ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું હતું. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી SRHએ 20 ઓવરમાં 5 વિકેટે 186 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરે વિરાટ કોહલીની સદીના આધારે 19.2 ઓવરમાં ટાર્ગેટ મેળવી લીધો હતો.
કોહલીએ ભુવનેશ્વર કુમારના બોલ પર સિક્સર ફટકારીને સિઝનની પોતાની પ્રથમ સદી પૂરી કરી હતી. મેચ બાદ તેણે પત્ની અનુષ્કા શર્મા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. RCBનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ત્રણ વખત આઉટ થતા બચી ગયો હતો. મેચની આવી ટોપ મોમેન્ટ્સ અને તેની અસર હવે પછીની સ્ટોરીમાં જાણીશું...
1. કોહલીએ 103 મીટર લાંબી સિક્સ ફટકારી
બીજી ઈનિંગની નવમી ઓવરમાં નીતિશ કુમાર રેડ્ડી બોલિંગ કરી રહ્યો હતો. તેણે ઓવરનો પહેલો બોલ સારી લેન્થ પર ફેંક્યો હતો. વિરાટ કોહલી બેકફૂટ પર રહ્યો અને ડીપ મિડ-વિકેટ પર સિક્સર મારવા આગળ વધ્યો. આ સિક્સ 103 મીટર લાંબી હતી, જે મેચની સૌથી લાંબી સિક્સ પણ હતી.
ઈમ્પેક્ટ: વિરાટ કોહલી પ્રથમ ઓવરથી જ SRH બોલરો પર દબાણ લાવે છે. તેણે સતત મોટા શોટ ફટકાર્યા અને SRHને મેચમાં પરત ફરવાની તક આપી ન હતી.
2. ગ્લેન ફિલિપ્સે ડુ પ્લેસિસનો કેચ છોડ્યો
બીજી ઈનિંગમાં ગ્લેન ફિલિપ્સે બેંગલુરુના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસનો સરળ કેચ છોડ્યો હતો. કાર્તિક ત્યાગી ચોથી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. તેણે ઓવર શોર્ટ પિચનો બીજો બોલ નાખ્યો. ડુ પ્લેસિસ પુલ શોટ રમે છે. બોલ ડીપ મિડ-વિકેટ પર ઊભેલા ગ્લેન ફિલિપ્સ પાસે ગયો. ફિલિપ્સ બોલની નીચે આવ્યો, પરંતુ કેચ કરી શક્યો નહીં.
ઈમ્પેક્ટ - ડુ પ્લેસિસ 8 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે કેચ છોડ્યો હતો. તેણે 71 રનની ઇનિંગ રમી અને વિરાટ કોહલી સાથે 172 રનની ભાગીદારી કરીને ટીમને જીતની નજીક પહોંચાડી.
3. કોહલીએ અનુષ્કા અને વામિકાને વીડિયો કોલ કર્યો હતો
મેચ બાદ વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે વીડિયો કોલ પર વાત કરતો જોવા મળ્યો હતો. અનુષ્કા અવારનવાર RCBની મેચ જોવા બેંગ્લોર આવે છે, પરંતુ તે મેચ જોવા માટે હૈદરાબાદ આવી શકી નહોતી. આવી સ્થિતિમાં કોહલીએ પોતાના પરિવાર સાથે વીડિયો કોલ પર જ વાત કરી હતી.
4. ડાગરનો ડાઇવિંગ કેચ, ડુ પ્લેસિસ નો-બોલમાં બચી ગયો
ફાફ ડુ પ્લેસિસ નવમી ઓવરમાં આઉટ થવાથી બચી ગયો. નીતીશ રેડ્ડીએ ઓવરના પાંચમા બોલ પર શોર્ટ પીચ ફેંકી હતી. ડુ પ્લેસિસે શોટ રમ્યો, પરંતુ ડીપ મિડ-વિકેટ પર ઊભેલા મયંક ડાગરે ડાઇવ મારીને કેચ કરી લીધો.
ફિલ્ડ અમ્પાયરે બેટરને પેવેલિયનમાં જતા રોક્યો હતો. રિપ્લેમાં, થર્ડ અમ્પાયરે જોયું કે બોલ ઓવરનો બીજો બાઉન્સર હતો, તેથી તેને નો-બોલ કહેવામાં આવે છે. નીતીશે ઓવરનો બીજો બોલ પણ ખભા ઉપર બાઉન્સર વડે ફેંક્યો હતો. ટી-20 ક્રિકેટની એક ઓવરમાં બોલરને માત્ર એક જ બાઉન્સર નાખવાની છૂટ છે, આવા નો-બોલમાં ડુ પ્લેસિસને 41 રનના સ્કોર પર જીવનદાન મળ્યું.
ઈમ્પેક્ટ - ડુ પ્લેસિસ આ વખતે નો-બોલને કારણે બચી ગયો. તેણે 19મી ઓવર સુધી બેટિંગ કરી અને પોતાની ટીમને જીતની ઉંબરે પહોંચાડી.
5. કોહલીએ સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી
વિરાટ કોહલીએ 4 વર્ષ બાદ IPLમાં સદી ફટકારી છે. તેની સદી પૂરી કરવાની શૈલી પણ શાનદાર હતી. વિરાટ 18મી ઓવરમાં 94 રન પર બેટિંગ કરી રહ્યો હતો. ભુવનેશ્વર કુમારે ઓવરના ચોથા બોલ પર લેગ સ્ટમ્પ પર ફુલ લેન્થ બોલ કર્યો હતો. ક્રિઝની અંદર ઊભેલા કોહલીએ ડીપ મિડ-વિકેટ પર સિક્સર ફટકારી અને પોતાની સદી પૂરી કરી હતી.
ઈમ્પેક્ટ - કોહલીની સદીએ બેંગલુરુને એકતરફી જીત અપાવી. કોહલી સદી ફટકાર્યા બાદ બીજા જ બોલ પર આઉટ થયો હતો, પરંતુ પેવેલિયન પરત ફર્યા બાદ આરસીબીને 13 બોલમાં માત્ર 15 રનની જરૂર હતી. ટીમે માત્ર 9 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.
6. બ્રેસવેલે ત્રણ બોલમાં બે વિકેટ ઝડપી હતી
બેંગ્લોરના બોલર માઈકલ બ્રેસવેલે ત્રણ બોલમાં બે વિકેટ ઝડપી હતી. પ્રથમ દાવમાં તેણે પાંચમી ઓવરના પહેલા જ બોલ પર અભિષેક શર્માની વિકેટ લીધી હતી. અભિષેકે કવર પોઈન્ટ પર શોટ રમ્યો હતો, જેને મહિપાલ લોમરોરે ડાઈવ મારીને કેચ કર્યો હતો.
બીજા બોલ પર એક રન લીધા બાદ તેણે ત્રીજા બોલ પર બીજી વિકેટ લીધી. બ્રેસવેલે મિડલ સ્ટમ્પ પર સારી લેન્થ બોલ ફેંક્યો હતો. રાહુલ ત્રિપાઠીએ સ્કૂપ શોટ રમ્યો હતો પરંતુ શોર્ટ ફાઈન લેગ પર હર્ષલ પટેલના હાથે કેચ થયો હતો. આ રીતે બ્રેસવેલે 3 બોલમાં 2 વિકેટ ઝડપી હતી.
ઈમ્પેક્ટ - પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવીને હૈદરાબાદ શરૂઆતમાં દબાણમાં આવી ગયું.
હવે જુઓ મેચ સંબંધિત તસવીરો...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.