IPL 2022માં બુધવારે બેબી AB એટલે કે ડેવોલ્ડ બ્રેવિસે તોફાની બેટિંગ કરી હતી. આ દરમિયાન પંજાબે આપેલા 199 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી. રોહિત અને ઈશાન પેવેલિયન ભેગા થયા પછી યુવા બેટર અને બેબી ABથી પ્રખ્ચાત ડેવોલ્ડ બ્રેવિસે તોફાની બેટિંગ કરી હતી. તેણે રાહુલ ચાહરની એક ઓવરમાં 29 રન કરી તેને મુશ્કેલીમાં મુકી દીધો હતો.
બોલિંગમાં રાહુલનો પરસેવો છૂટી ગયો
મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગની 9મી ઓવર કરવા માટે પંજાબના કેપ્ટને રાહુલ ચાહરને પસંદ કર્યો હતો. ત્યારપછી તિલક વર્માએ સ્ટ્રાઈક રોટેટ કરીને ડેવોલ્ડ બ્રેવિસને રમવાની તક આપી હતી. બસ આ દરમિયાન જે થયું એનાથી પંજાબના કોચ સહિત ફિલ્ડર્સ પણ ચોંકી ગયા હતા.
રાહુલ ચાહર ઓવર ભૂલવા માગશે, બેબી ABનો તોફાની શો
બેબી AB ફિફ્ટી ચૂક્યો
ડેવોલ્ડ બ્રેવિસ પોતાની ઈનિંગમાં 25 બોલ દરમિયાન 4 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 49 રન કર્યા હતા. તેવામાં બેબી ABએ 196ના સ્ટ્રાઈક રેટથી તોફાની બેટિંગ કરી હતી. જોકે ત્યારપછી ઓડિન સ્મિથે તેની વિકેટ લઈ પંજાબને મેચમાં કમબેક કરાવ્યું હતું. ડેવોલ્ડ બ્રેવિસ અને તિલક વર્મા વચ્ચે 41 બોલમાં 84 રનની ઈનિંગ રમી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.