IPL 15ની છેલ્લી લીગ મેચમાં પંજાબ કિંગ્સે 5 વિકેટથી સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી દીધું છે. આ મેચમાં પહેલા બેટિંગ કરતા SRHએ 157 રન કર્યા હતા. જેના જવાબમાં PBKSએ 16મી ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો છે. પંજાબ તરફથી લિયમ લિવિંગસ્ટોને સૌથી વધુ રન કર્યા હતા. તેણે માત્ર 22 બોલમાં 49 રન ફટકારી ટીમને જીત સુધી દોરી હતી. વળી આ દરમિયાન તેણે 5 છગ્ગા અને 2 ચોગ્ગા માર્યા હતા.
અભિષેકનું શાનદાર પ્રદર્શન
હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ આ મેચમાં સૌથી વધુ રન કર્યા હતા. તેણે 32 બોલમાં 43 રનની ઈનિંગ રમી હતી. તે જ સમયે, વોશિંગ્ટન સુંદર અને રોમારિયો શેફર્ડે અંતિમ ઓવરોમાં વિસ્ફોટક બેટિંગ કરી અને માત્ર 29 બોલમાં 58 રન જોડ્યા.
હરપ્રીતનો ડબલ એટેક
હરપ્રીત બ્રારે અત્યાર સુધીની મેચમાં શાનદાર બોલિંગ કરી છે. તેણે 3 ઓવરમાં માત્ર 20 રન આપ્યા અને 2 વિકેટ પણ લઈ લીધી છે. હરપ્રીતે પહેલા 20 રન બનાવી ચુકેલા રાહુલ ત્રિપાઠીને આઉટ કર્યો, ત્યારપછી સંપૂર્ણ સેટ થયેલા અભિષેક શર્માને 43 રન કરી પેવેલિયન ભેગો કર્યો હતો.
રબાડાની આક્રમક બોલિંગ
મુંબઈ સામેની મેચમાં 42 રનની શાનદાર ઈનિંગ રમનારા પ્રિયમ ગર્ગને કગીસો રબાડાએ પેવેલિયન ભેગો કર્યો હતો. ગર્ગ આ મેચમાં માત્ર 4 રન કરી શક્યો હતો.
બંને ટીમોની પ્લેઈંગ-11
કેપ્ટન મયંકનું ખરાબ ફોર્મ પંજાબ કિંગ્સ પર ભારે પડ્યું
સિઝનમાં છેલ્લી વખત મયંકના ફોર્મમાં પાછા ફરવાની આશા હતી. ઓપનિંગ છોડીને મિડલ ઓર્ડરમાં જવા છતાં તે રન બનાવી શક્યો નહોતો. પરિણામ એ આવ્યું કે ટીમ આખરે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. તેવામાં દિગ્ગજ ખેલાડી એવા જોની બેયરસ્ટો પણ ત્યારે ફોર્મમાં પાછો ફર્યો જ્યારે લીગમાંથી ટીમ લગભગ બહાર થઈ ગઈ હતી.
આવી સ્થિતિમાં, પંજાબ કેમ્પને આશા હશે કે આજે તેમની બેટિંગ અને બોલિંગ એક યુનિટ તરીકે ક્લિક થશે.
ભુવનેશ્વર SRHની કમાન સંભાળી
કેપ્ટન કેન વિલિયમ્સન તેના દેશ પરત ફર્યા બાદ ટીમનું નેતૃત્વ ભુવનેશ્વર કુમારના હાથમાં રહેશે. આ સિઝનમાં ભુવીનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. આવી સ્થિતિમાં ધારદાર બોલિંગના દમ પર તે છેલ્લી મેચમાં ટીમને જીત અપાવવા માંગશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.