મુશ્કેલીના સમયમાં MIને સપોર્ટ:અંબાણી પરિવારે ટીમને ચિયર કર્યું, મયંક આઉટ થતાં નીતા અંબાણી સહિત પુત્રનું સેલિબ્રેશન વાઇરલ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

IPL 2022માં બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. પંજાબ કિંગ્સે આ મેચમાં પહેલા બેટિંગ કરતાં વિસ્ફોટક બેટિંગ કરી હતી, જેમાં મયંક અગ્રવાલે તોફાની ફિફ્ટી ફટકારી મુંબઈની ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. જોકે આ દરમિયાન અંબાણી પરિવાર પણ મેચ જોવા પહોંચ્યો હતો. ત્યારે એક-એક વિકેટ માટે તેમણે ટીમને સતત ચિયર કર્યું હતું. અત્યારે તેમની પ્રતિક્રિયા વાઈરલ થઈ રહી છે.

મેચ જોવા માટે આકાશ, નીતા અંબાણી અને શ્લોકા અંબાણી પહોંચ્યાં હતાં
મેચ જોવા માટે આકાશ, નીતા અંબાણી અને શ્લોકા અંબાણી પહોંચ્યાં હતાં

આકાશ-શ્લોકા પણ મેચ જોવા પહોંચ્યાં
બેક ટુ બેક મેચ હાર્યા પછી મુંબઈ ઈન્ડિયન્સને ચિયર કરવા માટે નીતા અંબાણી, આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી (વહુ) મેચ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે જ્યારે મુંબઈના ફિલ્ડર સારું પ્રદર્શન કરે અથવા બોલર્સ વિકેટ લે ત્યારે અંબાણી પરિવાર ટીમને ચિયર કરતો જોવા મળ્યો હતો. તેવામાં વિસ્ફોટક બેટિંગ કરી રહેલો મયંક અગ્રવાલ જ્યારે ફિફ્ટી ફટકારી આઉટ થયો ત્યારે દરેક સ્ટેન્ડ્સ પર ઉભા થઈ ગયા અને ચિયર કરવા લાગ્યા હતા.

મયંકે સીઝનની પહેલી ફિફ્ટી ફટકારી
અત્યારસુધી આ સીઝનમાં ખરાબ ફોર્મમાં જોવા મળી રહેલા મયંકે મુંબઈ સામે IPL 2022ની પહેલી ફિફ્ટી ફટકારી હતી. તેણે આ દરમિયાન 162+ના સ્ટ્રાઈક રેટથી 32 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 52 રન કર્યા હતા. તે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે આકાશ સહિત નીતા અંબાણી પણ ચિંતિત હતા. જોકે ત્યારપછી મુરુગન અશ્વિને તેની વિકેટ લઈને મુંબઈને મેચમાં કમબેક કરાવ્યું હતું.

મયંકે ખાસ રેકોર્ડ નોંધાવ્યો
આ ઈનિંગ સાથે જ મયંક અગ્રવાલે પોતાના નામે એક ખાસ રેકોર્ડ પણ નોંધાવ્યો છે. મયંકે T20 ક્રિકેટમાં પોતાના 4 હજાર રન પૂરા કરી લીધા છે. આમાં IPL, ઈન્ટરનેશનલ સહિત અન્ય તમામ રન સામેલ છે. મયંક અગ્રવાલે છેલ્લા 1 હજાર T20 રન માત્ર 32 ઈનિંગમાં જ પૂરા કરી લીધા છે. તેવામાં મયંકને 4 હજાર રન પૂરા કરવામાં 169 મેચ લાગી હતી.

  • IPL 2022માં મયંક અગ્રવાલનું પ્રદર્શનઃ 32 રન, 1 રન, 4 રન, 5 રન, 52 રન
અન્ય સમાચારો પણ છે...