RRની ટીમ IPL 2022ની ફાઈનલમાં પહોંચી ગઈ છે. શુક્રવારે રમાયેલી ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાને RCBને 7 વિકેટથી હરાવી એક તરફના અંદાજે મેચ જીતી લીધી છે. આ જીતનો હીરો જોસ બટલર રહ્યો છે, જેને 60 બોલમાં અણનમ 106 રનની ઈનિંગ રમી બાજી પલટી નાખી હતી. તમને જણાવી દઈએ કે જોશને એક જીવનદાન પણ મળ્યું હતું, જેનો ફાયદો ઉઠાવી તેણે બેંગલોરનું ફાઈનલ રમવાનું સપનું તોડી નાખ્યું હતું. આની સાથે જ જોસ બટલરની આ સીઝનની ચોથી સેન્ચુરી છે. જોકે મેચ પછી બટલર અને કેપ્ટન સંજુ સેમસન લાઈવ મેચ શો દરમિયાન મેદાનમાં ઊઘી ગયો હોય એવો પોઝ આપી એકબીજા સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
IPLની એક સીઝનમાં સૌથી વધારે રન
બટલરની 23 બોલમાં ફિફ્ટી
જોસ બટલરે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખીને સીઝનની તેની પાંચમી અડધી સદી પૂરી કરી છે. તેણે હર્ષલ પટેલના બોલ પર ચોગ્ગો ફટકારીને 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. બટલરે પોતાની અડધી સદી દરમિયાન છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
બટલરે જીવનદાનનો ફાયદો ઉઠાવ્યો
જોસ બટલરને 66 રનના સ્કોર પર મોટું જીવનદાન મળ્યું હતું. બટલર 11મી ઓવરના હર્ષલના પહેલા બોલ પર શોટ રમવા માગતો હતો ત્યારે વિકેટકીપર દિનેશ કાર્તિક પાસે ગયો હતો, પરંતુ તે એને પકડવામાં નિષ્ફળ ગયો હતો. રાજસ્થાન રોયલ્સનો સ્કોર 11 ઓવર પછી: 112/1 હતો, જોસ બટલર (68*), સંજુ સેમસન (23*)
બટલરે મેચ વિનિંગ સેન્ચુરી ફટકારી
જોસ બટલરે જીવનદાનનો ફાયદો ઉઠાવી 60 બોલમાં 106* રનની અણનમ ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારી આક્રમક બેટિંગ કરી હતી.
જાણો કઈ ટીમ સામે બટલરે આ સીઝનમાં સદી ફટકારી
બટલરની સદીનો વીડિયો.....
યશસ્વી અને બટલરની શાનદાર શરૂઆત
158 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી રાજસ્થાનની શરૂઆત શાનદાર રહી હતી. આ દરમિયાન પહેલી વિકેટ માટે જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ વચ્ચે 31 બોલમાં 61 રનની શાનદાર પાર્ટનરશિપ નોંધાઈ હતી. જોકે ત્યાર પછી જોશ હેઝલવુડે ફુલર લેન્થ બોલ પર જયસ્વાલને પેવેલિયન ભેગો કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.