તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઈપીએલ:દિલ્હીના પૃથ્વી-શિખર સામે ફરી બોલ્ટ-બુમરાહનો પડકાર

ચેન્નઈ2 મહિનો પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક

આઈપીએલ-2021ની 13મી મેચમાં દિલ્હી કેપિટલ્સની સામે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હશે. આ મેચ ચેન્નઈના ચેપક સ્ટેડિયમ ખાતે રમાશે. આ સીઝનમાં દિલ્હીની ટીમ આ મેદાન પર પ્રથમ મેચ રમશે. અત્યાર સુધી ટીમની બધી જ મેચ મુંબઈમાં રમાઈ હતી. બંને ટીમે પ્રથમ ત્રણ મેચમાંથી 2-2 જીતી છે. આ બંને ટીમ વચ્ચે જ છેલ્લી સીઝનની ફાઈનલ રમાઈ હતી. જેને મુંબઈ સરળતાથી જીતી ગઈ હતી. આ મેચ માટે મુંબઈની ટીમમાં પરિવર્તનની આશા નથી.

જોકે, હાર્દિક અને ઈશાનનું બેટ હજુ શાંત છે. છેલ્લી સીઝનના પ્લેઓફમાં દિલ્હીના ટોપ ઓર્ડરને ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહે ઘણા પરેશાન કર્યા હતા. પ્રથમ ક્વોલિફાયરમાં દિલ્હીના ટોપ ત્રણ બેટ્સમેન ખાતું પણ ખોલી શક્યા નહતી. આ બંને મેચમાં બોલ્ટ-બુમરાહની જોડીએ 9 વિકેટ લીધી હતી.

બીજી તરફ દિલ્હીએ પંજાબ સામેની મેચમાં અનેક પરિવર્તન કર્યા છે. ડેબ્યુ કરતો મેરીવાલા મોંઘો સાબિત થયો હતો. દિલ્હીના શિખર ધવનનું ફોર્મ સૌથી સારા સમાચાર છે. પૃથ્વી શો પણ ટીમને સારી શરૂઆત આપી રહ્યો છે. ચે્નનઈની ટીમ ધીમી છે, એટલે લક્ષ્યનો પીછો કરવું સરળ નહીં હોય. બંને ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરવા માગશે.

મુંબઈએ છેલ્લી સીઝનમાં ચાર મુકાબલા જીત્યા હતા
મુંબઈ અને દિલ્હી વચ્ચે છેલ્લી સીઝનનથી પહેલા 24 મેચ રમાઈ હતી. જેમાંથી બંનેના નામે 12-12 જીત હતી. જોકે, છેલ્લી સીઝનની બે લીગ મેચ પછી પ્રથમ ક્વોલિફાયર અને પછી ફાઈનલમાં મુંબઈ દિલ્હીને હરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...