તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • After The Success In IPL Debut, Chetan Said, Ananya Pandey Wants To Date; Credit For The Success Goes To Kumar Sangakkara And Sanju Samson

ભાવનગર એક્સપ્રેસની રફ્તાર:IPL ડેબ્યુમાં સફળતા પછી ચેતને કહ્યું, અનન્યા પાંડેને ડેટ કરવાની ઈચ્છા છે; સક્સેસ માટેની ક્રેડિટ કુમાર સંગાકારા અને સંજુ સેમસનને આપી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાન રોયલ્સ વતી પંજાબ કિંગ્સ સામેની મેચમાં ભાવનગરના ચેતન સાકરિયાએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. તેણે 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે પંજાબના કેપ્ટન લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ અને ઝે. રિચાર્ડસનને પેવેલિયન ભેગા કર્યા હતા. સાકરિયાએ ડેબ્યુ પર મળેલા સક્સેસની ક્રેડિટ રાજસ્થાનના ક્રિકેટ ઓપરેશન્શના ડાયરેક્ટર કુમાર સંગાકારા અને કેપ્ટન સંજુ સેમસનને આપી હતી. તેમજ જણાવ્યું હતું કે, અનન્યા પાંડે તેની ડ્રિમ ગર્લ છે.

અનન્યાને ડેટ કરવા માગે છે
ચેતને રોયલ્સ સાથેના એક વીડિયોમાં જણાવ્યું કે, તે બૉલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડેને ડેટ કરવા માગે છે. તેણે કહ્યું કે, અનન્યા ખુબ જ સુંદર છે અને હું તેની સાથે કોઈ બીચ પર શાંતિથી બેસીને કોફી પીવા માગું છું.

સંગા સર અને સંજુ ભાઈના મેચ પહેલાંના શબ્દો
સાકરિયાએ રોયલ્સની વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સંગા સરે મને કહ્યું હતું કે- તમારી સમજ પ્રમાણે બોલિંગ કરજે અને પોતાના પર ભરોસો રાખજે. જો બોલ સારા એરિયામાં પડે તો ક્રેડિટ તને મળશે અને જો વસ્તુઓ ધાર્યા પ્રમાણે ન જાય તો અમે અહીં તારી મદદ કરવા માટે બેઠા જ છીએ. સંજુ ભાઈએ પણ મને ફ્રીડમ આપતા કહ્યું હતું કે, મારી મરજી મુજબની ફિલ્ડ રાખશે.

ટીમ મીટિંગમાં ખબર પડી હતી કે મેચ રમીશ
સાકરિયાએ વધુમાં જણાવ્યું કે, મને મેચ પહેલાંની ટીમ મીટિંગમાં ખબર પડી હતી કે, હું આગામી મેચમાં રમીશ. તેથી હું માનસિક રીતે પોતાને તૈયાર કરી રહ્યો હતો, જેથી મળેલી તકનો ફાયદો ઉઠાવી શકું.

આ પણ વાંચો: પ્રેરણાત્મક જર્ની:ભાવનગરના ટેમ્પાચાલકનો પુત્ર ચેતન સાકરિયા 1.2 કરોડમાં વેચાયો, રાજસ્થાન રોયલ્સ વતી રમશે

પ્રથમ બોલ નાખતી વખતે નર્વસ હતો
સાકરિયાએ કહ્યું કે, હું પ્રથમ બોલ નાખતી વખતે નર્વસ હતો. મેં દબાણનો અનુભવ કર્યો હતો. જોકે, તે પછી મારા માટે નોર્મલ ક્રિકેટ રમવાની વાત હતી. રાહુલને આઉટ કર્યો એ સ્પેશિયલ હતો કારણકે તેનાથી અમે ઘણા ઓછા રન ચેઝ કર્યા. તે ક્રિઝ પર ઊભો હોત તો પંજાબ વધારે રન બનાવત.

સંજુ ભાઈએ પ્રથમ મેચમાં પોતાનો ક્લાસ બતાવ્યો
સાકરિયાએ અંતમાં કહ્યું કે, અમે ફાઇટ આપી હતી, તેથી હું પરિણામને હાર તરીકે નથી જોતો. અમે પ્રદર્શનમાં સુધારો કરીશું અને અમારી ભૂલોમાંથી શીખીશું. સંજુ ભાઈએ પોતાનો ક્લાસ બતાવ્યો હતો. તેમને બેટિંગ કરતાં જોવાની બહુ મજા આવે છે. તે બહુ સરળતાથી આટલી સારી રીતે બોલને ટાઇમ કરે છે.

અન્ય સમાચારો પણ છે...