સચિનના દીકરાનો તરખાટ:અર્જુને શાનદાર યોર્કર પર 15 કરોડના ખેલાડી એવા ઈશાનને ક્લિન બોલ્ડ કર્યો, IPLમાં હજુ તક મળી નથી

24 દિવસ પહેલા

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરનો અત્યારે નેટ સેશનમાંથી એક વીડિયો સામે આવી રહ્યો છે. જેમાં તે પ્રેક્ટિસ સેશનમાં મુંબઈ ઈન્ડિયન્સના વિસ્ફોટક ઓપનર ઈશાન કિશનને યોર્કર નાખી ક્લિન બોલ્ડ કરતો જોવા મળ્યો છે. તેવામાં મુંબઈ સતત 6 મેચ હારી ગયું હોવાથી અર્જુનને તક મળી શકે છે.

અર્જુનની પ્રતિભા પર સવાલો ઉભા થયા છે
જ્યારથી ભારતમાં ફેમિલીલીઝમ પર ચર્ચા ચાલી રહી છે ત્યારથી સેલિબ્રિટી બાળકો લોકોની નજરમાં આવી ગયા છે. જો અભિનેતાનો પુત્ર અભિનેતા બને તો તેને પરિવારના નામનો લાભ મળે તેવું કહેવામાં આવે છે. અર્જુન પર પણ ટ્રોલર્સ સતત સવાલો ઉઠાવી રહ્યા છે. ઘણા લોકો માને છે કે તેની પાસે ક્રિકેટની પ્રતિભાનો અભાવ છે, પરંતુ સચિન તેંડુલકરનો પુત્ર હોવાને કારણે અર્જુન તેના પક્ષમાં છે. હવે કદાચ અર્જુને આ ધારણાને નાબૂદ કરવાનું નક્કી કર્યું છે. જીમમાં મહેનત કરવાથી લઈને તેણે ક્રિકેટ પ્રેક્ટિસ સુધી, અથાગ પ્રયત્નો કરવાનું શરૂ કર્યું છે.

ઈશાન કિશન ગુસ્સે થઈ ગયો
લખનઉ સામેની મેચમાં આઉટ થયા પછી ડગઆઉટમાં જતા સમયે લયમાં ન રહેલો ઈશાન કિશને બાઉન્ડરી લાઈન પર જોરથી બેટ પછાડ્યું હતું. ઈશાન કિશનને મુંબઈ ઈન્ડિયન્સે મેગા ઓક્શનમાં 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPLની આ સિઝનમાં તેણે શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ તે પછી તે પોતાની લયથી ભટકી ગયો અને વધારે સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો.

ઈશાને દિલ્હી સામેની પહેલી મેચમાં 81 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે જ સમયે, રાજસ્થાન રોયલ્સ સામે પણ 54 રન કર્યા હતા. પરંતુ ત્યારપછી તે એકપણ મેચમાં 26થી વધુ રન કરી શક્યો નથી. તેણે અત્યાર સુધી 6 ઇનિંગ્સમાં 38.20ની એવરેજથી 191 રન કર્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 117.17નો રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...