IPL 2022ની 69મી મેચમાં મુંબઈએ દિલ્હીને 5 વિકેટે હરાવ્યું હતું. આ જીતથી પ્લેઓફમાંથી બહાર થઈ ગયેલા મુંબઈના ખેલાડીઓને કદાચ એ વાતનો સંતોષ થયો હશે કે તેઓએ લીગનો અંત જીત સાથે કર્યો, પરંતુ RCBના ખેલાડીઓ તેમની જીતથી સૌથી વધુ ખુશ થયા હતા. કારણ કે જો દિલ્હી આ મેચ જીતી ગયું હોત તો RCB પ્લેઓફમાં ન પહોંચી શક્યું હોત. તેવામાં હોટલના રૂમમાં ટીવી પર મેચ જોઈ રહેલા બેંગ્લોરના ખેલાડીઓ મુંબઈની જીત સાથે જ ઉછળી ગયા અને નાચવા લાગ્યા હતા.
કોહલી અને ફાફ ડુ પ્લેસિસે પ્લેઓફની આશા જીવંત રાખી
કોહલીએ GT સામે 54 બોલમાં 74 રન કર્યા હતા. તે જ સમયે, ડુ પ્લેસિસે 38 બોલમાં 44 રન કર્યા હતા. આ કારણે કોહલી અને ડુપ્લેસીસ પણ તેમની ખુશીને રોકી શક્યા નહીં. બંને એ આ મેચ પહેલા એમ પણ કહ્યું હતું કે તે મુંબઈની જીત માટે પ્રાર્થના કરશે.
મુંબઈનું ભાગ્ય બેંગ્લોરના હાથમાં હતું
જેવી રીતે આ મેચ દિલ્હી માટે મહત્ત્વની હતી એવી રીતે જ આ મેચના પરિણામે બેંગ્લોરની આશાઓ પણ જીવંત રાખી હતી. પ્લે-ઓફ માટે ત્રણેય ટીમો નક્કી થઈ ચૂકી હતી. ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સે ટોપ-3માં રહીને તેમની ટિકિટ પાક્કી કરી લીધી હતી. તેવામાં ચોથી ટીમનો નિર્ણય આ મેચ બાદ જ થવાનો હતો.
બેંગલુરુએ તેમની છેલ્લી લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને તેમની પ્લેઓફની આશા જીવંત રાખી હતી. પરંતુ આરસીબીનું ભાગ્ય મુંબઈ ઈન્ડિયન્સના હાથમાં હતું. જ્યારે MI તેમની છેલ્લી મેચ જીત સાથે પૂરી કરશે ત્યારે જ તે પ્લે-ઑફમાં પહોંચશે. આ કારણે RCBના સમગ્ર ટીમ મેનેજમેન્ટની નજર આ મેચ પર હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.