SRKની KKRને જેકપોટ:IPL પહેલા શાહરુખ ખાનની ટીમને લોટરી લાગી, મેચ વિનર ખેલાડી આક્રમક અંદાજમાં જોવા મળ્યો; શુભમને ઇન્ટ્રાસ્ક્વોડ મેચમાં ફિફ્ટી ફટકારી

એક મહિનો પહેલા
  • BCCIએ ફેઝમાં દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોવા માટે પ્રવેશ આપવાની અનુમતિ આપી

IPL-14નો ફેઝ-2 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. તેવામાં તમામ ટીમો અત્યારે બીજા તબક્કાની તૈયારીમાં વ્યસ્ત છે અને ખેલાડીઓ પણ નેટ પ્રેક્ટિસમાં તનતોડ મહેનત કરી રહ્યા છે. અત્યારે IPLમાં ટ્રોફી ચેઝિંગનું વાતાવરણ ગરમાયું છે, ઉલ્લેખનીય છે કે એક તરફ ટોચ પર ચાલી રહેલી ટીમો પ્લેઓફમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી બાજુ પોઇન્ટ ટેબલમાં સૌથી ઓછા પોઇન્ટ પ્રાપ્ત કરેલી ટીમોની નજર પ્રથમ પ્લેઓફમાં પહોંચવા પર રહેલી છે. આ તમામ સમયગાળા દરમિયાન, જ્યારે ખેલાડીઓની પ્રેક્ટિસ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સનો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ શાનદાર ફોર્મમાં આવી ગયો છે.

ઈજાગ્રસ્ત હોવાથી ફોર્મમાં નહતો
કોલકાતા નાઈટ રાઇડર્સના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ છેલ્લા કેટલાક સમયથી ઈજાગ્રસ્ત હતો. ઇંગ્લેન્ડ ટૂર પર ઈજાગ્રસ્ત થતા તે એકપણ મેચ રમી શક્યો નહતો, પરંતુ હવે તે પહેલાની જેમ ફિટ થઈ ગયો છે. એટલું જ નહીં આ યુવા ખેલાડીએ પ્રેક્ટિસ સેશનમાં પ્રશંસનીય પ્રદર્શન દાખવીને કોલકાતા ટીમની બેટિંગ લાઇનઅપને મજબૂત કરવાના એંધાણ આપ્યા છે.

શુભમને ઇન્ટ્રાસ્ક્વોડ મેચમાં આક્રમક બેટિંગ કરી
અબુધાબીના શેખ જાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સે એક ઈન્ટ્રાસ્ક્વોડ મેચ રમી હતી. આ મેચ નીતીશ રાણા અને બેન કટિંગની પ્લેઇંગ-11 વચ્ચે રમાઈ હતી. જેમાં શુભમન ગિલે પ્રશંસનીય બેટિંગ કરીને ફિફ્ટી ફટકારી હતી. જોકે શુભમન સદીથી ચૂકી ગયો હતો પરંતુ તેની ઈનિંગને જોતા હવે શુભમન ઈજાથી બહાર આવી ગયો છે.

KKR સામે મુશ્કેલીઓનો પહાડ
IPLના પહેલા ફેઝમાં ઈયોન મોર્ગનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે 7માંથી માત્ર 2 મેચ જીતી હતી, જેના કારણે KKRની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા નંબરે છે. આવી સ્થિતિમાં, જો KKRને પ્લેઓફમાં સ્થાન મેળવવું હોય તો તેણે બાકીની 7 મેચમાંથી ઓછામાં ઓછી 5 મેચ જીતવી પડશે.

19 સપ્ટેમ્બરથી IPL ફેઝ-2 શરૂ
ઈન્ડિયન પ્રીમિયર લીગના બીજા ફેઝની શરૂઆત પહેલા ફેન્સ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. BCCIએ બુધવારે આ ફેઝમાં દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોવા માટે પ્રવેશ આપવાની અનુમતિ આપી દીધી છે. તેવામાં 19 સપ્ટેમ્બરથી શરૂ થતા ફેઝ-2ની પહેલી મેચ મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમાશે. તેવામાં ફેન્સ 16 સપ્ટમ્બરથી પોતાની ટિકિટ ઓનલાઇન બુક કરાવી શકશે.

ફેન્સ કેવી રીતે ટિકિટ બુક કરી શકશે?
IPLએ પોતાના ઓફિશિયલ અકાઉન્ટમાંથી ટ્વિટ કરીને આ અંગે જાહેરાત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ફેન્સ સત્તાવાર રીતે www.iplt20.com. અથવા PlatinumList.net.ની સાઇટ પરથી ટિકિટ બુક કરાવી શકશે. જોકે લીગના આયોજકોએ કેટલા દર્શકોને પ્રવેશ અપાશે એ અંગે સત્તાવાર આંકડો બહાર પાડ્યો નથી. પરંતુ કોવિડ પ્રોટોકોલને અનુસરીને તથા UAEના પ્રોટોકોલ પ્રમાણે ફેન્સને પ્રવેશ અપાશે તેવી જાહેરાત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...