• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Akashdeep Leaves Home For Cricket; Injured Washington Gets A Chance In IPL; Learn The Journey Of Becoming A Cricketer From His Farming Family

KKR સામે 3 વિકેટ લેનારા બોલરની કહાણી:આકાશદીપે ક્રિકેટ માટે ઘર છોડ્યું; વોશિંગ્ટન ઈજાગ્રસ્ત થતા IPLમાં તક મળી; જાણો તેના ખેડૂત પરિવારથી ક્રિકેટર બનવાની સફર

કોલકાતા24 દિવસ પહેલાલેખક: રાજકિશોર
  • કૉપી લિંક

IPL-15માં રોયલ ચેલેન્જર બેંગ્લોર અને કોલકાતા વચ્ચે રમાયેલી મેચમાં RCBના આકાશદીપે 3 વિકેટ લીધી હતી. તેણે વેંક્ટેશ અય્યર, ઉમેશ યાદવ અને નીતીશ રાણાને પેવેલિયન ભેગા કરી ટીમમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તો ચલો આપણે આકાશદીપની કારકિર્દીની સફર કેવી રહી તથા તેણે કેવા પડકારોનો સામનો કર્યો એના પર નજર ફેરવીએ....

આકાશદીપ બિહારના રોહતાશ જિલ્લાના સાસારામનો રહેવાસી છે. બિહાર ક્રિકેટ એસોસિએશન સામે પ્રતિબંધ લાદવામાં આવતા તે બંગાળ જતો રહ્યો હતો. આસનસોલમાં સંબંધીના ઘરે રહીને બંગાળમાં ક્લબ ક્રિકેટ રમી અને ત્યારપછી ડોમેસ્ટિક ક્રિકેટમાં બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેવામાં ગત વર્ષે વોશિંગ્ટન સુંદરની ઈન્જરીના કારણે તે પહેલીવાર IPLમાં RCBની ટીમમાં સામેલ થયો હતો. આ વર્ષે ડેબ્યૂ કરનારો આકાશદીપ બીજી મેચમાં 45 રન આપી 3 વિકેટ લીધી હતી.

પૂર્વ રણજી ખેલાડી સૌરાશીષ લાહરીએ ટેલેન્ટ પારખ્યું
આકાશદીપની પ્રતિભા બંગાળ રણજી ટીમના સહાયક કોચ સૌરાશીષ લાહિરીએ ઓળખી હતી. લાહિરીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તેવામાં લાહિરીએ ભાસ્કર ગ્રુપ સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે જ્યારે હું પહેલીવાર બંગાળનો અંડર-23નો કેપ્ટન બન્યો હતો ત્યારે મને જાણ થઈ કે બિહારનો એક છોકરો બંગાળ ક્રિકેટ ક્લબમાં રમી રહ્યો છે. તે ટેલેન્ટેડ છે. આ સમયે આકાશદીપ યૂનાઈટેડ ક્લબથી રમી રહ્યો હતો. મેં એની પેસ જોઈને બંગાળની અંડર-23 ટીમમાં પસંદગી કરી છે.

રમ્યા વિના ટીમમાં રહ્યો, ટીમને સિકે નાયડુની ફાઈનલમાં પહોંચાડી
સૌરાશીષે જણાવ્યું કે જ્યારે આકાશદીપની અંડર-23માં પસંદગી થઈ ત્યારે તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. બેક પ્રોબ્લેમના કારણે તે ટીમમાં રમી શક્યો નહોતો. પરંતુ અમે તેને હંમેશા સાથે રાખ્યો અને દરેક ટૂર પર તેને લઈને ગયા હતા. ભલે આકાશદીપ રમતો નહોતો પરંતુ ટીમના વાતાવરણમાં સેટ થઈ ગયો હતો. તેવામાં જ્યારે એ ફિટ થયો ત્યારે એ વર્ષે આકાશદીપે સીકે નાયડુ ફાઈનલમાં ટીમને પહોંચાડી દીધી હતી.
ત્યારપછી આકાશદીપ અંડર-23 ટીમમાં ઓસ્ટ્રેલિયા ટૂર પર ગયો હતો અને ત્યારપછી બંગાળની સૈય્યર મુશ્તાક અલી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેણે છેલ્લી 2 મેચમાં 4 વિકેટ લીધી અને બસ ત્યારપછીથી તે બંગાળની ટીમનો મુખ્ય ખેલાડી થઈ ગયો હતો.

આકાશદીપે સાસારામના ન્યૂ સ્ટેડિયમથી ક્રિકેટની શરૂઆત કરી
આકાશદીપ વર્ષ 2009-10માં સાસારામના ન્યૂ સ્ટેડિયમથી ક્રિકેટની શરૂઆત કરી. જ્યાં તેને ટ્રેનિંગ આપવામાં આી અને ત્યારપછી તે બંગાળ જતો રહ્યો હતો. આકાશદીપના પિતા વ્યાયામના શિક્ષક હતા જ્યારે માતા ગૃહિણી હતા. તેમનો પરિવાર ખેતી કરીને પણ ગુજરાન ચલાવતો હતો.

2019માં બંગાળથી ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું
2019માં આકાશદીપે બંગાળ ટીમથી ત્રણેય ફોર્મેટમાં ડેબ્યુ કર્યું છે. અત્યારસુધી 11 ફર્સ્ટ ક્લાસ મેચમાં 3.16ના ઈકોનોમી રેટ સાથે તેણે 45 વિકેટ લીધી હતી. જ્યારે લિસ્ટ એની 16 મેચમાં 5.58ના ઈકોનોમી રેટથી 25 વિકેટ લીધી, જ્યારે T20ની 23 મેચમાં 6.90ના ઈકોનોમી રેટથી 30 વિકેટ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...