પ્લેયર હોય તો લિવિંગસ્ટોન જેવો:આક્રમક બેટિંગ કરી શાનદાર ફિફ્ટી ફટકારી, બોલિંગમાં 2 મહત્વપૂર્ણ વિકેટો ખેરવી; અસામાન્ય કેચ પણ પકડ્યો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

રવિવારે પંજાબ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં પંજાબના ઓલરાઉન્ડર ખેલાડી લિયામ લિવિંગસ્ટોનનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. મેચમાં ચેન્નઈના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને પીચની કન્ડિશન્સ જોતા તે નિર્ણય યોગ્ય પણ હતો.

પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલ અને વિકેટકીપર બેટ્સમેન ભાનુકા રાજપક્ષે શરુઆતમાં જ આઉટ થઈ ગયા હતા. રાજપક્ષેના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા લિવિંગસ્ટોને મેદાનમાં ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરી નાખ્યો.

પાંચમી ઓવરમાં ઈંગ્લેન્ડના ખેલાડીએ IPL 2022નો 108 મીટરનો સૌથી લાંબો છગ્ગો ફટકારી દીધો. તેણે માત્ર 32 બોલ પર 60 રન બનાવી દીધા. આ દરમિયાન લિયામે 5 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

બે મહત્વપૂર્ણ વિકેટો ખેરવી
બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યા બાદ જ્યારે કેપ્ટને બોલિંગ કરવા સૌંપી તો તેમાં પણ તેણે પોતાનું બેસ્ટ આપ્યું અને ચેન્નઈની 2 વિકેટો લઈ લીધી. 15મી ઓવરમાં આક્રમક રીતે રમી રહેલા શિવમ દુબેને આઉટ કર્યો અને તેના આગળના જ બોલમા વિસ્ફોટક ઈનિંગ રમવા માટે જાણીતા ડી.જે બ્રાવોને અસામાન્ય કેચ કરી આઉટ કર્યો હતો.

બ્રાવોનો શાનદાર કેચ પકડ્યો
બ્રાવો 15મી ઓવરના છેલ્લા બોલ પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે બોલને ડિફેન્ડ કરવાનો પ્રયાસ કર્યો જેથી આગલી ઓવરમાં નોન-સ્ટ્રાઈકીંગ એન્ડ પર ઊભેલો ધોની સ્ટ્રાઈકને સંભાળી શકે, પરંતુ તે પછી ડિફેન્સ કરવા જતા બોલ સહેજ ઉછળતા જ લિવિંગ્સ્ટોને સુપરમેનની જેમ કેચ લપકી લીધો. કોમેન્ટેટર્સ પણ તેનો કેચ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને લિવિંગસ્ટોનના આ કેચને IPL 2022નો સર્વશ્રેષ્ઠ કેચ ગણાવ્યો.

પંજાબે 11.50 કરોડ ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો
IPL 2022ના ઓક્શનમાં લિયામ લિવિંગ્સ્ટોનને પંજાબ કિંગ્સે 11.50 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તેની બેઝ પ્રાઈઝ એક કરોડ હતી. પંજાબની ફ્રેન્ચાઈઝી ઈચ્છે છે કે લિવિંગસ્ટોન આગામી મેચોમાં પણ આવું જ પ્રદર્શન કરે. પંજાબે આ સિઝનમાં ત્રણ મેચ રમી છે. ટીમ બેમાં જીતી છે અને એકમાં હારી છે.

અન્ય સમાચારો પણ છે...