મેક્સવેલે વધાર્યો આત્મવિશ્વાસ:RCBને છેલ્લી ઓવરમાં શાનદાર છગ્ગો લગાવી જીત અપાવનાર ભરતે છેલ્લી ઓવરની રસપ્રદ વાતો શેર કરી

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેએસ ભરત અને મેક્સવેલ - ફાઈલ ફોટો - Divya Bhaskar
કેએસ ભરત અને મેક્સવેલ - ફાઈલ ફોટો

IPLની 14મી સિઝનના પ્લે ઓફમાં સ્થાન હાંસલ કરનારી RCBની ટીમે છેલ્લી લીગ મેચમાં દિલ્હીને હરાવ્યું. છેલ્લા બોલ પર છગ્ગો લગાવીને ભરતે ટીમને જીત અપાવી. મેચ બાદ ભરતે જણાવ્યું કે મેક્સવેલ સામે છેડે થી તેને પ્રોત્સાહન પૂરું પાડતો હતો.

મેક્સવેલે કહ્યું કઈ જ ન વિચારીશ માત્ર બોલ પર ધ્યાન રાખ
છેલ્લી ઓવરમાં ટીમને 15 રનની જરુરત હતી, પહેલા 5 બોલ પર 10 રન પર બન્યા હતાં. જીત માટે છેલ્લા બોલ પર ટીમને 6 રનની જરુરત હતી અને કેએસ ભરતે શાનદાર છગ્ગો લગાવીને મેચ જીતાડી દીધી. ભરતે મેચ બાદ કહ્યું- છેલ્લી ઓવરમાં હું અને મેક્સી આ બાબત પર વાત કરી રહ્યા હતા કે કયો એરિયા ખાલી છે કે જ્યાં અમે શોટ મારી શકીએ. ત્યારે મેક્વેલે મને ખૂબ જ સારી બાબત સમજાવી અને કહ્યું કે કશું જ ન કરો માત્ર બોલ જો અને તેને બેટ પર ચઢવા દે.

તું મેચ પૂરી કરી શકે છે- મેક્સવેલ
છેલ્લા ત્રણ બોલ વિશે મેં મેક્સીને પૂછ્યું કે શું હું રન લઈને તમને સ્ટ્રાઈક પર લાવી દઉ? જવાબમાં મેક્સીએ કહ્યું તું મેચ પૂરી કરી શકે છે. આ વાતને સાંભળીને મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો અને મેં માત્ર આગળના બોલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને મને ખ્યાલ હતો કે નેક્સ્ટ બોલ મારા શરીર તરફ આવવાનો છે. હું કંઈ પણ વધુ નહોતો વિચારતો અને દરેક બાબતને સામાન્ય ગણી અને એક ટીમ પ્રમાણે અમે સારુ પ્રદર્શન કરીને છેલ્લા બોલ પર જીત હાંસલ કરી.

તેણે આગળ કહ્યું પ્રામાણિકતાથી કહું તો મને ઝડપી બોલરોને રમવા પસંદ છે. હું ઈન્ડિયા એ માટે રમ્યો હતો. ટીમ સાથે રહેવાથી તમને દેશના સર્વશ્રેષ્ઠ બોલરોને રમવાની તકો મળે છે. તેથી મારા માટે ઝડપી બોલરોને રમવું સરળ છે. મને ઝડપી બોલ ખૂબ જ પસંદ છે. આનાથી ફાયદો એ થાય છે કે તમારે બોલને ખાલી દિશા બતાવવાની હોય છે. મને તો ખૂબ જ મજા આવી રહી હતી અને આ પડકારને મે સ્વિકારી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...