તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPLમાં અત્યાર સુધીમાં 19 હેટ્રિક:અમિત મિશ્રાએ 3 અને યુવરાજે 2 વાર હેટ્રિક ઝડપી, જ્યારે PSL અને બિગ બેશ સહિત 4 મોટી લીગમાં કુલ 17 હેટ્રિક નોંધાઈ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

IPLની 14મી સીઝનની શરૂઆત 9 એપ્રિલથી થઈ રહી છે. 20 ઓવરના ફોર્મેટમાં બેટ્સમેનને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. ભારતીય પિચ પર ટાર્ગેટ ચેઝ કરવાને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેવામાં બોલર્સનો રોલ વધુ મહત્ત્વ થઈ જાય છે. ઘણા બોલર્સે લીગમાં હેટ્રિક લઈને મેચનું રૂપ જ ફેરવી નાખ્યું છે. IPLમાં કુલ 19 વખત હેટ્રિક નોંધાઈ છે. તેમાં અમિત મિશ્રાએ સૌથી વધુ 3 અને યુવરાજ સિંહે 2 હેટ્રિક લીધી છે. રસપ્રદ વાત તો એ છે કે, IPL સિવાય પાકિસ્તાન સુપર લીગ, બિગ બેશ લીગ સહિત 4 મોટી લીગમાં કુલ થઈને 17 હેટ્રિક નોંધાઈ છે. ચાલો જાણીએ એ બોલર્સ વિશે જેમણે IPLમાં હેટ્રિક લીધી છે.

2008 IPL

લક્ષ્મીપતિ બાલાજી: ઇરફાન પઠાણ, પિયુષ ચાવલા અને વીઆરવી સિંહને આઉટ કર્યા
અમિત મિશ્રા: રવિ તેજા, પ્રજ્ઞાન ઓઝા, તિલકરત્ને દિલશાન અને આરપી સિંહને આઉટ કર્યા
મખાયા એન્ટિની: સૌરવ ગાંગુલી, દેવબ્રત દાસ અને ડેવિડ હસીને આઉટ કર્યા

બાલાજી આઈપીએલમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર છે. તેણે 2008માં પ્રથમ સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે આ કારનામુ કર્યું હતું. આ સિઝનમાં વધુ 2 હેટ્રિક જોવા મળી હતી. અમિત મિશ્રાએ દિલ્હીથી રમતા હૈદરાબાદ ડેક્કન ચાર્જર્સ સામે હેટ્રિક લીધી હતી. તે જ સમયે, એન્ટિનીએ ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતી વખતે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે હેટ્રિક લીધી હતી.

2009 IPL
યુવરાજ સિંહ: રોબિન ઉથપ્પા, દેવબ્રત દાસ અને ડેવિડ હસીને આઉટ કર્યા
રોહિત શર્મા: અભિષેક નાયર, હરભજન સિંહ અને જેપી ડુમિનીને પેવેલિયન મોકલ્યા
યુવરાજ સિંહ: હર્ષલ ગિબ્સ, એન્ડ્ર્યુ સાયમન્ડ્સ અને વેણુગોપાલ રાવને આઉટ કર્યા

યુવરાજ આઈપીએલની એક સીઝનમાં 2 હેટ્રિક લેનાર વિશ્વનો પ્રથમ બોલર છે. તેણે બીજી સિઝનમાં આ પરાક્રમ કર્યો હતો. આ સિઝનમાં ત્રીજી હેટ્રિક લેનાર બોલર પણ બેટ્સમેન છે. રોહિત શર્માએ આ વર્ષે હૈદરાબાદ વતી રમતાં તેની હાલની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ સામે હેટ્રિક વિકેટ લીધી હતી. પંજાબ તરફથી રમતા યુવરાજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને હૈદરાબાદ સામે સતત ત્રણ બોલમાં 3 વિકેટ ઝડપી હતી.

2010 IPL

પ્રવીણ કુમાર: ડેમિયન માર્ટિન, સુમિત નરવાલ અને પારસ ડોગરાને પેવેલિયન મોકલ્યા
2010માં પ્રવીણ કુમાર રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમમાં હતો. તેણે રાજસ્થાન રોયલ્સ સામે હેટ્રિક લીધી હતી અને ટીમને 92 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ પછી, બેંગલોર ડેનિયલ વિટ્ટોરીની કપ્તાનીમાં જીત્યું હતું.

2011 IPL

અમિત મિશ્રા: રાયન મેક્લેરેન, મનદીપ સિંહ અને રાયન હેરિસને આઉટ કર્યા
અમિત મિશ્રાએ ફરી એક વાર તેની લેગ સ્પિનનો જલવો દેખાડ્યો. જોકે આ વખતે તે હૈદરાબાદની ટીમમાં હતો. પંજાબની ટીમ 199 રનનો પીછો કરી રહી હતી, જોકે મિશ્રાના સ્પિન સામે પંજાબી બેટ્સમેન ફેલ થયા હતા. તેઓ 116 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. મિશ્રાએ હેટ્રિક સહિત 4 વિકેટ ઝડપી હતી.

2012 IPL

અજિત ચંદેલા: જેસી રાઇડર, સૌરવ ગાંગુલી અને રોબિન ઉથપ્પાને આઉટ કર્યા
રાહુલ દ્રવિડની કેપ્ટનશિપ હેઠળ રાજસ્થાન રોયલ્સનો પૂણે વોરિયર્સ સામે મુકાબલો હતો. આર.આર.ના મિસ્ટ્રી સ્પિનર ​​અજિતે પ્લેઓફ ક્વોલિફિકેશન માટે થયેલી આ મેચમાં હેટ્રિક લીધી હતી. પુણેએ 170 રન બનાવવાના હતા, પરંતુ તે પહેલા ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. જો કે, ચંદિલા આ સિઝન પછી બીજી કોઈ સીઝન રમી શક્યો નહોતો. તેની કારકિર્દી સ્પોટ ફિક્સિંગના આરોપ બાદ સમાપ્ત થઈ ગઈ હતી.

2013 IPL

સુનિલ નારાયણ: ડેવિડ હસી, અઝહર મહેમૂદ અને ગુરકીરત સિંહને આઉટ કર્યા
અમિત મિશ્રા: ભુવનેશ્વર કુમાર, રાહુલ શર્મા અને અશોક ડિંડાને પેવેલિયન મોકલ્યા

આઈપીએલના બે શ્રેષ્ઠ સ્પિનરો સુનિલ નારાયણ અને અમિતે આ સિઝનમાં તેમની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. કોલકાતા નાઈટ રાઇડર્સ માટે નારાયણે પંજાબ સામે હેટ્રિક લીધી હતી. જોકે તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, અમિતે હૈદરાબાદ તરફથી રમતી વખતે પુણે વોરિયર્સ સામે હેટ્રિક ઝડપી હતી.

2014 IPL

પ્રવીણ તંબે: મનીષ પાંડે, યુસુફ પઠાણ અને રાયનને આઉટ કર્યા
શેન વોટસન: શિખર ધવન, મોઇઝેઝ હેનરિક્સ અને કર્ણ શર્માને આઉટ કર્યા

રાજસ્થાન રોયલ્સના 2 બોલરોએ આ સિઝનમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી. સ્પિનર પ્રવીણ તાંબેએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હેટ્રિક ઝડપીને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે, શેન વોટ્સને હૈદરાબાદ સામે હેટ્રિક લીધી હતી. જોકે, હૈદરાબાદે 132 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો. તેમણે રાજસ્થાનને 102 રનમાં ઓલઆઉટ કર્યું હતું.

2016 IPL
અક્ષર પટેલ: દિનેશ કાર્તિક, ડ્વેન બ્રાવો અને રવિન્દ્ર જાડેજાને આઉટ કર્યા

ઓલરાઉન્ડર અક્ષર પટેલ આ સીઝનમાં હેટ્રિક લેનાર એકમાત્ર બોલર છે. તેણે પંજાબ વતી રમતાં ગુજરાત લાયન્સ સામે 5 બોલમાં 4 વિકેટ લીધી હતી. તેમાં હેટ્રિક પણ સામેલ છે, પંજાબ આ મેચ જીતી ગયું હતું.

2017 IPL
સેમ્યુલ બદ્રી: પાર્થિવ પટેલ, મિશેલ મેક્લેનઘન અને રોહિત શર્મા આઉટ થયા
એન્ડ્ર્યુ ટાઇ: અંકિત શર્મા, મનોજ તિવારી અને શાર્દુલ ઠાકુરને પેવેલિયન મોકલ્યા
જયદેવ ઉનડકટ: બિપુલ શર્મા, રાશિદ ખાન અને ભુવનેશ્વર કુમારને આઉટ કર્યા

દુનિયાના પૂર્વ નંબર-1 T20 બોલર સેમ્યુલ બદ્રીએ બેંગલોર વતી રમતાં હેટ્રિક સહિત 4 વિકેટ લીધી હતી. જોકે, તેની ટીમ મુંબઈ સામે 142 રન ડિફેન્ડ કરવામાં નિષ્ફ્ળ રહી હતી. કાયરન પોલાર્ડે આક્રમક ઇનિંગ્સ રમીને મુંબઈને મેચ જિતાડી હતી. જ્યારે એન્ડ્રુ ટાઈએ ગુજરાત લાયન્સ વતી રમતાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ સામે હેટ્રિક લીધી હતી. લાયન્સ મેચ જીત્યું હતું. તે પછી રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ વતી રમતાં જયદેવ ઉનડકટે હૈદરાબાદ સામે હેટ્રિક લીધી હતી. તેના પ્રદર્શન થકી પુણે 12 રને મેચ જીત્યું હતું.

2019 IPL

સેમ કરન: હર્ષલ પટેલ, કગીસો રબાડા અને સંદિપ લામિચાને પેવેલિયન મોકલ્યા હતા
શ્રેયસ ગોપાલ: વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને માર્કસ સ્ટોઇનિસની વિકેટ લીધી હતી

ઇંગ્લિશ ઓલરાઉન્ડર સેમ કરન માટે આ લીગની પહેલી સીઝન હતી. તેણે પંજાબ તરફથી રમતી વખતે દિલ્હી કેપિટલ્સ સામે લો સ્કોરિંગ મેચમાં સિઝનની પ્રથમ હેટ્રિક લીધી હતી. આને કારણે પંજાબ મેચ જીતવામાં સફળ રહ્યું હતું. રાજસ્થાનના લેગ સ્પિનર ​​શ્રેયસ ગોપાલે બેંગલોર સામે સતત 3 બોલમાં 3 વિકેટ ઝડપી હતી. આઈપીએલમાં હેટ્રિક લેનાર તે છેલ્લો બોલર છે. આ પછી, કોઈપણ બોલરે 2020 માં હેટ્રિક વિકેટ લીધી ન હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો