ક્રિકેટના સ્પાઇડર મેનનો બર્થ ડે:DCની ટીમે કેપ્ટન રિષભ પંતના બર્થડે પર ભવ્ય ઉજવણી કરી, 24 વર્ષનો પંત ચોકલેટ કેકમાં રંગાયો

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPLમાં સોમવારે ટેબલ ટોપર્સ ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. જેમાં દિલ્હીએ છેલ્લી ઓવરમાં 3 વિકેટથી મેચ જીતી લીધી હતી. IPLમાં દિલ્હીની ચેન્નઈ સામે સતત ચોથી જીત રહી હતી. IPL-13માં પણ સુપર કિંગ્સ વિરૂદ્ધ દિલ્હીએ બંને મેચ જીતી હતી. વળી ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટર અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે સોમવારે પોતાનો 24મો જન્મદિવસ ઉજવ્યો હતો.

દિલ્હી કેપિટલ્સે સોમવારે IPL 2021ની 50મી મેચને ચેન્નઈ સુપરકિંગ્સને 2 બોલ પહેલા 3 વિકેટથી હરાવી જીતી લીધી હતી. ઉલ્લેખનીય છે કે રિષભ પંતનો જન્મ દિવસ પણ ત્યારે જ હતો.

DCની ટીમે પોતાના કેપ્ટન રિષભ પંતના જન્મદિવસે ભવ્ય ઉજવણી કરી હતી.

દુબઈમાં રમાયેલી મેચમાં CSKએ પહેલા બેટિંગ કરી અને 20 ઓવરમાં 5 વિકેટે 136 રન કર્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ 19.4 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી મેચ 3 વિકેટથી જીતી લીધી હતી. રબાડાએ બ્રાવોના બોલ પર ચોગ્ગો મારી ટીમને જીતાડી હતી.

અશ્વિન સાથે બર્થડેની ઉજવણી કરતા નજરે પડ્યો દિલ્હીનો કેપ્ટન રિષભ પંત. સોમવારે ચેન્નઈને હરાવી દિલ્હીની ટીમ ફરીથી પોઇન્ટ ટેબલમાં નંબર-1 પર પહોંચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...