આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે પહેલી ક્વોલિફાયર મેચ રમાવાની છે. એની પહેલા GTના સ્ટ્રાઈક બોલર મોહમ્મદ શમીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કોલકાતામાં આયોજિત મેચ માટે બોલિંગ ડિપાર્ટમેન્ટને લીડ કરવા સહિતના પ્લાનિંગ વિશે જણાવ્યું છે. તેમણે વેધર કંડિશનમાં ફેરફાર થયો તથા પિચ બદલાઈ એમાં વિનિંગ બોલિંગ કોમ્બિનેશન સાથે ઉતરવા અંગે જણાવ્યું છે. વળી કોલકાતામાં વરસાદ પડે એવી સંભાવના પણ છે. તો ચલો આપણે ગુજરાત ટાઈટન્સ ટીમના સ્ટ્રાઈક બોલર શમીના ગેમ પ્લાન પર તથા વરસાદ પડશે તો કયા નિયમો લાગૂ પડશે એના પર નજર ફેરવીએ....
દિવ્ય ભાસ્કરઃ કોલકાતાના વેધર અને પિચ કંડિશન પ્રમાણે તમારો બેસ્ટ બોલિંગ પાર્ટનર કોણ હશે? કોઈ ખાસ સ્ટ્રેટેજી બનાવી છે?
મોહમ્મદ શમીએ આ મુદ્દે જણાવ્યું કે પિચ અને કોલકાતાના વેધરની કંડિશન પ્રમાણે ટીમનું બોલિંગ કોમ્બિનેશન મેદાનમાં ઉતારવું જોઈએ. આ અંગે મારો ફેવરિટ પાર્ટનર બોલિંગમાં એ જ હશે જેની સાથે આ સિઝનના પાવરપ્લેમાં સૌથી વધારે વિકેટ્સ લીધી છે અને સામેની ટીમને મુશ્કેલીમાં મુકી છે. તેથી આમ જોવા જઈએ તો ટીમ મેનેજમેન્ટના નિર્ણયને જ હું સ્વીકારું છું પરંતુ મારા મત મુજબ અત્યારનું બેસ્ટ કોમ્બિનેશન જ કોલકાતાની પિચ પર ઉતારવું જોઈએ.
વેધર કંડિશન સાથે પાવરપ્લેનો પ્લાન બદલાશે- શમી
શમીએ વધુમાં દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે જો કોલકાતાના વેધર કંડિશન અને પિચની વાત કરીએ તો હાં સમય પ્રમાણે અમે પાવરપ્લે સહિત સ્લોગ ઓવર્સમાં બોલિંગ યુનિટમાં ફેરફાર કરી શકીએ છીએ. વળી અમારી પાસે આ સિઝનનું બેસ્ટ આક્રમક બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ છે.
ગુજરાતનું બોલિંગ યુનિટ સૌથી વધુ આક્રમક છે- શમી
મોહમ્મદ શમીએ ક્વોલિફાયર પહેલા ગુજરાત ટાઈટન્સના બોલિંગ યૂનિટને સૌથી આક્રમક જણાવ્યું હતું. તેવામાં એક સ્ટ્રાઈક બોલર તરીકે અમે ઘણા પાવરપ્લેમાં બેક ટુ બેક વિકેટ્સ લીધી છે. જેના કારણે વિરોધી ટીમ લગભગ મેચમાંથી પકડ ગુમાવી બેઠી હતી. અમારો પ્લાન એ જ રહેશે કે પાવરપ્લેમાં બેક ટુ બેક વિકેટ્સ લેવાની અને મેચમાં મજબૂત પકડ મેળવી લેવાની.
યુવા બોલર્સને હંમેશાં મદદ કરું છું- મોહમ્મદ શમી
શમી ગુજરાત ટાઈટન્સનો સૌથી અનુભવી બોલર છે, જે ટીમના બોલિંગ યૂનિટને લીડ પણ કરતો આવ્યો છે. તેણે જણાવ્યું કે મેચ દરમિયાન હું જે પણ બોલર બોલિંગ કરે છે એને ગાઈડન્સ આપતો આવ્યો છું. નેટ્સમાં પણ અમે સાથે સમય પસાર કરીએ છીએ આની સાથે પાવરપ્લેમાં કેવી લાઈન એન્ડ લેન્થ સાથે બોલિંગ કરવી એની માહિતી પણ અન્ય બોલર્સને આપતો રહું છું.
કોલકાતાનું વેધર અપડેટ
ક્વોલિફાયર-1 આજે મંગળવારે કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. તેવામાં એક્યૂવેધરના જણાવ્યા પ્રમાણે મંગળવારે 40 ટકા વરસાદ પડવાની સંભાવના છે, જે મહત્તમ સવાર સુધીમાં પડશે. જોકે ત્યારપછી દિવસનું 60% વાતાવરણ વાદળછાયું રહેશે. આવી સ્થિતિમાં જોવા જઈએ તો બોલિંગ કોમ્બિનેશનમાં બંને ટીમ ફેરફાર કરી શકે છે.
વરસાદ ગેમ બગાડશે તો કોણ વિજેતા?
જો વરસાદ વિલન બન્યો તો ગુજરાત મેચ જીતી ફાઈનલમાં પહોંચશે
ગુજરાત અને રાજસ્થાનની મેચમાં જો એકપણ ઓવર નહીં ફેંકાય અને પિચ પર મેચ રમી શકાય તેમ નથી તો ગુજરાત ટાઈટન્સ (ટેબલ-નંબર 1)ની ટીમ ફાઈનલમાં પહોંચી જશે.
મોહમ્મદ શમીનું IPL 2022માં પ્રદર્શન
શમીએ 14 મેચમાં કુલ 18 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું બેસ્ટ પ્રદર્શન 25/3 રહ્યું છે તો 7.7ના ઈકોનોમી રેટથી શાનદાર બોલિંગ કરી છે. અત્યારે IPL 2022ના સૌથી વધુ વિકેટ ટેકિંગ બોલર્સની યાદીમાં મોહમ્મદ શમીનો ટોપ-10મા સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.