CSKએ 4 વિકેટથી દિલ્હીને હરાવ્યું:ધોનીએ ચોગ્ગાની હેટ્રિક મારી ચેન્નઈને 9મી વાર ફાઇનલમાં પહોંચાડી, દિલ્હી પાસે ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL-2021ના ફેઝ-2માં હવે ગણતરીની મેચ બાકી રહી છે. રવિવારે પહેલી ક્વોલિફાયર મેચમાં ત્રણ વારની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની મેચ ગત સિઝનની ફાઇનલિસ્ટ દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ રમાઈ હતી. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 172 રન કર્યા હતા. આ મેચમાં રિષભ પંત તથા પૃથ્વી શોએ અર્ધસદી નોંધાવી હતી. જેના જવાબમાં ચેન્નઈએ 2 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 4 વિકેટથી મેચ જીતી લીધી હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો....

ધોનીએ છેલ્લી ઓવરમાં ચોગ્ગાની હેટ્રિક મારી ચેન્નઈને 9મી વાર ફાઇનલમાં પહોંચાડી હતી. જોકે દિલ્હી પાસે ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક રહેલી છે. હવે દિલ્હીની મેચ ક્વોલિફાયર-2માં એલિમિનેટર મેચ (RCB v/s KKR)ના વિજેતા સામે 13 ઓક્ટોબરે રમાશે.

બ્રાવોએ ઈતિહાસ રચ્યો
ડ્વેન બ્રાવોએ મેચમાં શિમરોન હેટમાયરની વિકેટ લીધી હતી. T-20 ક્રિકેટમાં આ તેની 550મી વિકેટ હતી. બ્રાવો આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. બ્રાવોએ અત્યાર સુધીમાં 506 T-20 મેચમાં 550 વિકેટ લીધી છે.

દિલ્હીએ આક્રમક શરૂઆત સાથે વિકેટ્સ પણ ગુમાવી

  • દિલ્હી કેપિટલ્સે ક્વોલિફાયર-1માં આક્રમક શરૂઆત કરી હતી. ત્રણ ઓવરમાં પૃથ્વી શો અને શિખર ધવને 32 રન જોડ્યા હતા.
  • આ જોડી આક્રમક બેટિંગ કરી રહી હતી ત્યારે જ જોશ હેઝલવુડે દિલ્હીના બેટર શિખર ધવનને 7 રનમાં આઉટ કરી પહેલી વિકેટ ઝડપી હતી.
  • હેઝલવુડે ત્યારપછી શ્રેયસ અય્યરને પણ 1 રનમાં આઉટ કરી ચેન્નઈને મેચમાં વાપસી કરાવી હતી.
  • દિલ્હીની ઈનિંગની ત્રીજી ઓવરમાં પૃથ્વી શોએ દીપક ચાહર વિરૂદ્ધ 4 ચોગ્ગા માર્યા હતા.
  • પાવરપ્લે સુધી દિલ્હીનો સ્કોર 51/2 હતો.
  • DCના રિષભ પંતે 35 બોલમાં 51 રન તથા પૃથ્વી શોએ 34 બોલમાં 60 રન કર્યા
  • દિલ્હી કેપિટલ્સે છેલ્લી 5 ઓવરમાં 58 રન કરી 1 વિકેટ ગુમાવી હતી.

દિલ્હીએ પ્લેઇંગ-11માં કર્યો ફેરફાર
CSKએ તેમની ટીમમાં કોઈ ફેરફાર કર્યો ન હતો, જ્યારે દિલ્હીએ રિપલ પટેલની જગ્યાએ ટોમ કરનને પ્લેઈંગ-11માં સ્થાન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે ધોની T-20 માં 150 ટોસ જીતનાર વિશ્વનો પહેલો કેપ્ટન બની ગયો છે.

આ મેચમાં જે ટીમ જીતશે તે સીધી ફાઇનલમાં પહોંચી જશે. ત્યારે હારનારી ટીમને વધુ એક તક મળશે અને તે ક્વોલિફાયર-2માં પહોંચશે. જ્યાં તેનો સામનો એલિમિનેટરમાં જીતેલી ટીમ સામે થશે.

હારની હેટ્રિક બાદ ધોની સેના મેદાનમાં ઉતરશે
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ લીગના અંતિમ તબક્કામાં બીજા સ્થાને ફિનિશ કરી શકી છે. પરંતુ છેલ્લી 3 મેચની વાત કરીએ તો તેમાં ધોની એન્ડ ટીમનું પ્રદર્શન સારુ રહ્યું નથી અને ત્રણેયમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. તેવામાં દિલ્હી સામે તો ચેન્નઈ સુપર કિંગ્સ છેલ્લી ચારેય મેચ હારી ચૂક્યું છે.

દિલ્હી પણ છેલ્લી લીગ મેચ હારી છે
બીજી બાજુ દિલ્હીની ટીમ છેલ્લી લીગ મેચ રોયલ ચેલેંજર બેંગ્લોર સામે હારીને આવી છે. વિરાટ કોહલી એન્ડ ટીમે 7 વિકેટથી તેને હરાવી હતી. આ મેચમાં RCBના કે.એસ.ભરતે છેલ્લા બોલ પર સિક્સ મારીને મેચ જીતાડી હતી.

બંને ટીમની પ્લેઇંગ-11

  • DC- પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ અય્યર, રિષભ પંત, ટોમ કરન, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગિસો રબાડા, આવેશ ખાન, એનરિક નોર્ત્યા
  • CSK- ઋતુકાજ ગાયકવાડ, ફાફ ડુપ્લેસિસ, રોબિન ઉથપ્પા, મોઇન અલી, અંબાતી રાયડુ, એમ.એસ.ધોની, રવીંદ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ
અન્ય સમાચારો પણ છે...