• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • DC Captain Rishabh Pant Decided To Bat Before Winning The Toss; Chennai Could Spoil The Game To Reach Delhi's Playoffs

CSKએ DCને કચડ્યું:દિલ્હી સામે ચેન્નઈની 91 રને શાનદાર જીત; મોઈન અલીએ 3 વિકેટ ઝડપી

12 દિવસ પહેલા

IPLની 55મી મેચમાં ચેન્નઈની ટીમે દિલ્હી સામે શાનદાર 91 રને જીત મેળવી છે. ચેન્નઈએ દિલ્હીને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ચેઝ કરતા દિલ્હી માત્ર 117 રને સમેટાઈ ગઈ. ચેન્નઈની જીતમાં બોલરોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો જેમાં મોઈન અલીએ 3 વિકેટ તેમજ મુકેશ ચૌધરી, સીમરજીત સિંઘ, બ્રાવોએ 2-2 વિકેટ ઝડપી હતી. મેચનો લાઈવ સ્કોર જોવા અહીં ક્લીક કરો.

CSK તરફથી ડેવોન કોનવેએ સૌથી વધુ રન બનાવ્યા હતા. ચેન્નઈના આ બેટ્સમેને 49 બોલમાં 87 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતાં. તે જ સમયે, રુતુરાજ ગાયકવાડે 33 બોલમાં 41 રન બનાવ્યા હતા. મિડલ ઓર્ડરમાં શિવમ દુબેએ પણ આક્રમક ઈનિંગ રમતા માત્ર 19 બોલમાં 32 રન બનાવ્યા.

છેલ્લી ઓવરમાં ધોનીએ પણ હાથ ખોલ્યાં અને માહીએ માત્ર 8 બોલમાં 21 રનની ઇનિંગ રમી. દિલ્હી તરફથી ખલીલ અહેમદે સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ ઝડપી છે.

બંને ટીમોની પ્લેઈંગ-11
ચેન્નઈ સુપર કિંગ્સ
ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, મહેન્દ્ર સિંહ ધોની, ડેવોન કોનવે, મોઈન અલી, શિવમ દુબે, સિમરજીત સિંહ, ડ્વેન પ્રિટોરિયસ, મહેશ તિક્ષાના, મુકેશ ચૌધરી

દિલ્હી કેપિટલ્સ
શ્રીકર ભરત, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, રિષભ પંત, રોવમેન પોવેલ, અક્ષર પટેલ, રિપલ પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, એનરિક નોર્ત્યા, ખલીલ અહેમદ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...