• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • After Winning A Thrilling Match, Hardik Pandya Could Not Believe That The Team Had Won, Just Holding The Chair; Another Player Came And Stood Up

કેપ્ટનનું રિએક્શન વાઈરલ:રોમાંચક મેચ જીત્યા બાદ હાર્દિકને વિશ્વાસ ન થયો કે ટીમ જીતી ગઈ, ખુરશી પકડી બેસી જ રહ્યો; અન્ય ખેલાડીએ આવીને ઉભો કર્યો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2022ની 16મી મેચમાં ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને રોમાંચક મેચમાં 6 વિકેટથી હરાવ્યું હતું. આ મેચ જીત્યા બાદ ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તે વિશ્વાસ જ નહોતો કરી શકતો કે તેની ટીમ જીતી ગઈ છે. રાહુલ તેવટિયાએ છેલ્લા બે બોલમાં બે સિક્સ ફટકારતા એક અશક્ય લાગતી મેચમાં જીત મળતા તે અમુક સમય તો ખુરશી પકડીને બેસી જ રહ્યો એને લાગ્યું કે આ શું થઈ ગયું. ટીમના અન્ય પ્લેયરે તેને ઉભો કરી જણાવ્યું હા આ હકીકતમાં બન્યું છે. હાર્દિકની ટીમની આ સતત ત્રીજી જીત છે. હાર્દિકે જીત બાદ રાહુલને જીતનો હિરો ગણાવ્યો.

જીત બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી હતી
જીત બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી હતી

ગુજરાત ટાઈટન્સ હજુ સુધી અજેય
ગુજરાત ટાઈટન્સ IPL 2022માં શરુઆતની સતત ત્રણ મેચ જીતનારી એકમાત્ર ટીમ છે. GTએ પહેલા લખનઉ પછી દિલ્હી અને શુક્રવારે પંજાબને પણ હરાવ્યું છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ શુક્રવારે પંજાબ કિંગ્સ સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાની પ્રશંસા કરતા કહ્યું કે તેણે દબાણમાં મોટા શોટ રમીને શાનદાર પ્રદર્શન કર્યું. ગુજરાતને છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં તેવટિયાએ ઓડિયન સ્મિથના છેલ્લા બે બોલમાં સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.

જીત બાદ ગુજરાતની ટીમ ખુશીથી ઝૂમી ઉઠી હતી
જીત બાદ ગુજરાતની ટીમ ખુશીથી ઝૂમી ઉઠી હતી

હાર્દિકે રાહુલના ભરપૂર વખાણ કર્યાં
પંડ્યાએ મેચ બાદ કહ્યું, 'જે રીતે મેચમાં ઉતાર-ચઢાવ થઈ રહ્યો હતો, હું તટસ્થ થઈ ગયો હતો. તેવટિયાના વખાણ કરીએ તેટલા ઓછા છે. ક્રિઝ પર આવતાની સાથે જ મોટા શોટ રમવાનું મુશ્કેલ છે અને દબાણની સ્થિતિમાં આવું કરવું શાનદાર પ્રદર્શન છે. પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલે સ્મિથનો બચાવ કર્યો હતો કે છેલ્લી ઓવરમાં મેચ કોઈપણ ટીમના પક્ષમાં જઈ શકે છે.

પંજાબ કિંગ્સનો કેપ્ટન મંયક અગ્રવાલ મેચ હાર્યા બાદ બોલરને સાંત્વના આપી રહ્યો છે
પંજાબ કિંગ્સનો કેપ્ટન મંયક અગ્રવાલ મેચ હાર્યા બાદ બોલરને સાંત્વના આપી રહ્યો છે

અગ્રવાલનું દીલ તૂટ્યું
મયંક અગ્રવાલે કહ્યું, 'તે એક અઘરી મેચ હતી પરંતુ અમે એક સારો પડકાર આપ્યો. અમે સારો સ્કોર કર્યો હતો. છેલ્લી ઓવરમાં મેચ કોઈપણ ટીમના પક્ષમાં જઈ શકી હોત. અમે ઓડિયન સ્મિથને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. તે માત્ર ક્રિકેટ મેચ છે. શુભમન ગિલને તેની 96 રનની ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...