તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Ipl
 • CSK Vs MI 27th IPL Match LIVE Score; MS Dhoni Vs Rohit Sharma | Delhi Arun Jaitley Stadium News | Chennai Super Kings Vs Mumbai Indians IPL 2021 Live Cricket Score Latest News Update

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MIએ CSKને 4 વિકેટથી હરાવ્યું:MIની IPLમાં સૌથી સફળ રન ચેઝ, પોલાર્ડની આક્રમક ઈનિંગ અને ફાસ્ટેસ્ટ ફિફ્ટી; છેલ્લી 9માંથી 7 મેચમાં CSKને હરાવ્યું

16 દિવસ પહેલા
 • કૉપી લિંક
મુંબઈના કે.પોલાર્ડે આક્રમક ઈનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. 34 બોલમાં 87 રન બનાવ્યા હતા. - Divya Bhaskar
મુંબઈના કે.પોલાર્ડે આક્રમક ઈનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. 34 બોલમાં 87 રન બનાવ્યા હતા.
 • 18મી ઓવરમાં ડુપ્લેસીસે પોલાર્ડનો કેચ ડ્રોપ કર્યો હતો, જે મેચનો ટર્નિંગ પોઈન્ટ રહ્યો

IPL 2021 સીઝનની 27મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપરકિંગ્સને 4 વિકેટથી હરાવ્યું હતું. મુંબઈએ પોતાની અંગત IPL કારકિર્દીના ઈતિહાસનો સૌથી સફળ રન ચેઝ આ મેચમાં કર્યો હતો. મુંબઈએ 6 વિકેટના નુકસાન પર 20 ઓવરમાં 219 રનનો બનાવ્યા હતા. એણે છેલ્લી 9માંથી 7 મેચમાં ચેન્નઈને પરાસ્ત કર્યું છે. પોલાર્ડે આક્રમક ઈનિંગ રમીને મુંબઈને મેચ જીતાડી હતી, એણે 34 બોલમાં 87 રન બનાવ્યા હતા. એણે આ સીઝનની 17 બોલમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી પણ મારી હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા અહીંયા ક્લિક કરો.......

પોલાર્ડે 17 બોલમાં IPLમાં પોતાની કારકિર્દીની 16મી ફિફ્ટી મારી હતી
પોલાર્ડે 17 બોલમાં IPLમાં પોતાની કારકિર્દીની 16મી ફિફ્ટી મારી હતી

પોલાર્ડે 17 બોલમાં સીઝનની ફાસ્ટેસ્ટ ફિફ્ટી મારી
પોલાર્ડે સીઝનની ફાસ્ટેસ્ટ ફિફ્ટી મારી હતી. એણે 17 બોલમાં IPLમાં પોતાની કારકિર્દીની 16મી ફિફ્ટી મારી હતી. આની પહેલા પૃથ્વી શૉએ કોલકાતા વિરૂદ્ધ 18 બોલમાં ફિફ્ટી મારી હતી. તેની સાથે આજે અંબાતી રાયડુ અને દિપક હૂડાએ રાજસ્થાન વિરૂદ્ધ 20 બોલમાં અર્ધસદી નોંધાવી હતી. ત્યારપછી પોલાર્ડે 34 બોલમાં 87 રન બનાવીને મુંબઈની ટીમને મેચ જીતાડી હતી. પોલાર્ડને 18મી ઓવરમાં એક જીવનદાન પણ મળ્યું હતું. ફાફ ડુપ્લેસીસે એનો કેચ ડ્રોપ કર્યો હતો.

રોહિત અને ડીકોક વચ્ચે 71 રની પાર્ટનરશિપ નોંધાઈ હતી
રોહિત અને ડીકોક વચ્ચે 71 રની પાર્ટનરશિપ નોંધાઈ હતી

મુંબઈની રનચેઝ રસાકસી વાળી રહી

 • ટોસ હારીને ચેન્નઈએ બેટિંગ કરવા ઉતર્યું હતું, જેમાં એણે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 218 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 6 વિકેટના નુકસાને 219 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
 • કેપ્ટન રોહિત શર્મા 24 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો, આ વિકેટ શાર્દૂલ ઠાકુરે લીધી હતી. રોહિત અને ડીકોક વચ્ચે 71 રની પાર્ટનરશિપ નોંધાઈ હતી.
 • ત્યારપછી સૂર્યકુમાર યાદવ પણ કશું ખાસ નહોતો કરી શક્યો અને 3 રન બનાવીને આઉટ થયો હતો.
 • મોઈન અલીએ ડીકોકને પોતાના હાથે જ કેચ આઉટ કર્યો હતો. એણે 28 બોલમાં 38 રન બનાવ્યા હતા.
 • 170 રન પર મુંબઈની ચોથી વિકેટ પડી હતી. સેમ કરને કૃણાલ પંડ્યાને પેવેલિયન ભેગો કર્યો હતો. એણે 23 બોલમાં 32 રન બનાવ્યા હતા અને પોલાર્ડ સાથે 89 રનની ભાગીદારી નોંધાવી હતી.
 • 18મી ઓવરમાં ચેન્નઈના ફાફ ડુપ્લેસીસે પોલાર્ડનો કેચ ડ્રોપ કર્યો હતો.
 • 202 રન પર મુંબઈની 5મી વિકેટ પડી હતી, સેમ કરને હાર્દિક પંડ્યાને પણ ફાફ ડુપ્લેસીસના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સેમ કરને બંને પંડ્યા બંધુને પેવેલિયન ભેગા કર્યા હતા. ત્યારપછી કરને જિમી નીશમને પણ શૂન્ય રન બનાવીને પેવેલિયન ભેગો કર્યો હતો.
ફાફ-મોઈન તથા રાયડુ-જાડેજાએ 100થી વધુની પાર્ટનરશિપ નોંધાવી હતી
ફાફ-મોઈન તથા રાયડુ-જાડેજાએ 100થી વધુની પાર્ટનરશિપ નોંધાવી હતી

ચેન્નઈ માટે ફાફ-મોઈન તથા રાયડુ-જાડેજાએ 100+ રનની ભાગીદારી

 • 4 રન પર ચેન્નઈએ પ્રથમ વિકેટ ગુમાવી હતી, ટ્રેન્ટ બોલ્ટે ઈનિંગની પહેલી ઓવરના ચોથા બોલ પર ઋતુરાજ ગાયકવાડને આઉટ કર્યો હતો. હાર્દિક પંડ્યાએ ટ્રેન્ટ બોલ્ટની બોલિંગ પર ઋતુરાજનો કેચ પકડ્યો હતો.
 • પ્રથમ પાવર પ્લેમાં ચેન્નઈએ 1 વિકેટના નુકસાન પર 49 રન બનાવ્યા હતા.
 • મોઈન અલીએ IPLની 4થી ફિફ્ટી લગાવી, એણે 36 બોલમાં 58 રન બનાવ્યા હતા. મુંબઈના બોલર બુમરાહે મોઈન અલીને આઉટ કર્યો હતો. ફાફ ડુપ્લેસીસ અને મોઈન અલી વચ્ચે 61 બોલમાં 108 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.
 • 116 રન પર ચેન્નઈએ બેક ટુ બેક વિકેટ ગુમાવી હતી, પોલાર્ડની ઓવરના સતત 2 બોલમાં એણે પહેલા ફાફ ડુપ્લેસીસ અને પછીના બોલ પર રૈનાને આઉટ કર્યો હતો. ડુપ્લેસીસે 28 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો.
 • સુરેશ રૈના એની 200મી મેચમાં માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો.
 • અંબાતી રાયડુએ પ્રશંસનીય ઈનિંગ રમી હતી, એણે 27 બોલમાં 72 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા સાથે પાંચમી વિકેટ માટે 103 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.
 • બુમરાહે 4 ઓવરમાં 1 વિકેટ ઝડપીને 56 રન આપ્યા હતા
દિલ્હીના મેદાનમાં બંને ટીમો છેલ્લા 7 વર્ષ પછી એક બીજા વિરૂદ્ધ ટક્કર આપી હતી
દિલ્હીના મેદાનમાં બંને ટીમો છેલ્લા 7 વર્ષ પછી એક બીજા વિરૂદ્ધ ટક્કર આપી હતી

બંને ટીમ વચ્ચેના કેટલાક રેકોર્ડ
જોકે બન્ને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી 8 મેચમાંથી 6માં મુંબઈનું પલડું ભારે રહ્યું છે. આ મેદાનમાં ચેન્નઈ અને મુંબઈ છેલ્લા 7 વર્ષ પછી સામ-સામે એકબીજાને ટક્કર આપશે. અહીંયા બન્ને વચ્ચે એક જ મેચ રમાઈ હતી, જેમાં ચેન્નઈએ મુંબઈને 48 રનથી પરાસ્ત કર્યું હતું. આ મેદાનમાં બંને ટીમો છેલ્લા 7 વર્ષ પછી એક બીજા વિરૂદ્ધ ટક્કર આપશે. અહીંયા બન્ને વચ્ચે એક જ મેચ રમાઈ હતી જેમાં, ચેન્નઈએ મુંબઈને 48 રનથી પરાસ્ત કર્યું હતું.

મુંબઈની ટીમે 2 ફેરફાર કર્યા
મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ નેથન કુલ્ટર નાઈલની જગ્યાએ ધવલ કુલકર્ણીને અને જયંત યાદવની જગ્યાએ ઓલરાઉન્ડર જિમી નીશમને ટીમમાં સામેલ કર્યા છે. ચેન્નઈએ ટીમમાં એકપણ ફેરફાર કર્યો નથી.

મુંબઈ અને ચેન્નઈની ટક્કર એટલે કે IPLની એલ ક્લાસિકો
ફેન્ચમાં એલ ક્લાસિકોનો અર્થ ચિરપ્રતિષ્ઠિત એમ થાય છે એટલે કે લીગની 2 પ્રતિષ્ઠિત ટીમ વચ્ચે ટક્કર. સ્પેનના 2 ફુટબોલ ક્લબ રિયલ મેડ્રિડ અને બાર્સેલોના વચ્ચે જે પણ મેચ રમાય છે એને એલ ક્લાસિકો કહેવાય છે. ફુટબોલ ફેન્સ આતુરતાથી આ મેચની રાહ જોતા હોય છે. આવું જ હવે IPLમાં પણ માનવામાં આવે છે. ફુટબોલની સાથે ક્રિકેટના ચાહકો પણ આ મુંબઈ અને ચેન્નઈની મેચને એલ ક્લાસિકો કહે છે.

બન્ને ટીમમાં 4-4 વિદેશી ખેલાડીઓ
MI:
ક્વિંટન ડિકોક, જિમી નીશમ, કે. પોલાર્ડ, ટ્રેન્ટ બોલ્ટ
CSK: ફાફ ડુપ્લેસીસ, મોઈન અલી, લુંગી એન્ગિડી, સેમ કરન

બંને ટીમની પ્લેઈંગ-11

 • CSK: મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસિસ, મોઈન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડૂ, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, શાર્દૂલ ઠાકુર, લુંગી એન્ગિડી અને દીપક ચહર
 • MI: રોહિત શર્મા (કેપ્ટન), ક્વિંટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, કે. પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જિમી નીશમ, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને ધવલ કુલકર્ણી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો