઈ સુપર કિંગ્સે નિર્ધારિત ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા છે. રૂતુરાજ ગાયકવાડ સદી ચૂક્યો હતો. તેણે 184ની સ્ટ્રાઈક રેટથી 50 બોલમાં 92 રન ફટકાર્યા હતા. મોઈન અલીએ 23 રન કર્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ 7 બોલમાં 14* રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાન, મોહમ્મદ શમી અને અલ્ઝારી જોસેફે 2-2 વિકેટ લીધી હતી, તો જોશુઆ લિટલને 1 વિકેટ મળી હતી.

તુષાર દેશપાંડે ઇમ્પેક્ટ પ્લેયર, IPLમાં પહેલો ઇમ્પેક્ટ પ્લેયર બન્યો
બીજી ઇનિંગ શરૂ થતાં જ CSKએ ઇમ્પેક્ટ પ્લેયર રૂલનો ઉપયોગ કર્યો હતો. ટીમ અંબાતી રાયડુની જગ્યાએ તુષાર દેશપાંડેને ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ હેઠળ પ્લેઇંગ-11માં જગ્યા આપી હતી.

શું છે ઇમ્પેક્ટ પ્લેયર રૂલ...
ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ હેઠળ, ટીમ પ્લેઇંગ-11માં કોઈપણ એક ખેલાડીને IPL મેચ વચ્ચે બેન્ચ પર બેઠેલા ખેલાડી સાથે બદલી શકશે. ટીમે ટૉસ પછી પ્લેઇંગ-11 સાથે 4-4 સબસ્ટિટ્યૂટ ખેલાડીઓનાં નામ પણ આપવા પડશે. આ 4માંથી કોઈપણ એક મેચની વચ્ચે પ્લેઇંગ-11માં સામેલ ખેલાડીને રિપ્લેસ કરી શકશે.

આ નિયમનો ઉપયોગ બન્ને ઇનિંગમાં એકથી 14 ઓવરની વચ્ચે થઈ શકે છે. એક ટીમ આખી મેચમાં માત્ર એક જ વાર પ્લેયર રિપ્લેસમેન્ટ નિયમનો ઉપયોગ કરી શકશે. જો તે ઇચ્છે તો પહેલી ઇનિંગની 14 ઓવર સુધી અથવા બીજી ઇનિંગની 14મી ઓવર સુધી રિપ્લેસમેન્ટ લઈ શકે છે.

આવી રીતે પડી ચેન્નાઈ સુપર કિંગ્સની વિકેટ...

પહેલી: ઇનિંગની ત્રીજી ઓવરના બીજા બોલે જ શમી ત્રાટક્યો હતો અને કોનવેને બોલ્ડ કર્યો હતો.

બીજી: રાશિદની બોલિંગમાં મોઈન અલી કૉટ બિહાઇન્ડ આઉટ થયો હતો.

ત્રીજી: રાશિદ 7.4 ઓવરે બેન સ્ટોક્સને પણ કૉટ બિહાઇન્ડ આઉટ કર્યો હતો.

ચોથી: જોશુઆ લિટલે અંબાતી રાયડુને બોલ્ડ કર્યો હતો. આ સાથે જ તેણે IPLમાં પહેલી સફળતા મેળવી હતી.

પાંચમી: રૂતુરાજ 92 રને આઉટ થયો હતો. તેની વિકેટ અલ્ઝારી જોસેફે લીધી હતી.

છઠ્ઠી: અલ્ઝારી જોસેફે રવીન્દ્ર જાડેજાને આઉટ કર્યો હતો.

સાતમી: મોહમ્મદ શમીએ બીજી સફળતા મેળવતા શિવમ દુબેને આઉટ કર્યો હતો.

ઇમ્પેક્ટ પ્લેયર સાંઈ સુદર્શને 22 રન બનાવ્યા હતા.
ઇમ્પેક્ટ પ્લેયર સાંઈ સુદર્શને 22 રન બનાવ્યા હતા.
ધોનીએ છેલ્લી ઓવરમાં શાનદાર સિક્સર ફટકારી હતી. તેમણે લિટલની ઓવરમાં 13 રન બનાવ્યા હતા.
ધોનીએ છેલ્લી ઓવરમાં શાનદાર સિક્સર ફટકારી હતી. તેમણે લિટલની ઓવરમાં 13 રન બનાવ્યા હતા.
રાશિદ ખાને મોઈન અલી અને બેન સ્ટોક્સને આઉટ કર્યા હતા.
રાશિદ ખાને મોઈન અલી અને બેન સ્ટોક્સને આઉટ કર્યા હતા.
ડેવોન કોનવેને શમીએ બોલ્ડ કર્યો હતો.
ડેવોન કોનવેને શમીએ બોલ્ડ કર્યો હતો.
જોશુઆ લિટલ IPLમાં રમનાર પ્રથમ આઇરિશ ખેલાડી બન્યો.
જોશુઆ લિટલ IPLમાં રમનાર પ્રથમ આઇરિશ ખેલાડી બન્યો.
ગુજરાત ટાઇટન્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી.
ગુજરાત ટાઇટન્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી.

હાંગરગેકર IPLમાં ડેબ્યૂ કરશે ઓલરાઉન્ડર રાજવર્ધન હાંગરગેકર IPLમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. જ્યારે બેન સ્ટોક્સ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી પ્રથમ મેચ રમી રહ્યો છે. ટીમમાં વિદેશી ખેલાડીઓ તરીકે મોઈલ અલી, બેન સ્ટોક્સ, ડેવોન કોનવે અને મિચેલ સેન્ટનરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટીમ તરફથી બેન સ્ટોક્સ અને રાજવર્ધન હાંગરેકર ડેબ્યૂ કરી રહ્યા છે. તો ગુજરાત તરફથી આયરિશ પ્લેયર જોશુઆ લિટલે ડેબ્યૂ કર્યું છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ચેન્નાઈ સુપર કિંગ્સની (CSK): મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), ડેવોન કોનવે, રૂતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર, દીપક ચહર, રાજવર્ધન હાંગરગેકર.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: અજિંક્ય રહાણે, પ્રશાંત સોલંકી, તુષાર દેશપાંડે, સિમરજીત સિંહ.

ગુજરાત ટાઇટન્સ (GT): હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધીમાન સહા (વિકેટકીપર), શુભમન ગિલ, કેન વિલિયમસન, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, યશ દયાલ અને અલ્ઝારી જોસેફ.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: કે.એસ. ભરત, શિવમ માવી, મોહિત શર્મા, અભિનવ મનોહર.

નાટુ-નાટુ સોંગ પર પરફોર્મન્સ આપ્યું
સમારોહ જોવા માટે લગભગ 1.15 લાખ દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા છે. મંદિરા બેદી આ શોને હોસ્ટ કરી રહી હતી.

અભિનેત્રી રશ્મિકા મંદાનાએ શ્રીવલ્લી, નાટુ-નાટુ અને ધોલીડા જેવા ગીતો પર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. ત્યાર બાદ અભિનેત્રી તમન્ના ભાટિયાએ તુને મારી એન્ટ્રીયાં અને છોગાડા તારા જેવા ગીતો પર 5 મિનિટ સુધી ડાન્સ કર્યો હતો.

સમારોહની શરૂઆત અરિજીતના પરફોર્મન્સથી થઈ
ઓપનિંગ સેરેમનીની શરૂઆત બોલિવૂડ સિંગર અરિજીત સિંહના પરફોર્મન્સથી થઈ છે. તેણે કેસરિયા, લેહરા દો, અપના બના લે, ઝૂમે જો પઠાણ, ચડ્યા ઇશ્ક કા ભૂત અને શુભનલ્લાહ જેવા ગીતો પર પરફોર્મ કર્યું છે.

ઓપનિંગ સેરેમનીની મોમેન્ટ્સ જુઓ...

ઓપનિંગ સેરેમની વખતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો ડ્રોન નજારો.
ઓપનિંગ સેરેમની વખતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો ડ્રોન નજારો.
સ્ટેડિયમમાં CSKના ચાહકો જ જોવા મળી રહ્યા છે.
સ્ટેડિયમમાં CSKના ચાહકો જ જોવા મળી રહ્યા છે.