વિદેશી પ્લેયરો પંજાબી ગીત પર ઝૂમ્યા:ચેન્નઈ સામે જીત બાદ કિંગ્સના ડ્રેસિંગ રુમમાં ખેલાડીઓએ શાનદાર ઉજવણી કરી, જુઓ વીડિયો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

રવિવારે પંજાબ કિંગ્સે શાનદાર રમત દાખવીને 54 રનોથી CSKને હરાવ્યું. આ જીત બાદ સોશિયલ મીડિયા પર પંજાબ કિંગ્સના ખેલાડીઓનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટીમના ખેલાડીઓ ડાન્સ કરીને ઉજવણી કરતા નજરે આવી રહ્યા છે. વિદેશી ખેલાડીઓ કગિસો રબાડા અને ચેન્નઈ વિરુદ્ધ મેચમાં હિરો રહેલો લિયામ લિવિંગસ્ટોન પણ પંજાબી ગીતમાં ડાન્સ કરતા જોવા મળ્યા. બંને હિન્દીમાં શેરે પંજાબી ગીત ગાતા નજરે આવી રહ્યા છે. આ દરમિયાન પંજાબ કિંગ્સના સ્ટાર પ્લેયર રાહુલ ચાહર, અર્શદીપ સિંહ, સંદીપ શર્મા પણ જોવા મળ્યા.

3 મેચમાં પંજાબની બીજી જીત
IPL 2022માં પંજાબની ટીમનું પ્રદર્શન સારુ રહ્યું છે. તેમણે ત્રણ મેચ રમી છે અને 2માં તેમને જીત મળી છે. પોઈન્ટ્સ ટેબલમાં પંજાબ ચોથા સ્થાને પહોંચી ગઈ છે. પહેલા સ્થાને રાજસ્થાન રોયલ્સ છે, જેમણે પોતાની બંને મેચો જીતી છે.

પંજાબ વિરુદ્ધ હાર બાદ ચેન્નઈ સુપર કિંગ્સ 9માં સ્થાને પહોંચી ગઈ છે. IPL ઈતિહાસમાં આ પહેલીવાર બન્યુ છે જ્યારે ચેન્નઈએ શરુઆતના ત્રણેય મેચમાં હાર મળી હોય.

પંજાબ કિંગ્સ તરફથી ડેબ્યૂ ખેલાડી વૈભવ અરોરાએ પહેલી જ મેચમાં 2 વિકેટો ખેરવી હતી
પંજાબ કિંગ્સ તરફથી ડેબ્યૂ ખેલાડી વૈભવ અરોરાએ પહેલી જ મેચમાં 2 વિકેટો ખેરવી હતી

ડેબ્યૂ ખેલાડીઓનો દબદબો
પંજાબ તરફથી બે ખેલાડીઓ વૈભવ અરોરા અને જીતેશ શર્માએ ડેબ્યૂ કર્યું. બંનેએ પોતાની રમતથી ખૂબ પ્રભાવિત કર્યા. એક તરફ જ્યાં જીતેશે બેટિંગમાં શાનદાર પ્રદર્શન તેણે માત્ર 17 બોલમાં 26 રન બનાવ્યા. તો બીજી બાજૂ જ્યારે આ ખેલાડી વિકેટકીપર તરીકે મેદાન પર આવ્યો ત્યારે તેણે ધોનીને આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

વૈભવની શાનદાર બોલિંગ
બીજી તરફ વૈભવની વાત કરીએ તો આ ખેલાડીએ શરૂઆતની ઓવરોમાં જ શાનદાર બોલિંગ કરી અને 4 ઓવરમાં માત્ર 21 રન આપ્યા અને 2 વિકેટ પોતાના નામે કરી. વૈભવે ફોર્મમાં રહેલા ખેલાડીઓ રોબિન ઉથપ્પા અને મોઈન અલીની વિકેટ લીધી હતી.

લિવિંગસ્ટોને મેચમાં શાનદાર ઓલરાઉન્ડરનું પ્રદર્શન કર્યું હતું. પહેલા તેણે 60 રન બનાવ્યા. ત્યાર બાદ બોલિંગમાં બ્રાવો અને શિવમ દુબેની વિકેટ પોતાના નામે કરી હતી. તેણે મેચમાં બ્રાવોનો શાનદાર કેચ પણ લીધો હતો.