દરેક મેચમાં કેમેરાનો ઉપયોગ થાય છે. ખેલાડીઓની એક્ટિવિટી ફેન્સ સુધી પહોંચાડવા માટે ફ્રેન્ચાઈઝી પ્રેક્ટિસ સેશનમાં કેમેરાની પણ વ્યવસ્થા કરે છે. આ વખતે કેમેરાવર્ક દિલ્હી કેપિટલ્સ માટે થોડું મોંઘું સાબિત થઈ ગયું છે.
કવર ડ્રાઇવથી કેમેરો તૂટ્યો
DCના યુવા બેટ્સમેન અશ્વિન હેબ્બાર નેટ્સમાં બેટિંગ પ્રેકટિસ કરી રહ્યો હતો. તે સુંદર કવર ડ્રાઇવ લગાવવા ગયો. અહીં સુધી આ વીડિયોમાં પણ કંઈ અજુગતું નથી. ખરી જોવા જેવી હવે થાય છે, અશ્વિનનો શોટ સીધો કેમેરાના લેન્સ સાથે અથડાય છે અને એ તૂટી જાય છે.
હવે આ વીડિયો જોઈ રહેલા ચાહકો DCને કહે છે કે જો બેટ્સમેનને ટીમમાં ડેબ્યુ કરવાની તક નહીં આપો તો તે આ રીતે કેમેરા તોડતો રહેશે. આંધ્રપ્રદેશના ખેલાડી અશ્વિનને દિલ્હીની ટીમે આ વર્ષે 20 લાખની મૂળ કિંમતમાં ખરીદ્યો છે.
મેક્સવેલ ગરમીથી કંટાળેલો જોવા મળ્યો
ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. સામાન્ય લોકોની સાથે સાથે દિગ્ગજ ક્રિકેટરો પણ તેનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લરના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં RCBને પ્લેઓફમાં પહોંચવા માટે કોઈપણ સંજોગોમાં ગુજરાત ટાઇટન્સ સામેની મેચ જીતવી જરૂરી છે.
સ્ટાર ઓલરાઉન્ડર મેક્સવેલ ટીમની છેલ્લી લીગ મેચમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રખર તડકામાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ખૂબ પરસેવો પાડી રહ્યો છે. ગરમીને કારણે જ્યારે તેને પરસેવો થઈ રહ્યો હતો ત્યારે મેક્સવેલે તેનો ચહેરો ફ્રિજમાં મૂકીને ગરમી દૂર કરી. આ નજારો જોઈને ચાહકો ખૂબ જ હસી રહ્યા છે.
દિલ્હી પાસે ટોપ-4 ટીમમાં જગ્યા બનાવવાની સૌથી સારી તક
દિલ્હી કેપિટલ્સે 13 મેચ રમી છે અને તેનો નેટ રન રેટ 0.255 છે. દિલ્હીને તેની છેલ્લી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમવાની છે, જેને તેણે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સ સામે 17 રનથી શાનદાર જીત નોંધાવી હતી.
પ્લેઓફમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહેલી બાકીની ટીમો માટે આ મોટો આંચકો છે. દિલ્હીનો નેટ રન રેટ જે પહેલાંથી સારો હતો તે હવે 0.255 છે. જોકે પંજાબના જીતેશ શર્માએ અંતે વિકેટ પડવાની વચ્ચે બનાવેલા રન, જેના કારણે દિલ્હીને રન રેટના સંદર્ભમાં મોટો ફાયદો મળ્યો ન હતો.
દિલ્હીના પરિપ્રેક્ષ્યમાં, સમીકરણ સરળ છે. શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામેની છેલ્લી ગેમ જીતો અને પ્લેઓફ માટે ક્વોલિફાઇ કરો. જો તેઓ તે મેચ હારી જાય અને 14 પોઈન્ટ પર રહે તો પણ તેમની પાસે ક્વોલિફાઈ થવાની સારી તક છે. જો રોયલ ચેલેન્જર્સ બેંગલોર ગુજરાત ટાઇટન્સ સામે હારી જશે તો દિલ્હી માટે પ્લેઓફમાં પ્રવેશવાની સારી તક હશે. જોકે, નેટ રન રેટની વાત કરીએ તો દિલ્હી હજુ સુરક્ષિત નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.