• Gujarati News
 • Sports
 • Cricket
 • Ipl
 • CSK Vs Delhi Capitals (IPL 2021 Qualifier 1) | Chennai Super Kings And Delhi Capitals Face Off To Strengthen Top Two Positions

દિલ્હીએ 3 વિકેટથી ચેન્નઈને હરાવ્યું:CSK વિરૂદ્ધ સતત ચોથી જીત સાથે દિલ્હી પોઈન્ટ ટેબલમાં નંબર-1, ચેન્નઈના જાડેજા-શાર્દૂલે 2-2 વિકેટ લીધી

12 દિવસ પહેલા
 • કૉપી લિંક

IPL-2021 ફેઝ-2માં સોમવારે બે ટેબલ ટોપર્સ ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. જેમાં કેપ્ટન કૂલ એન્ડ ટીમે 5 વિકેટના નુકસાને 136 રન કર્યા હતા. જેને બર્થ-ડે બોય રિષભની ટીમ દિલ્હીએ 2 બોલ ચેઝ કરી 3 વિકેટથી મેચ જીતી લીધી હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો.....

આક્રમક શરૂઆત પછી પંત આઉટ
પૃથ્વી શો અને શિખર ધવને પહેલી વિકેટ માટે 24 રન જોડ્યા હતા. ત્રણ ચોગ્ગા મારી ચૂકેલો શો આક્રમક ફોર્મમાં જોવા મળ્યો હતો, પરંતુ ત્યારે જ દીપક ચાહરે તેને પેવેલિયન ભેગો કરીને ચેન્નઈને મહત્ત્વપૂર્ણ વિકેટ અપાવી હતી. ત્યારપછી જોતજોતામાં શ્રેયસ અય્યર પણ 2 રનના અંગત સ્કોર પર આઉટ થઈ જતા દિલ્હીની મુશ્કેલીમાં વધારો થયો હતો.

ધોનીની ખેલદિલીએ ફેન્સના દિલ જીત્યા
ચેન્નઈના કેપ્ટન MS ધોનીએ 27 બોલ પર 18 રન કર્યા અને આવેશ ખાનના બોલ પર વિકેટ પાછળ રિષભ પંતને કેચ આપી બેઠો હતો. તેવામાં દિલ્હીની ટીમ અપીલ કરે તેની સાથે જ ધોની પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

ઋતુરાજને મોટી તક મળી
ઋતુરાજ ગાયકવાડને મેચના બીજા જ બોલ પર એનરિક નોર્ટ્યાએ LBW આઉટ કર્યો હતો, પરંતુ ગાયકવાડે અમ્પાયરના નિર્ણયની વિરુદ્ધ જઈને DRS લીધો હતો. રિપ્લેમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે બોલ વિકેટ છોડીને લેગ-સ્ટમ્પની બહાર જતો હતો. જે બાદ ઋતુરાજને 0 પર મોટું જીવનદાન મળ્યું હતું. જોકે તે આનો ફાયદો ઉઠાવી શક્યો નહીં અને નોર્ત્યાના બોલ પર (13)ના સ્કોર પર આર અશ્વિનના હાથે કેચ આઉટ થયો હતો.

 • IPLમાં CSK માટે રોબિન ઉથપ્પાની આ પ્રથમ મેચ છે.
 • અક્ષર પટેલે દિલ્હી માટે ફફ ડુપ્લેસિસ (10)ને આઉટ કરીને પ્રથમ સફળતા મેળવી હતી.
 • CSK માટે પહેલી મેચ રમી રહેલા રોબિન ઉથપ્પા (19) કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. અશ્વિને તેને પેવેલિયન ભેગો કર્યો હતો.
 • ધોની-રાયડુએ 5મી વિકેટ માટે 70 રન જોડ્યા હતા.

બંને ટીમનો ટોપ-2નો ટાર્ગેટ
આ મેચમાં વિજેતા ટીમ ટોપ -2માં સમાપ્ત થવાની ખાતરી મેળવશે. લીગ મેચો બાદ ટોપ-2 માં સમાપ્ત થનારી ટીમોને ફાઇનલમાં પહોંચવાની બે તક મળે છે.

ચેન્નઈ સતત 3 વાર દિલ્હીને હરાવી ચૂકી
IPLમાં ઓવરઓલ હેડ ટુ હેડની વાત કરીએ તો ચેન્નઈનું પલડું દિલ્હી કરતા ભારે છે. પરંતુ છેલ્લી ત્રણ મેચમાં દિલ્હીએ સતત 3 વાર ચેન્નઈને હરાવી છે. જેમાં 2021 સીઝનના પેહલા ફેઝમાં મળેલી જીત પણ સામેલ છે. જોકે આ મેચ પછી ચેન્નઈ આક્રમક ફોર્મમાં જોવા મળી છે. રાજસ્થાન વિરૂદ્ધની મેચમાં હાર પહેલા ચેન્નઈએ UAEમાં ફેઝ-2માં સતત 4 મેચમાં જીત મેળવી હતી.

રૈનાનું ફોર્મ ચેન્નઈ માટે ચિંતાનું કારણ
ચેન્નઈના મોટાભાગના ખેલાડી શાનદાર લયમાં છે, પરંતુ ટીમના સ્ટાર બેટર સુરેશ રૈના આખી સીઝનમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. તે ફેઝ-2માં એક પણ અર્ધસદી નોંધાવી શક્યો નથી અને પાંચ મેચમાં તેનો બેસ્ટ સ્કોર 17 નોટઆઉટ છે. પ્લેઓફમાં રૈના જો ફોર્મમાં પરત નહીં ફરે તો ચેન્નઈ માટે મુશ્કેલીમાં વધારો થયો છે.

ચેન્નઈ માટે ધવનનો પડકાર
શિખર ધવન દિલ્હીની સફળતા પાછળ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યો છે. ચેન્નઈ વિરૂદ્ધ તેની બેટિંગ વધારે સારી હોય છે. ચેન્નઈ વિરૂદ્ધ છેલ્લી 2 મેચમાં ધવન મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

બંને ટીમની પ્લેઇંગ-11

 • ચેન્નઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુપ્લેસિસ, મોઇન અલી, અંબાતી રાયડુ, રોબિન ઉથપ્પા, મહેન્દ્ર સિંહ ધોની, રવીંન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ
 • દિલ્હી કેપિટલ્સ: પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ અય્યર, રિષભ પંત, શિમરોન હેટમાયર, રિપલ પટેલ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ડ્વેન બ્રાવો, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ
અન્ય સમાચારો પણ છે...