ચેન્નઈ 7મી મેચ હાર્યું:બેંગ્લોરે 13 રનથી હરાવ્યું, કેપ્ટન કૂલની ટીમ લગભગ પ્લેઓફની બહાર; હર્ષલે 3 વિકેટ લીધી

20 દિવસ પહેલા
 • કૉપી લિંક

IPL 2022ની 49મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 13 રનથી ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું છે. CSK પાસે 174 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 160/8નો સ્કોર જ નોંધાવી શકી અને મેચ હારી ગઈ છે. ડેવોન કોનવેએ સૌથી વધુ 56 રન કર્યા હતા. વળી ચેન્નઈ 7મી મેચ હારી લગભગ પ્લેઓફ રેસની બહાર થઈ ગયું છે.

સતત ત્રણ હાર પછી બેંગલુરુની આ પ્રથમ જીત છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી RCBએ 11માંથી 6 મેચ જીતી છે અને 5માં હારનો સામનો કર્યો છે. આની સાથે જ ચેન્નઈની 10 મેચમાં આ સાતમી હાર છે. ટીમ માત્ર 3 મેચ જીતી શકી છે.

કોનવેની સતત બીજી ફિફ્ટી
કિવી ઓપનર ડેવોન કોનવેએ શાનદાર બેટિંગ કરતા આ ટૂર્નામેન્ટમાં સતત બીજી ફિફ્ટી પૂરી કરી લીધી હતી. જોકે, તે હાઈસ્કોરિંગ ઇનિંગ રમી શક્યો નહોતો અને 37 બોલમાં 56 રન કરીને આઉટ થયો હતો. તેણે છેલ્લી મેચમાં હૈદરાબાદ સામે અણનમ 85 રન કર્યા હતા.

 • અંબાતી રાયડુ 8 બોલમાં 10 રન કરીને આઉટ થયો હતો.
 • રવિન્દ્ર જાડેજા 5 બોલમાં 3 રન કરીને પેવેલિયન ભેગો થયો હતો.
 • મેક્સવેલે 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી હતી.

કોહલીની ધીમી ઈનિંગનો અંત
વિરાટ કોહલી 33 બોલમાં 30 રન કરીને આઉટ થયો હતો. મોઈન અલીએ વિરાટને ક્લીન બોલ્ડ કરી ચેન્નઈને મહત્ત્વપૂર્ણ વિકેટ અપાવી હતી. કિંગ કોહલીએ પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 90.91 હતો.

 • મોઈને IPLમાં પહેલીવાર કોહલીને આઉટ કર્યો હતો.
 • આ સીઝનમાં RCBના પૂર્વ કેપ્ટને 11 ઇનિંગ્સમાં 23.44ની એવરેજથી 211 રન કર્યા છે.
 • રજત પાટીદાર 15 બોલમાં 21 રન કરી આઉટ થયો હતો.
 • પાટીદાર અને લોમરોરે ચોથી વિકેટ માટે 32 બોલમાં 44 રન જોડ્યા હતા.

મોઇને 150 વિકેટ પૂરી કરી
આ મેચમાં એક વિકેટ લેતાની સાથે જ મોઈન અલીએ T20 ક્રિકેટમાં પોતાની 150 વિકેટ પૂરી કરી હતી. આ ફોર્મેટમાં આ રેકોર્ડ નોંધાવનારો મોઈન વિશ્વનો 123મો ખેલાડી બની ગયો છે. તેણે ફાફ ડુ પ્લેસિસને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. વળી અલીએ મેચમાં 4 ઓવરમાં 2 વિકેટ લીધી હતી. એટલું જ નહીં ફાફ ડુપ્લેસિસ ઉપરાંત તેણે વિરાટ કોહલી (33)ને પણ આઉટ કર્યો હતો.

RCBની મજબૂત શરૂઆત
ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા RCBએ મજબૂત શરૂઆત કરી હતી. આ દરમિયાન કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ પહેલી વિકેટ માટે 44 બોલમાં 62 રન જોડ્યા હતા. બંને ખેલાડીઓ સારી લયમાં જોવા મળ્યા હતા. તેવામાં મોઈન અલીએ આ ફાફ ડુપ્લેસિસને આઉટ કરીને આ પાર્ટનરશિપ તોડી હતી. તે 22 બોલમાં 38 રન કરીને આઉટ થયો હતો.

 • પાવર પ્લે સુધી આરસીબીનો સ્કોર 57/0 હતો.
 • ડુપ્લેસિસે IPL 2022ની 11 ઇનિંગ્સમાં 316 રન કર્યા હતા.

ધોનીની 200મી મેચ
IPLમાં ચેન્નઈ માટે એમએસ ધોનીની આ 200મી મેચ છે. તે વિરાટ કોહલી પછી કોઈપણ એક ફ્રેન્ચાઈઝી માટે 200 મેચ રમનારો માત્ર બીજો ખેલાડી બની ગયો છે. તમને જણાવી દઈએ કે કોહલીએ RCB માટે 218 મેચ રમી છે.

RCBના દરેક ખેલાડીએ યોગદાન આપવું પડશે
રોયલ ચેલેન્જર બેંગ્લોર માટે પાવરપ્લેમાં ઝડપથી રન કરવાનો ટાસ્ક રહેશે. કારણ કે ટીમ છેલ્લા ઘણા સમયથી આ ઓવર્સમાં બેક ટુ બેક વિકેટ ગુમાવી દેતી હોય છે. વળી વિરાટ ભલે ખરાબ ફોર્મમાં હોય પરંતુ ટીમમાં તેનું યોગદાન પણ મહત્ત્વપૂર્ણ રહેશે. જેથી મિડલ ઓર્ડરથી લઈ ફિનિશિંગ રોલમાં દરેક ખેલાડીએ સારુ યોગદાન આપવું પડશે.

CSKના કેપ્ટન બદલવાથી નસીબ બદલાશે!
ધોની પાસે હવે CSK ટીમની કમાન છે. સનરાઈઝર્સ જેવી મજબૂત બોલિંગ લાઈનઅપ સામે તેમના ટોપ ઓર્ડરે જેવી રીતે બેટિંગ કરી હતી એને જોતા હવે ધોનીનું પ્રભુત્વ દેખાઈ રહ્યું છે. માહીનો ટાસ્ક હવે દરેક મેચ મોટા માર્જિનથી જીતી ચેન્નઈને પ્લેઓફ રેસમાં ટકાવી રાખવાનો રહેશે.

બંને ટીમની પ્લેઇંગ-11

 • RCB: ફાફ ડુપ્લેસિસ, વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોર, વાણિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ.
 • CSK: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, મોઈન અલી, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, ડ્વેન પ્રિટોરિયસ, સિમરજીત સિંહ, મુકેશ ચૌધરી, મહિષ થિક્ષ્ણા
અન્ય સમાચારો પણ છે...