વોર્નરનો પુષ્પાસ્ટાઇલમાં એટેક:SRH સામે વિસ્ફોટક ઇનિંગ રમતાં CEO કાવ્યા મારન થઈ ટ્રોલ, યુઝર્સે કહ્યું- છોટી બચ્ચી હો ક્યા; રિટેન કેમ ન કર્યો!

14 દિવસ પહેલા
સૌજન્ય- સોશિયલ મીડિયા

IPL 2022મા દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને તેમની પાંચમી જીત મેળવી છે. આ સિઝનની 50મી મેચમાં દિલ્હીએ પહેલા બેટિંગ કરીને 207 રનનો મોટો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં દિલ્હીની ટીમ માત્ર 186 રન કરી શકી અને 21 રનથી મેચ હારી ગઈ છે. વળી દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે 58 બોલમાં અણનમ 92 રન બનાવ્યા હતા. આ ઇનિંગ સાથે તેણે પોતાની જૂની ટીમ હૈદરાબાદ સામે બદલો પૂરો કરી લીધો હોવાની ચર્ચાએ પણ અત્યારે જોર પકડ્યું છે. ગત સિઝનમાં તેના ખરાબ ફોર્મ પછી વોર્નર પાસેથી હૈદરાબાદની કેપ્ટનશિપ છીનવી લેવામાં આવી હતી અને તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જોકે ત્યારપછી વિસ્ફોટક ઈનિંગ રમી વોર્નરે પુષ્પા સ્ટાઈલમાં વળતો જવાબ આપતી તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.

ફિલ્ડિંગ દરમિયાન વોર્નરનો પુષ્પાસ્ટાઈલમાં જવાબ

સૌજન્ય- સોશિયલ મીડિયા (ટ્વિટર)
સૌજન્ય- સોશિયલ મીડિયા (ટ્વિટર)
સૌજન્ય- સોશિયલ મીડિયા (ટ્વિટર)
સૌજન્ય- સોશિયલ મીડિયા (ટ્વિટર)

ઓક્શનમાં પણ હૈદરાબાદે રિટેન ન કર્યો
મેગા ઓક્શન પહેલા પણ તેને રિટેન કરવામાં આવ્યો નહોતો. હવે વોર્નરે દિલ્હી માટે આઠ મેચમાં ચાર ફિફ્ટી ફટકારી દીધી છે. એટલું જ નહીં તે ઓરેન્જ કેપની રેસમાં પણ સામેલ છે. વોર્નરની SRH સામેની મેચ વિનિંગ ઇનિંગ્સ પછી કાવ્યા મારન સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે. વોર્નરને રિટેન ન કરવા મુદ્દે ફેન્સ તેની મજાક ઉડાવી રહ્યા છે. ચલો વાઈરલ પોસ્ટ પર નજર ફેરવીએ....

સૌજન્ય - ટ્વિટર
સૌજન્ય - ટ્વિટર
સૌજન્ય - ટ્વિટર
સૌજન્ય - ટ્વિટર
સૌજન્ય - ટ્વિટર
સૌજન્ય - ટ્વિટર
સૌજન્ય- ટ્વિટર
સૌજન્ય- ટ્વિટર
સૌજન્ય - ટ્વીટર
સૌજન્ય - ટ્વીટર
સૌજન્ય - ટ્વિટર
સૌજન્ય - ટ્વિટર
સૌજન્ય - ટ્વિટર
સૌજન્ય - ટ્વિટર
સૌજન્ય - ટ્વિટર
સૌજન્ય - ટ્વિટર

વોર્નરની વિસ્ફોટ ઈનિંગ, પાર્ટનરશિપમાં યોગદાન
દિલ્હી કેપિટલ્સના ઓપનર ડેવિડ વોર્નરે પૂર્વ ટીમ SRH સામે 58 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 92 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 158.62નો રહ્યો છે.

ડેવિડ વોર્નરે 21 બોલમાં 37 રનની પાર્ટનરશિપ માર્શ સાથે કરી હતી. ત્યારપછી પંત સાથે 29 બોલમાં 48 રન તથા આર.પોવેલ સાથે 66 બોલમાં 122* રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.

દિલ્હી કેપિટલ્સે વીડિયો શેર કર્યો
વોર્નરની હૈદરાબાદ સામે ઈનિંગ પછી દિલ્હી કેપિટલ્સે વીડિયો શેર કર્યો હતો. જેમાં તેને પુષ્પા ફ્લાવર નહીં ફાયર હે એવું કેપ્શન લખી વીડિયો પોસ્ટ કરાયો હતો. તમને જણાવી દઈએ કે વોર્નરે આ વીડિયો સૌથી પહેલા પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો ત્યારપછી દિલ્હી કેપિટલ્સે ફરીથી એડિટ કરી આને પોસ્ટ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...