બેટિંગ પર પરસેવો પાડી રહ્યો ચહલનો VIDEO:નેટ પર કલાકો સુધી બેટિંગ કરી રહ્યો, RCBએ કહ્યું - ઓપનિંગ કરવા ઈચ્છે છે, પરંતુ આજ સુધી 1 ચોગ્ગો પણ મારી શક્યો નથી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચહલની પત્ની ધનશ્રી પણ આ જોઈને હસી રહી હતી

RCBના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને બેટિંગ કરતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા ને...ચહલ ટોપ ઓર્ડર પર બેટિંગ કરવા માટે નેટ્સમાં ભારે પરસેવો પાડી રહ્યો છે. બેટિંગ કરતી વખતે ચહલ શૉટ પણ મારી રહ્યો છે. RCBએ તેની સત્તાવાર વેબસાઇટ પર તેનો વીડિયો શેર કરતા લખ્યું કે, ચહલ વિચારી રહ્યો છે કે તે આરસીબી માટે ઓપનિંગ કરી શકે છે. જો કે RCB માટે કેપ્ટન કોહલી અને દેવદત્ત પડિક્કલ ઓપનિંગ કરે છે.

પરંતુ રાજસ્થાન રોયલ્સ સામે મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેચ દરમિયાન, તે ત્રીજા નંબર પર એટલે કે વન-ડાઉન પર બેટિંગ કરવાનો આગ્રહ કરતો જોવા મળ્યો હતો. પછી તેની પત્ની ધનશ્રી પણ તેની આ હરકત જોઈને હસી રહી હતી.

એક મેચ દરમિયાન ચહલની પત્ની ધનશ્રી.
એક મેચ દરમિયાન ચહલની પત્ની ધનશ્રી.

ટોપ સ્કોર 8 છે, આજ સુધી ચહલ ચોગ્ગો પણ ફટકારી શક્યો નથી
વાસ્તવમાં યુઝવેન્દ્ર ચહલ 10માં નંબર પર બેટિંગ કરવા આવે છે. તેનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ સ્કોર 8 છે. તેને 110 મેચમાંથી 18 મેચમાં બેટિંગ કરવાની તક મળી છે. આમાં તેણે કુલ 32 રન બનાવ્યા છે.

વાત એમ હતી કે મેચમાં રાજસ્થાનના 149 રનનો પીછો કરવા મેદાનમાં ઉતરેલા બેંગ્લોરના ઓપનર વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલ સારું રમી રહ્યા હતા. સ્ટેન્ડમાં મેક્સવેલ, કેએસ ભરત અને ડીવિલિયર્સ પેડ બાંધીને બેઠા હતા. પછી કોમેન્ટેટરે એક સવાલ પૂછ્યો કે જો વિકેટ પડી જાય તો કોને ત્રણ નંબર પર એટલે કે વન ડાઉન પર બેટિંગ કરવા જવું જોઈએ?

ટીવી પર આ સવાલ જોઈને યુઝવેન્દ્રએ ત્રીજા નંબર પર બેટિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. મેક્સવેલે પણ તેને ટેકો આપ્યો હતો. બાકીના લોકો યુઝવેન્દ્રની વાત સાંભળીને હસવા લાગ્યા. સ્વયં કોમેન્ટેટર પણ તેની વાત પર હસવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...