તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • CSK's 2 Other Staff Infected Including CSK Bowling Coach, One Punjab Kings Player Also Infected; The Next 24 Hours Will Be Crucial

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લક્ષ્મીપતિ બાલાજી 'ફોલ્સ કોરોના પોઝિટિવ!':CSKના સ્ટાફનો રિપોર્ટ 'ફોલ્સ પોઝિટિવ' હોવાના મીડિયાના અહેવાલ, પંજાબ કિંગ્સમાં પણ એક ખેલાડી સંક્રમિત

14 દિવસ પહેલા
CSKના બોલિંગ કોચ બાલાજી અને ધોનીની ફાઈલ તસવીર

IPL 2021 સીઝન પર સંકટના વાદળો છવાઈ ગયા છે. સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સના 2 ખેલાડી વરૂણ ચક્રવર્તી અને સંદીપ વૉરિયર પોઝિટિવ આવ્યા હતા. રવિવારના રોજ 3 ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેના કારણે સોમવારે સવારે CSKનાં સ્ટાફ મેમ્બરે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો, જે નેગેટિવ આવ્યો છે. ચેન્નઈની ટીમ ફોલ્સ પોઝિટિવ હોવાની વાત મીડિયા રિપોર્ટસમાં કરવામાં આવી રહી છે. આ અંગે સત્તાવાર સમર્થન હજુ સુધી આવ્યું નથી.

કોરોના મહામારીનો પ્રકોપ હવે IPLમાં પણ જોવા મળી રહ્યો છે. કોલકાતાના 2 ખેલાડી વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોવિડ પોઝિટવ આવ્યા હતા. જેના પરિણામે RCB અને KKR વચ્ચે સોમવારે જે મેચ યોજાવાની હતી એણે હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મેચ 30 મેના રોજ રમાઈ શકે છે. આની સાથે ચેન્નઈના કેટલાક સ્ટાફ મેમ્બર પણ કોરોના સંક્રમિત હોવાની વાત સામે આવી હતી. તથા પંજાબ કિંગ્સની ટીમનો એક ખેલાડી પણ કોરોના સંક્રમિત થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

ચેન્નઈના સ્ટાફનો રેપિડ ટેસ્ટ નેગેટિવ- મીડિયાના અહેવાલો પ્રમાણે
જેમાં CSKના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી, CEO કાશી વિશ્વનાથન અને બસ ક્લીનરના નામ સામેલ હતા. મીડિયાના અહેવાલોના આધારે ચેન્નઈના આ સ્ટાફ મેમ્બરે રવિવારે રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો, જેથી આ તમામ સ્ટાફના મેમ્બર દ્વારા સોમવારે ફરી રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવતા ટીમ મેનેજમેન્ટે રાહતના શ્વાસ લીધા હતા. પરંતુ ચેન્નઈની ટીમને IPLના કોવિડ પ્રોટોકોલનું પણ પાલન કરવું પડશે.

DDCAનાં ગ્રાઉન્ડ અધિકારીઓ અંગે માહિતી
BCCIના વિશ્વસનીય સૂત્રોના આધારે ચેન્નઈના ત્રણેય સ્ટાફ મેમ્બરના ફોલ્સ પોઝિટિવ કેસ હતા. દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના 5 ગ્રાઉન્ડ્સમેન જે કોરોના સંક્રમિત થયા છે. જોકે, દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રોહન જેટલીએ કહ્યું હતું કે " પોઝિટિવ આવેલા કર્મચારીઓમાંથી કોઈપણ અત્યારે ગ્રાઉન્ડ પર ફરજ બજાવી રહ્યું નહોતું.

ટૂર્નામેન્ટ અંગે બેઠક યોજાશે
બાયો-બબલને વધુ કડક અને સુરક્ષિત કેવી રીતે કરાશે એ અંગે પણ નિર્ણય લેવાશે. ખેલાડીઓને ટ્રાવેલથી બચાવવા કોઈપણ 2 શહેરોમાં મેચનું આયોજન પણ થઈ શકે છે. આ અંગે બેઠકમાં ચર્ચા વિચારણા થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો ટૂર્નામેન્ટને સ્થગિત નહીં કરાય તો એની તારીખને આગળ વધારવામાં આવી શકે છે.

કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ઈંગ્લિશ ખેલાડી ભારત છોડશે
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઈંગ્લેન્ડના એક પૂર્વ ખેલાડી અત્યારે IPLમાં કોમેન્ટ્રી કરી રહ્યા હતા, જે આ પરિસ્થિતિના પરિણામે પોતાના વતન પરત ફરી શકે છે. જોકે એમનું નામ હજુ સુધી જાણવા મળ્યું નથી. તેઓ UAEમાં ટ્રાવેલ કરીને ત્યાંથી ઈંગ્લેન્ડ પહોંચવાની યોજના બનાવી રહ્યા છે. ઈંગ્લેન્ડ પરત ફરતા પહેલા તે 15 દિવસ દુબઈમાં ક્વોરન્ટીન રહેશે ત્યાર પછી ઈંગ્લેન્ડ પરત ફરશે.

IPL ગવર્નિંગ કાઉન્સિલની પ્રથમ પસંદ UAE હતું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે IPLની કાઉન્સિલની પ્રથમ પસંદ UAE જ હતું, જો આમ થયું હોત તો પહેલાની જેમ આ સીઝન પણ સફળતા પૂર્વક યોજાઈ ગઈ હોત. પરંતુ ભારતમાં કોરોનાના સંકટ વચ્ચે આ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેના કારણે અત્યારે આ સીઝન પર સંકટના વાદળો છવાઈ ગયા છે.

IPL પણ PSLના માર્ગે અગ્રેસર: 6 ખેલાડીઓ પોઝિટિવ આવતા PSL રદ કરાઈ હતી
ભારતે UAEમાં ટૂર્નામેન્ટ કરાવીને એવો પણ સંદેશ આપ્યો હતો કે ભારત અત્યારે વર્લ્ડ કપ માટે તૈયાર નથી. T-20 વર્લ્ડ કપ આ વર્ષે ભારતમાં યોજાવાનો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે BCCI કોઈપણ પ્રકારે એવો સંદેશ આપવા માગતુ હતું કે ભારત વર્લ્ડ કપનો હોસ્ટ કરવા માટે સક્ષમ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો