એક ઓવરમાં 25 રનનો VIDEO:આયુષ અને લુઇસે 19મી ઓવરમાં ચેન્નઈ પાસેથી મેચ છીનવી લીધી, શિવમ દુબેની ઓવરની બંનેએ ધોલાઈ કરી નાખી

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુરુવારે લખનઉ અને ચેન્નઈના સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ ખૂબ જ આકર્ષક રહી હતી. ચેન્નઈની ટીમે લખનઉને 211 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લખનઉની ટીમે 19.3 ઓવરમાં ટાર્ગેટ પૂરો કર્યો હતો. એક સમયે તો મેચ લખનઉની પકડમાંથી બહાર થઈ ગઈ હોય એવું લાગતું હતું, પરંતુ એવિન લુઈસ અને આયુષ બદોનીએ 13 બોલમાં 40 રનની ભાગીદારીએ લક્ષ્યને નાનું બનાવી દીધુ હતું. બંનેએ મળીને 19મી ઓવરમાં 25 રન બનાવ્યા હતા અને સરળતાથી મેચ લખનઉની તરફેણમાં ફેરવી દીધી હતી. શિવમ દુબેને 19મી ઓવર આપવાનું ચેન્નઈને ઘણું ભારે પડ્યું હતું. રવીન્દ્ર જાડેજા અને મોઈન અલીની ઓવર બાકી હતી ત્યારે શિવમને બોલિંગ આપવામાં આવી હતી.

અમે તમને જણાવીએ કે કેવી રીતે બંને બેટ્સમેને 19મી ઓવરમાં 25 રન બનાવ્યા

18.1: આયુષ બદોનીએ શિવમ દુબેની ઓવરના પહેલા બોલ પર બેકવર્ડ સ્ક્વેર લેગની દિશામાં સિક્સર ફટકારી.

18.2: સતત બે વાઈડ બોલિંગ કર્યા પછી, શિવમ સીધો બોલ ફેંકે છે, જેના પર આયુષ એક રન લે છે.

18.3: ત્રીજા બોલ પર, લુઈસ ડીપ બેકવર્ડ પોઈન્ટ પર એક શાનદાર શોટ ફટકારે છે અને 2 રન કરે છે.

18.4: શિવમ દુબેનો બોલ ઓફ-સ્ટમ્પની બહાર હતો, જેનો લુઈસે ફાયદો ઉઠાવ્યો અને ચોથા બોલ પર શાનદાર ચોગ્ગો ફટકાર્યો.

18.5: પાંચમો બોલ ફરી એકવાર પિચની ઉપર હતો અને લુઈસે આ બોલ પર પણ શાનદાર બાઉન્ડરી પર ચોગ્ગો ફટકાર્યો હતો.

18.6: લુઈસે ઓવરના છેલ્લા બોલ પર લોંગ ઓફ પર શાનદાર સિક્સર ફટકારી. આ સાથે તેણે પોતાની ફિફ્ટી પણ પૂરી કરી.

19મી ઓવરમાં શિવમ દુબેએ 25 રન આપ્યા હતા અને મેચ સંપૂર્ણપણે લખનઉનાં હાથમાં આવી ગઈ હતી.

લખનઉના ઓપનિંગ બેટ્સમેનોએ મેચને ઝડપી શરૂઆત કરાવી હતી
211 રનના ટાર્ગેટનો પીછો કરતા કેએલ રાહુલ અને ડિકોકે લખનઉની ટીમને ઝડપી શરૂઆત કરાવી હતી અને બંનેએ 10.2 ઓવરમાં 99 રન કર્યા હતા. રાહુલ 26 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો હતો. તેણે બેટથી બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 153.85 હતો, જ્યારે ડિકોકે 61 રન બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...