• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • CSK Vs PBKS | The Match Was Over And Deepak Chahar Became Romantic, Proposing To The Girlfriend Sitting In The Stands To Sit On Her Knees; Emotionally He Said 'yes'

IPLને બનાદી જોડી!:મેચ પૂરી થઈ અને દીપક ચાહર રોમેન્ટિક થયો, સ્ટેન્ડ્સમાં બેઠેલી ગર્લફ્રેન્ડને ઘુંટણીયે બેસી પ્રપોઝ કર્યું; ધોનીની દીકરીને બાજુમાં જવા કીધું

14 દિવસ પહેલા

IPL 2021માં ગુરુવારે પંજાબે ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવી મેચ જીતી લીધી હતી. પરંતુ મેચ પછી CSKના 29 વર્ષીય બોલર દીપક ચાહરે બિગ બોસ ફેમ સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન જયા ભારદ્વાજને પ્રપોઝ કરી હતી. તેણે સ્ટેડિયમમાં દર્શકો વચ્ચે જયાને રિંગ પહેરાવી હતી. દીપક અને જયા છેલ્લા ઘણા દિવસોથી એક-બીજા સાથે રિલેશનશિપમાં છે. દીપક ચાહર બોલિવૂડ એક્ટ્રેસ માલતી ચાહરનો ભાઈ છે. જોકે આ મેચમાં ચેન્નઈએ ટોસ હારી પહેલા બેટિંગ કરતા 134/6નો સ્કોર કર્યો હતો, જેના જવબામાં પંજાબે 42 બોલ પહેલા સ્કોર ચેઝ કરી મેચ 6 વિકેટથી જીતી લીધી હતી.

ચેન્નઈનો બોલર સ્ટેન્ડ્સમાં ક્લિન બોલ્ડ
CSKના ફાસ્ટ બોલરે પોતાના જીવનની નવી ઈનિંગ શરૂ કરી હતી. તેણે સ્ટેન્ડ્સમાં બેઠેલી ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને ઘુંટણીયે બેસી પ્રપોઝ કરી હતી, જેના જવાબમાં તેણીએ ભાવુક થઈને હા પાડી હતી. ઉલ્લેખનીય છે કે દીપક ચાહરે પોતાની જીવનસાથી પસંદ કરી હોવાની ખુશીમાં દર્શકો પણ સ્ટેન્ડ્સમાં ઉજવણી કરવા લાગ્યા હતા.

દીપક ચાહરે સોશિયલ મીડિયામાં પણ આ પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે અમારા બંનેની તસવીર જ બધુ વ્યક્ત કરી રહી છે. અમારે બસ તમારા આશિર્વાદની જરૂર છે. ત્યારપછી દીપકે પ્રપોઝ કરતો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.

દીપક ચાહરે ધોનીની દીકરી ઝીવાને સાઈડમાં જવા કહ્યું
દીપક ચાહરે ધોનીની દીકરી ઝીવાને સાઈડમાં જવા કહ્યું

ધોનીની પત્ની અને દીકરીએ પણ કપલને ચિયર કર્યું
દીપક ચાહરે સોશિયલ મીડિયામાં શેર કરેલા વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી અને તેની દીકરી ઝીવા પણ તે સમયે સ્ટેન્ડ્સમાં બેઠા હતા. દીપકે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરતા પહેલા ધોનીની દીકરી ઝીવાને ફ્રેમમાં વચ્ચે ન આવવા બાજુમાં જવા માટે કહ્યું હોય તેમ વીડિયોમાં જોવા મળ્યું હતું. જોકે આમાં ધોનીની પત્ની સાક્ષી પણ ઝીવાને પોતાની પાસે બોલાવતી હતી. ત્યારપછી જ્યારે જયાએ દીપકને 'હા' પાડી ત્યારે દર્શકો સહિત સાક્ષી ધોની પણ 'SHE SAID YES' બોલીને કપલને ચિયર કરવા લાગી હતી.

CSK vs PBKS વચ્ચે રમાયેલી મેચ દરમિયાન દીપક ચાહરની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજની તસવીર
CSK vs PBKS વચ્ચે રમાયેલી મેચ દરમિયાન દીપક ચાહરની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજની તસવીર

દીપકે પ્રપોઝ કરી એ પહેલા જ તેની ગર્લફ્રેન્ડ કેમેરામાં કેદ થઈ હતી
દીપક ચાહરે તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને પ્રપોઝ કરી ત્યારે મેચના તમામ દર્શકોનું ધ્યાન તેના તરફ વધારે આક્રર્ષિત થયું હતું. પરંતુ આની પહેલા પણ જયાએ કેમેરા સામે પોઝ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે દીપક ચાહર અને તેની ગર્લફ્રેન્ડ માટે આ એક યાદગાર દિવસ રહેશે.

ઈન્ડિયા માટે T-20માં સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન
ચેન્નઈ સુપર કિંગ્સના બોલર દીપક ચાહરે ટીમ ઈન્ડિયા માટે T-20માં સારું પ્રદર્શન કર્યું હતું. તેણે બાંગ્લાદેશ વિરૂદ્ધ 7 રન આપી 6 વિકેટ લીધી હતી. આ કોઇપણ ઈન્ડિયન બોલર્સની યાદીમાં T-20 ફોર્મેટનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

જયાનો ભાઈ સિદ્ધાર્થ ટીવી ઈન્ડસ્ટ્રીમાં ફેમસ છે
તમને જણાવી દઇએ કે દીપકની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજનો ભાઈ સિદ્ધાર્થ ભારદ્વાજ ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણિતો શખસ છે. તે બિગ બોસ-5 અને સ્પ્લિટ્સવિલા-2માં પણ જોવા મળ્યો છે. દીપક ચાહરનો પિતરાઈ ભાઈ રાહુલ ચાહર મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો ખેલાડી છે. રાહુલની પસંદગી T-20 વર્લ્ડ કપમાં પણ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...